Israel-Yemen Conflict: ઇઝરાયેલનો યમનની રાજધાની સના પર હવાઇ હુમલો, બે લોકોના મોત,પાંચ ગંભીર ઇજાગ્રસ્ત
- ઇઝરાયેલના હવાઇ હુમલા બાદ Israel-Yemen Conflict શરૂ
- ઇઝરાયેલે ગાઝા, સીરિયા બાદ રવિવારે યમન પર કર્યો હુમલો
- હુમલામાં બે લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે
ઇઝરાયેલે ગાઝા, સીરિયા બાદ રવિવારે યમનની રાજધાની સના પર હવાઇ હુમલો કર્યો છે.આ હુમલા અંગે હુથી મીડિયાએ પુષ્ટિ કરી છે. આ હુમલાઓમાં ઇલેક્ટ્રિક પાવર પ્લાન્ટ અને ગેસ સ્ટેશનોને નુકસાન થયું છે. જોકે, ઇઝરાયલે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન જારી કર્યું નથી.હુમલામાં બે લોકોના મોત થયા છે,જ્યારે પાંચ લોકો ઘાયલ થયા છે.
નોંધનીય છે કે તાજેતરમાં હુથી દ્વારા ઇઝરાયેલના જહાજો પર મિસાઇલથી હુમલો કરવામાં આવ્યો તેના જવાબમાં ઇઝરાયેલે મોટો હુમલો યમન પર કર્યો છે. . રવિવારે, સનાના મોટાભાગના રહેણાંક વિસ્તારોમાં વિસ્ફોટો સંભળાયા હતા. હુથી મીડિયા એ દાવો કર્યો હતો કે ઇઝરાયલી હુમલામાં હેઝિયાઝ પાવર પ્લાન્ટ અને ગેસ સ્ટેશન સહિત અનેક સ્થળોને નિશાન બનાવવામાં આવ્યા હતા. જોકે, આ હુમલાઓ અંગે ઇઝરાયલ તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.સ્થાનિક મીડિયા અનુસાર, આ હુમલામાં બે લોકોના મોત થયા છે અને પાંચથી વધુ લોકો ઘાયલ થયા છે. ઘાયલ લોકોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.રાજધાની સનાના રહેવાસીઓનું કહેવું છે કે રાષ્ટ્રપતિ મહેલ અને બંધ લશ્કરી એકેડેમી સહિત સમગ્ર શહેરમાં વિસ્ફોટોના અવાજ સંભળાયા હતા. રાજધાનીના સાબિક સ્ક્વેર નજીક ધુમાડાના ગોટેગોટા ઉંચા જોવા મળ્યા હતા.રાજધાની સનાના એક રહેવાસીએ મીડિયાને જણાવ્યું કે વિસ્ફોટનો અવાજ ખૂબ જ જોરથી હતો, તે દૂરથી સંભળાતો હતો. અન્ય એક રહેવાસીએ જણાવ્યું કે ધરતી ધ્રુજી ઉઠી હતી અને બારીના કાચ તૂટી ગયા હતા.
🎯STRUCK: Multiple military targets belonging to the Houthi terrorist regime in Sanaa, Yemen, including a military site in which the presidency palace is located, the Adar and Hizaz power plants, and a site for storing fuel—all used for the military activity of the Houthi regime.…
— Israel Defense Forces (@IDF) August 24, 2025
Israel-Yemen Conflict લાલ સમુદ્રમાં તણાવની સ્થિતિ
પેલેસ્ટિનિયનો સાથે સંઘર્ષ વધ્યો ત્યારથી, હુથી બળવાખોરો લાલ સમુદ્રમાં ઇઝરાયલને વેપાર નુકસાન પહોંચાડવા માટે ઇઝરાયલના જહાજો પર ડ્રોન અને મિસાઇલોથી સતત હુમલો કરી રહ્યા છે.છેલ્લા બે વર્ષમાં, હુથી બળવાખોરો લાલ સમુદ્રમાં વેપાર કરતા જહાજો પર સતત હુમલો કરી રહ્યા છે. દર વર્ષે લગભગ $1 ટ્રિલિયનનો માલ આ માર્ગ પરથી પસાર થાય છે. નવેમ્બર 2023 અને ડિસેમ્બર 2024 ની વચ્ચે, હુથીઓએ 100 થી વધુ જહાજોને નિશાન બનાવ્યા હતા જેના લીધે ભારે નુકસાન થયું હતું.
Israel-Yemen Conflict અમેરિકા અને હુથી વચ્ચે કરાર
ઇઝરાયલ સાથે વધતા તણાવ પછી, ગયા વર્ષે મે મહિનામાં, અમેરિકાએ હુથીઓ સાથે એક કરાર પર હસ્તાક્ષર કર્યા હતા, જેના હેઠળ જો તે લાલ સમુદ્રમાં હુમલો કરવાનું બંધ કરશે, તો બદલામાં અમેરિકા હવાઈ હુમલા બંધ કરશે. જોકે, હુથીઓએ સ્પષ્ટપણે કહ્યું હતું કે તેઓ ઇઝરાયલ સંબંધિત લક્ષ્યો પર હુમલો કરવાનું ચાલુ રાખશે.
હુથી બળવાખોરો અને ઇઝરાયલી વચ્ચેના સંબધ
હુથી બળવાખોર જૂથ, જેને અંસાર અલ્લાહ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે યમનમાં સક્રિય એક શિયા ઝૈદી ચળવળ છે જે ઇઝરાયલનો સખત વિરોધ કરે છે. તેમનું સૂત્ર "ઇઝરાયલને મોત" છે, અને તેઓ ઇઝરાયલને પેલેસ્ટિનિયનોના જુલમનો મુખ્ય સમર્થક માને છે. આ વૈચારિક અને રાજકીય વિરોધને કારણે, બંને વચ્ચેના સંબંધો અત્યંત તંગ અને પ્રતિકૂળ રહ્યા છે.


