Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ટ્રમ્પના યુદ્ધવિરામના આદેશ છતાં ઇઝરાયેલે ગાઝા પર કર્યો હુમલો, 6 લોકોના મોત

હમાસે ટ્રમ્પના પ્રસ્તાવ સ્વીકાર્યો હતો પરતું ઇઝરાયેલે ગાઝા પર હુમલો કરી દેતા પરિસ્થિતિ વણસી છે
ટ્રમ્પના યુદ્ધવિરામના આદેશ છતાં ઇઝરાયેલે ગાઝા પર કર્યો હુમલો  6 લોકોના મોત
Advertisement

  • TrumpPeacePlan: ઇઝરાયેલે ગાઝા પર કર્યો ભીષણ હુમલો
  • ઇઝરાયેલના ગાઝા હુમલામાં 6 લોકોના મોત 
  • ટ્રમ્પના યુદ્ધવિરામના આદેશની ઇઝરાયેલે કરી અવગણના

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઇઝરાયેલ ((Israel)  અને હમાસ (Hamas) વચ્ચેનું યુદ્ધ રોકવા માટે સક્રિયપણે પ્રયાસ કરી રહ્યા છે.હમાસે ટ્રમ્પના પ્રસ્તાવ સ્વીકાર્યો હતો પરતું ઇઝરાયેલે ગાઝા પર (IsraelHamasWar)  હુમલો કરી દેતા પરિસ્થિતિ વણસી છે.  ટ્રમ્પે ગાઝામાં બોમ્બમારાને રોકવાનો આદેશ આપ્યો હતો. જોકે, આ આદેશ વચ્ચે જ ઇઝરાયેલે ગાઝા પર ફરી એકવાર હુમલો કર્યો છે, જેમાં 6 લોકોના મોત થયા છે. સ્થાનિક મીડિયાના અહેવાલ મુજબ, ઇઝરાયેલે ગાઝા પર ફરીથી હવાઈ હુમલો કર્યો, જેના પરિણામે ગાઝા સિટીમાં 4 લોકો અને ખાન યુનિસમાં 2 લોકોના મોત નિપજ્યા છે . હુમલા બાદ ગાઝામાં સર્વત્ર વિનાશનું દ્રશ્ય જોવા મળ્યું છે.હમાસે ટ્રમ્પના પ્રસ્તાવનું સ્વીકાર કર્યુ હતું તે છંતા પણ ગાઝા પર ઇઝરાયેલે હુમલો કરતા પરિસ્થિતિ વધુ પેચીદી બને તેવી પ્રબળ સંભાવના છે.

 TrumpPeacePlan:  ટ્રમ્પના યુદ્ધવિરામના આદેશની ઇઝરાયેલે કરી અવગણના

નોંધનીય છે કે આ પહેલા શનિવારે ઇઝરાયેલે ટ્રમ્પની ગાઝા પ્લાનની પ્રથમ તબક્કાની અમલવારી માટેના આદેશો આપ્યા હતા. આ આદેશો અંતર્ગત ઇઝરાયેલી સરકારે સેનાને ગાઝામાં નરમાઈ દાખવવા અને સૈન્ય ગતિવિધિઓ ઓછી કરવા માટે જણાવ્યું હતું. ઇઝરાયેલી સેનાના ચીફે પણ આ વાતની પુષ્ટિ કરી હતી, જોકે તેમણે સૈન્ય ગતિવિધિઓ અંગે સ્પષ્ટતા કરવાનું ટાળ્યું હતું.

Advertisement

TrumpPeacePlan: ટ્રમ્પે ટે 20 પોઈન્ટનો પ્લાન રજૂ કર્યો છે

શાંતિ સ્થાપવાના પ્રયાસરૂપે, ડોનાલ્ડ ટ્રમ્પે ગાઝા માટે 20 પોઈન્ટનો પ્લાન રજૂ કર્યો છે અને હમાસને તેના પર વિચાર કરવા માટે બે દિવસ (રવિવાર સુધીનો) સમય આપ્યો છે. ટ્રમ્પનું માનવું છે કે મિડલ ઈસ્ટમાં શાંતિ સ્થાપિત કરવાની ક્ષમતા માત્ર તેમનામાં જ છે. ટ્રમ્પે કહ્યું કે હમાસ પણ શાંતિ ઈચ્છે છે, અને ઇઝરાયેલે ગાઝામાં બોમ્બમારો બંધ કરવો જોઈએ જેથી તમામ બંધકોને સુરક્ષિત અને ઝડપથી મુક્ત કરી શકાય. તેમણે ઉમેર્યું કે આ વાટાઘાટો માત્ર ગાઝા પૂરતી સીમિત નથી, પરંતુ સમગ્ર મિડલ ઈસ્ટમાં શાંતિ સ્થાપિત કરવા માટે પણ છે. ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂના કાર્યાલય તરફથી સ્પષ્ટતા કરવામાં આવી હતી કે તેઓ "યુદ્ધ સમાપ્ત કરવા માટે રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને તેમની ટીમને સંપૂર્ણ સહયોગ આપશે."

Advertisement

આ પણ વાંચો:    ગાઝા પીસ પ્લાન પર વૈશ્વિક સંમતિ : PM મોદીએ ટ્રમ્પની શાંતિ યોજનાને બિરદાવી

Tags :
Advertisement

.

×