ISRAEL ની સૌથી મોટી એરસ્ટ્રાઇક, GAZA પટ્ટીનો કેટલોક ભાગ કાટમાળમાં ફેરવાયો
- ઇઝરાયલે ફરી ગાઝા પર મોટી એરસ્ટ્રાઇક કરી
- ગાઝા પટ્ટીનો કેટલોક વિસ્તાર કાટમાળમાં ફેરવાયો
- ઇઝરાયલે આતંકી ઠેકાણા નાશ કરવા કાર્યવાહી કરી હોવાનો દાવો કર્યો
ISRAEL STRIKES GAZA : ઇઝરાયલી સેના (ISRAEL ARMY) એ ગાઝા પટ્ટી પર વધુ એક મોટો હવાઈ (AIR STRIKE ON GAZA) હુમલો કર્યો છે. આ ભયાનક અને તાજા હવાઈ હુમલામાં ચાર બાળકો સહિત ઓછામાં ઓછા 28 પેલેસ્ટિનિયનો માર્યા ગયા છે. આ સાથે જ હમાસ આતંકવાદીઓના 250 ઠેકાણાઓનો નાશ કરવામાં આવ્યો છે. આમાં આતંકવાદી નિયંત્રણ અને કમાન્ડ સેન્ટરો, શસ્ત્ર ડેપો, ટનલ અને અન્ય મહત્વના ઠેકાણાઓનો સમાવેશ થાય છે. ગાઝા હોસ્પિટલના અધિકારીઓએ આ માહિતી મીડિયા સમક્ષ જણઆવી હતી.
ક્યાં કેટલા લોકો મૃત્યુ પામ્યા?
અલ-અક્સા શહીદ હોસ્પિટલના જણાવ્યા અનુસાર, શુક્રવારે મોડી રાત્રે મધ્ય ગાઝાના દેઇર અલ-બલાહ વિસ્તારમાં ઇઝરાયલી હુમલામાં બે મહિલાઓ અને ઘણા બાળકો સહિત 13 લોકો માર્યા ગયા છે. દરમિયાન નાસિર હોસ્પિટલે અહેવાલ આપ્યો છે કે, પેટ્રોલ પંપ નજીક થયેલા હુમલામાં વધુ ચાર લોકોના મોત થયા છે. તથા દક્ષિણ ગાઝાના ખાન યુનિસમાં હવાઈ હુમલામાં 15 લોકો માર્યા ગયા છે.
આતંકવાદીઓના ઠેકાણાઓનો નાશ કરવામાં આવ્યો
ઇઝરાયલી સૈન્ય (ISRAEL ARMY) એ દાવો કર્યો હતો કે તેણે "આતંકવાદીના ઠેકાણા પર હુમલા" કર્યા હતા. છેલ્લા 48 કલાકમાં લગભગ 250 ઠેકાણા પર હુમલો કરવામાં આવ્યો છે, જેમાં આતંકવાદીઓ, હથિયારોનો ડેપો, એન્ટી-ટેન્ક મિસાઇલ લોન્ચિંગ પોઇન્ટ, સ્નાઈપર પોસ્ટ, ટનલ અને અન્ય વ્યૂહાત્મક હમાસ માળખાનો નાશ કરવામાં આવ્યો છે. જોકે, ઇઝરાયલી સૈન્યએ નાગરિકોના મૃત્યુ અંગે સત્તાવાર માહિતી આપવામાં આવી નથિી.
ગાઝામાં પરિસ્થિતિ ખૂબ જ ગંભીર છે
ઇઝરાયલી સેનાની એક પછી એક કાર્યવાહીને કારણે ગાઝામાં પરિસ્થિતિ દિવસેને દિવસે ગંભીર બની રહી છે. હવાઈ હુમલામાં બાળકો અને મહિલાઓ સહિત મોટી સંખ્યામાં નાગરિકો જીવ ગુમાવી રહ્યા છે. હોસ્પિટલોમાં મૃતદેહોની સતત વધતી સંખ્યા અને ઘાયલોની સ્થિતિએ આંતરરાષ્ટ્રીય સમુદાયની ચિંતા વધારી દીધી છે. પરિસ્થિતિ પર નજર રાખી રહેલા માનવાધિકાર સંગઠનોએ ઇઝરાયલને સંયમ રાખવા અને નાગરિકોને નિશાન ના બનાવવા અપીલ કરી છે.
આ પણ વાંચો ---- US Tariff : ‘રશિયા પાસેથી ખરીદી કરશો તો ખેર નહીં...’


