Israel ના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ માફીની વિનંતી કરી, જાણો કારણ
- ઇઝરાયતના ઇતિહાસમાં ક્યારે ના બન્યું હોય તેવી ઘટના ઘટી
- આરોપોથી ઘેરાયેલા વડાપ્રધાને માફી માંગતી અરજી કરી
- આ મામલે રાષ્ટ્રપતિ અંતિમ નિર્ણય લેશે
Netanyahu submits pardon request to Herzog : ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ તેમની સામે ચાલી રહેલા ભ્રષ્ટાચારના કેસ વચ્ચે રાષ્ટ્રપતિ આઇઝેક હર્ઝોગ પાસેથી ઔપચારિક રીતે માફીની વિનંતી કરી છે. ઇઝરાયલના ઇતિહાસમાં આ પહેલી વાર છે જ્યારે કોઈ વર્તમાન વડા પ્રધાને માફી માટે અરજી કરી હોય.
מסר חשוב ממני אליכם >> pic.twitter.com/EwUc8361DJ
— Benjamin Netanyahu - בנימין נתניהו (@netanyahu) November 30, 2025
વડા પ્રધાન કાર્યાલયે નિવેદન જારી કર્યું
રવિવારે વડા પ્રધાન કાર્યાલયે જારી કરેલા એક નિવેદનમાં જણાવાયું છે કે, નેતન્યાહૂએ રાષ્ટ્રપતિ કાર્યાલયના કાનૂની વિભાગને માફીની અરજી સુપરત કરી હતી. રાષ્ટ્રપતિ કાર્યાલયે તેને "અસાધારણ વિનંતી" ગણાવી હતી, અને કહ્યું હતું કે, આ અરજીના "ગંભીર અને દૂરગામી પરિણામો" હોઈ શકે છે. નેતન્યાહૂ ત્રણ અલગ અલગ કેસોમાં છેતરપિંડી, વિશ્વાસઘાત અને લાંચ લેવાના આરોપોનો સામનો કરી રહ્યા છે. તેમના પર રાજકીય તરફેણના બદલામાં માલેતુજાર સમર્થકોને અયોગ્ય લાભો આપવાનો આરોપ છે. તેમને હજુ સુધી કોઈપણ કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા નથી.
ટ્રમ્પ દ્વારા નેતન્યાહૂને માફ કરવાની અપીલ
આ અરજી યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા જાહેરમાં ઇઝરાયલને નેતન્યાહૂને માફ કરવાની અપીલ કર્યાના થોડા અઠવાડિયા પછી આવી છે. નેતન્યાહૂનો કેસ ઘણા વર્ષોથી ચાલી રહ્યો છે, અને તેણે ઇઝરાયલી જનતાને ઊંડે સુધી વિભાજીત કરી દીધી છે. માફી મળવાથી ટ્રાયલ પૂર્ણ કરશે અને આપમેળે બધા આરોપોથી તેઓ મુક્ત થશે.
બધાની નજર રાષ્ટ્રપતિના નિર્ણય પર છે
નેતન્યાહૂની માફી બાદ, બધાની નજર હવે રાષ્ટ્રપતિ આઇઝેક હર્ઝોગ પર છે. તેમની પાસે નિર્ણય લેવાનો અધિકાર છે કે, તેમને સ્વીકારવા, નકારવા અથવા વધુ તપાસ માટે સમિતિની નિમણૂક કરવી કે નહીં. રાષ્ટ્રપતિ કાર્યાલય દ્વારા હજુ સુધી કોઈ અંતિમ નિર્ણય જાહેર કરવામાં આવ્યો નથી.
આ પણ વાંચો ------ તાઇવાનનો શક્તિશાળી 'T-Dome' ચીનની ઊંઘ હરામ કરશે, જાણો શું છે ખાસિયત


