ઇઝરાયેલે ગાઝા ખાલી કરવાનો આપ્યો આદેશ, જો ખાલી નહીં કરો તો હમાસના ગણાશો સમર્થક
- Gaza Evacuation Order: ઇઝરાયેલે ગાઝાને આપ્યો આદેશ
- સંરક્ષણ મંત્રીએ ગાઝા ખાલી કરવાનો આપ્યો મોટો આદેશ
- ઇઝરાયેલે ગાઝામાં પોતાની સૈન્ય કાર્યવાહી તેજ કરી છે
ઇઝરાયેલના સંરક્ષણ મંત્રી ઇઝરાયેલ કાટ્ઝે બુધવારે ગાઝામાં બાકી રહેલા પેલેસ્ટાઇનીઓને તુરંત શહેર છોડી દેવાનો કડક આદેશ જારી કર્યો છે. તેમણે આને પેલેસ્ટાઇનીઓ માટે 'અંતિમ તક' ગણાવી છે અને ચેતવણી આપી છે કે જે કોઈ પણ વ્યક્તિ ત્યાં રોકાશે, તેને હમાસનો સમર્થક ગણવામાં આવશે. આવા લોકોને ઇઝરાયેલના સૈન્ય અભિયાનની 'સંપૂર્ણ તાકાત' નો સામનો કરવો પડશે.સંરક્ષણ મંત્રી કાટ્ઝે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને કહ્યું કે આ એવા ગાઝા નિવાસીઓ માટે છેલ્લો મોકો છે જેઓ દક્ષિણ તરફ જવા માંગે છે અને હમાસના આતંકવાદીઓને શહેરની અંદર એકલા છોડવા માંગે છે.
Gaza Evacuation Order: સંરક્ષણ મંત્રીએ આપ્યો મોટો આદેશ
નોંધનીય છે કે આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ઇઝરાયેલે ગાઝામાં પોતાની સૈન્ય કાર્યવાહી તેજ કરી છે. 1 ઓક્ટોબર, 2025ના રોજ ઇઝરાયેલી હુમલાઓમાં ઓછામાં ઓછા 16 પેલેસ્ટાઇનીઓ માર્યા ગયા છે. અધિકારીઓ અનુસાર, આ હુમલાઓમાં વિસ્થાપિત પેલેસ્ટાઇનીઓને નિશાન બનાવવામાં આવ્યા, જેમાંથી ઘણા લોકો એક શાળામાં આશ્રય લીધેલો હતો.ગાઝા શહેરના પૂર્વીય વિસ્તારમાં આવેલી અલ-ફલાહ સ્કૂલ પર થોડી જ મિનિટોના અંતરે બે હુમલા થયા હતા. પહેલા હુમલા પછી મદદ માટે પહોંચેલા લોકો પણ બીજા હુમલાનો ભોગ બન્યા હતા. આ ઉપરાંત, પશ્ચિમી વિસ્તારમાં એક પીવાના પાણીના ટેન્ક પાસે ભેગા થયેલા લોકો પરના હુમલામાં પાંચ પેલેસ્ટાઇનીઓ માર્યા ગયા હતા. મધ્ય ગાઝાના નુસરત શરણાર્થી શિબિર પરના હુમલામાં એક દંપતીનું મોત થયું હતું.
צה"ל השלים בשעות אלה את תפיסת ציר נצרים עד לחוף ימה של עזה ומבתר את עזה בין צפון לדרום.
בכך יהודק הכיתור סביב העיר עזה וכל היוצאים ממנה דרומה ייאלצו לעבור דרך נקזי הבידוק של צה"ל.
זאת הזדמנות אחרונה לתושבי עזה המעוניינים בכך לנוע דרומה ולהשאיר את מחבלי החמאס מבודדים בעיר עזה…
— ישראל כ”ץ Israel Katz (@Israel_katz) October 1, 2025
Gaza Evacuation Order: ગાઝામાં મૃતકોનો આંકડો 66,000ને પાર
ગાઝાના આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ, 7 ઓક્ટોબર, 2023ના હુમલા બાદ શરૂ થયેલા ઇઝરાયેલી સૈન્ય અભિયાનમાં અત્યાર સુધીમાં 66,000 થી વધુ પેલેસ્ટાઇનીઓ માર્યા ગયા છે અને આશરે 1,70,000 અન્ય ઘાયલ થયા છે. મંત્રાલયનું કહેવું છે કે મૃતકોમાંથી લગભગ અડધા મહિલાઓ અને બાળકો છે. બીજી તરફ, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા પ્રસ્તાવિત શાંતિ યોજના પર હમાસે હજી સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી.
આ પણ વાંચો: અમેરિકાએ કતારને આપી સુરક્ષાની ગેરંટી, ઇઝરાયેલ હુમલો કરશે તો USના સૈનિક જવાબી કાર્યવાહી કરશે


