Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ISRAEL DEFENCE FORCE દ્વારા સૈનિકો માટે અરબી અને ઇસ્લામનો અભ્યાસ ફરજિયાત કરાયો

ISRAEL DEFENCE FORCE : 7, ઓક્ટોબર 2023 ના રોજ હમાસના હુમલા પછી ઇઝરાયલની ગુપ્તચર વ્યવસ્થામાં ઘણી નબળાઈઓ ખુલ્લી પડી
israel defence force દ્વારા સૈનિકો માટે અરબી અને ઇસ્લામનો અભ્યાસ ફરજિયાત કરાયો
Advertisement
  • નિષ્ફળતા પરથી બોધપાઠ લઇને ઇઝરાયલની આર્મીએ ફતવો બહાર પાડ્યો
  • ગુપ્તચર એજન્સીના સૈનિકો અને અધિકારીઓએ અરબી ભાષા અને ઇસ્લામનો અભ્યાસ કરવો પડશે
  • ઇઝરાયલના દુશ્મન દેશોનો ગુપ્ત સંદેશાવ્યવહાર સમજવા માટે આ પહલું મહત્વનું

ISRAEL DEFENCE FORCE : ઇઝરાયલ ડિફેન્સ ફોર્સ (ISRAEL DEFENCE FORCE) એ તાજેતરમાં તેના ગુપ્તચર વિભાગ (AMAN) ના સૈનિકો અને અધિકારીઓ માટે એક મહત્વપૂર્ણ આદેશ જારી કર્યો છે. 7 ઓક્ટોબર 2023 ના રોજ હમાસ દ્વારા કરવામાં આવેલા હુમલા પછી ગુપ્તચર એજન્સીઓમાં જોવા મળતી નબળાઈઓને દૂર કરવા માટે આ આદેશ અનુસાર, અરબી ભાષા (ARABIC LANGUAGE) અને ઇસ્લામિક અભ્યાસ (ISLAMIC STUDY) કરવો ફરજિયાત કરી દેવામાં આવ્યો છે. આ કમાન્ડનો હેતુ ગુપ્તચર કર્મચારીઓની પ્રાદેશિક અને સાંસ્કૃતિક સમજ વધારવાનો છે, જેથી તેઓ જટિલ જોખમોનું વધુ સારી રીતે વિશ્લેષણ કરી શકાય.

ગુપ્તચર તંત્ર નિષ્ફળ રહ્યું હતું

7, ઓક્ટોબર 2023 ના રોજ હમાસના હુમલા પછી ઇઝરાયલની ગુપ્તચર વ્યવસ્થામાં ઘણી નબળાઈઓ ખુલ્લી પડી હતી. આ હુમલો દેશની સુરક્ષા વ્યવસ્થા માટે માત્ર એક મોટો પડકાર જ નહોતો બન્યો હતો, સાથે જ ઘણા સ્તરે આઘાતજનક પણ હતો. આ હુમલાએ દર્શાવ્યું કે, પ્રાદેશિક ભાષા અને સંસ્કૃતિની ઊંડી સમજણ વિના ગુપ્તચર વિશ્લેષણ અધૂરું રહી શકે છે. આ ઘટના બાદ IDF એ તેની ગુપ્તચર યુક્તિઓ સુધારવાનો નિર્ણય કર્યો છે. AMAN ના વડા મેજર જનરલ શ્લોમી બાઈન્ડરે તમામ ગુપ્તચર કર્મચારીઓ માટે અરબી ભાષા અને ઇસ્લામિક અભ્યાસ ફરજિયાત બનાવવાનો આદેશ જારી કરીને આ દિશામાં એક નક્કર પગલું ભર્યું છે. આ પહેલ ફક્ત તાત્કાલિક સુધારાઓ પૂરતી જ નથી, પરંતુ લાંબા ગાળે ગુપ્તચર કર્મચારીઓની ક્ષમતાઓમાં પણ વધારો કરે તેવી છે

Advertisement

તાલીમ આવતા વર્ષ સુધીમાં પૂર્ણ કરવાની રહેશે

આ નવા આદેશ હેઠળ, બધા AMAN કર્મચારીઓને આવતા વર્ષના અંત સુધીમાં ઇસ્લામિક અભ્યાસમાં તાલીમ લેવાની રહેશે, જ્યારે 50% કર્મચારીઓને અરબી ભાષામાં તાલીમ આપવામાં આવશે. આ તાલીમમાં યમન અને ઇરાકની પ્રાદેશિક બોલીઓ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. મુખ્ય ધ્યાન હુથી સંદેશાવ્યવહારને સમજવા પર રહેશે, કારણ કે, તેમની જટિલતા અને સ્થાનિક બોલીઓને કારણે આ સંદેશાવ્યવહાર સમજવા મુશ્કેલ બની રહ્યા છે. યમનમાં સામાજિક રીતે પ્રચલિત કતના ઉપયોગથી હુથી સંદેશાવ્યવહારની સ્પષ્ટતા વધુ મુશ્કેલ બની છે, જેને સમજવા માટે ખાસ તાલીમની જરૂર છે. આ માટે AMAN એક સમર્પિત વિભાગ બનાવશે, જે અરબી અને ઇસ્લામિક શિક્ષણનો વ્યવસ્થિત રીતે અમલ કરશે. અધિકૃત અને અસરકારક તાલીમ સુનિશ્ચિત કરવા માટે વિભાગ સંબંધિત સમુદાયોના શિક્ષકોને સામેલ કરાશે.

Advertisement

TELEM વિભાગ ફરીથી રચાશે

IDF તેના TELEM વિભાગનું પુનર્ગઠન કરવાની યોજના ધરાવે છે. આ વિભાગ અગાઉ ઇઝરાયલી શાળાઓમાં અરબી અને મધ્ય પૂર્વીય અભ્યાસને પ્રોત્સાહન આપતો હતો. આ વિભાગ છ વર્ષ પહેલાં બજેટ કાપને કારણે બંધ થઈ ગયો હતો, જેના પરિણામે અરબી ભાષા શીખનારા કર્મચારીઓની સંખ્યામાં ઘટાડો થયો હતો. TELEM ની પુનઃસ્થાપનાથી શાળા સ્તરે અરબી અને મધ્ય પૂર્વીય સંસ્કૃતિનું શિક્ષણ ફરીથી શરૂ થશે, જેનાથી ભવિષ્યની ગુપ્તચર સેવાઓ માટે વધુ સારી રીતે પ્રશિક્ષિત કર્મચારીઓનું નિર્માણ થશે. આ પગલું લાંબા ગાળાની સાંસ્કૃતિક સમજણને પ્રોત્સાહન આપવા માટે એક મહત્વપૂર્ણ પ્રયાસ છે, જે ગુપ્તચર કામગીરીને વધુ અસરકારક બનાવશે.

શા માટે જરૂર હતી ?

આ પહેલનો મુખ્ય ઉદ્દેશ ગુપ્તચર કર્મચારીઓને પ્રાદેશિક ભાષા અને સાંસ્કૃતિક બારીકાઇની ઊંડી સમજ પૂરી પાડવાનો છે. AMAN ના એક વરિષ્ઠ અધિકારીએ આર્મી રેડિયોને જણાવ્યું હતું કે, અત્યાર સુધી ગુપ્તચર કર્મચારીઓ પાસે સંસ્કૃતિ, ભાષા અને ઇસ્લામના ક્ષેત્રોમાં પૂરતી ઊંડાણનો અભાવ હતો. આ તાલીમ દ્વારા IDF નો ઉદ્દેશ્ય તેના કર્મચારીઓમાં તીવ્ર નિરીક્ષણની ભાવના જગાડવાનો છે, જે તેમને અગાઉથી ખતરાઓ ઓળખવામાં મદદ કરશે. આ તાલીમ ખાસ કરીને હુથી, હમાસ અને હિઝબુલ્લાહ જેવા જૂથોના સંદેશાવ્યવહાર અને આયોજનને સમજવા માટે મહત્વપૂર્ણ રહેશે. આ પગલું ગુપ્ત માહિતીના વિશ્લેષણને વધુ સચોટ બનાવવામાં મદદ કરશે, જેનાથી ભવિષ્યમાં સુરક્ષા અંગેની નિષ્ફળતાઓ અટકાવી શકાશે.

શું અસર થશે ?

આ પહેલથી IDF ની ગુપ્તચર ક્ષમતાઓમાં સુધારો થવાની અપેક્ષા છે. અરબી ભાષા અને ઇસ્લામિક સંસ્કૃતિની સમજ ગુપ્તચર કર્મચારીઓને પ્રાદેશિક જોખમોને વધુ અસરકારક રીતે સમજવા અને તેમની તપાસનો વ્યાપ વધારવા સક્ષમ બનાવશે. જો કે, આ કાર્યક્રમના અમલીકરણમાં અનેક પડકારો છે. પ્રમાણિત શિક્ષકોની ઉપલબ્ધતા, તાલીમની ગુણવત્તા અને સ્ટાફની સંલગ્નતા જેવા પરિબળો આને પ્રભાવિત કરી શકે છે. વધુમાં, પ્રાદેશિક બોલીઓ અને સાંસ્કૃતિક સૂક્ષ્મતા શીખવા માટે સમય અને સંસાધનોની જરૂર પડશે. જોકે, આ પહેલ એક સકારાત્મક દિશામાં એક પગલું છે, જે ઇઝરાયલની સુરક્ષા વ્યૂહરચનાને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.

આ પણ વાંચો ---- ઘાતક હુમલાઓ બાદ કંબોડિયાનું યુદ્ધવિરામનું આહ્વાન, ભારતે એડવાઇઝરી જારી કરી

Tags :
Advertisement

.

×