ISRO NISAR Satellite: પૃથ્વીની સપાટી પર નજર રાખવા 'શક્તિશાળી' ઉપગ્રહ લોન્ચ કરાશે, જાણો તેની વિશેષતા
- NISAR ઉપગ્રહનું પ્રક્ષેપણ જુલાઈના અંત સુધીમાં થવાનું છે
- આંધ્રપ્રદેશના શ્રીહરિકોટાથી GSLV રોકેટ દ્વારા લોન્ચ કરવામાં આવશે
- NISAR વાસ્તવમાં ISRO અને NASAનો સંયુક્ત પૃથ્વી નિરીક્ષણ ઉપગ્રહ છે
ISRO NISAR Satellite: પૃથ્વીની સપાટી પર નજર રાખવા અને ભૂકંપ, ભૂસ્ખલન, હિમનદીઓ અને કુદરતી આફતોની આગાહી કરવા માટે, NISAR ઉપગ્રહનું પ્રક્ષેપણ જુલાઈના અંત સુધીમાં થવાનું છે. NISAR વાસ્તવમાં ISRO અને NASAનો સંયુક્ત પૃથ્વી નિરીક્ષણ ઉપગ્રહ છે, જે 20 જુલાઈની આસપાસ ભારતના આંધ્રપ્રદેશના શ્રીહરિકોટાથી GSLV રોકેટ દ્વારા લોન્ચ કરવામાં આવશે. ISROની અમદાવાદ સ્થિત મહત્વપૂર્ણ સંસ્થા SAC એટલે કે સ્પેસ એપ્લિકેશન સેન્ટરે S બેન્ડ રડાર અને NASAની કેલિફોર્નિયા સ્થિત JPL એટલે કે જેટ પ્રોપલ્શન લેબે L બેન્ડ રડાર વિકસાવ્યો છે અને બંનેનો એકસાથે ઉપયોગ કર્યો છે અને NISAR ઉપગ્રહ સાથે જોડાયો છે.
ISRO અને NASA જ નહીં પરંતુ વિશ્વભરના વૈજ્ઞાનિકો ઉત્સુક બન્યા
આ ઉપગ્રહ ડ્યુઅલ ફ્રીક્વન્સી સિન્થેટિક એપરચર રડાર (SAR) એટલે કે S-બેન્ડ અને L-બેન્ડનો ઉપયોગ કરશે. આ ઉપગ્રહની અંદાજિત કિંમત 1.5 બિલિયન (12,500 કરોડ) છે. આ કિંમત મુજબ, NISAR વિશ્વનો સૌથી મોંઘો પૃથ્વી-ઇમેજિંગ ઉપગ્રહ હશે. ભારતના ISRO-SAC અને અમેરિકાના NASA-JPL વચ્ચે NISAR ઉપગ્રહના પ્રક્ષેપણ માટે વાતચીત 2012 માં શરૂ થઈ હતી. 2014 માં, NISAR ઉપગ્રહના પ્રક્ષેપણ માટે ISRO અને NASA વચ્ચે ભાગીદારી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા, જે મુજબ NISAR ઉપગ્રહમાં બે રડાર સ્થાપિત કરવા માટે સંમતિ આપવામાં આવી હતી, જેમાંથી એક રડાર અમદાવાદ સ્થિત SAC માં અને બીજો રડાર કેલિફોર્નિયા સ્થિત JPL માં તૈયાર કરવાનો હતો. NISAR ઉપગ્રહના સફળ પ્રક્ષેપણથી પૃથ્વીના પર્યાવરણને સમજવામાં અને કુદરતી આફતો વિશેની માહિતી મેળવવામાં મદદ મળશે, જેના વિશે માત્ર ISRO અને NASA જ નહીં પરંતુ વિશ્વભરના વૈજ્ઞાનિકો ઉત્સુક બન્યા છે.
NISAR ઉપગ્રહ માટે ISRO અને NASA વચ્ચે કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા
NISAR ઉપગ્રહ માટે ISRO અને NASA વચ્ચે કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. તે સમયથી આ મિશન સાથે સંકળાયેલા અમદાવાદ સ્થિત SAC એટલે કે સ્પેસ એપ્લિકેશન સેન્ટરના ડિરેક્ટર ડૉ. નિલેશ દેસાઈએ જણાવ્યું હતું કે NISAR ઉપગ્રહમાં બે રડાર છે. કરાર અનુસાર, ભારતે જે એક રડાર તૈયાર કરવાનું હતું તે SAC માં જ તૈયાર કરવામાં આવ્યું છે. બીજું રડાર JPL દ્વારા કેલિફોર્નિયામાં તૈયાર કરવામાં આવ્યું છે. હવે બંને રડાર સાથેનો ઉપગ્રહ શ્રીહરિકોટામાં લોન્ચ માટે તૈયાર છે. જુલાઈના અંત સુધીમાં, NISAR ઉપગ્રહ લોન્ચ કરવામાં આવશે, જેના દ્વારા ભારત અને અમેરિકા આગામી એકથી ત્રણ મહિનામાં લક્ષ્ય નિર્ધારિત દિશામાં ડેટા પ્રાપ્ત કરવાનું શરૂ કરશે.
ભારતે 12 વર્ષની સખત મહેનત પછી 2012 માં તેનું પહેલું સક્રિય રડાર લોન્ચ કર્યું
અમદાવાદ સ્થિત SAC એટલે કે સ્પેસ એપ્લિકેશન સેન્ટરના ડિરેક્ટર ડો. નિલેશ દેસાઈએ જણાવ્યું હતું કે, ભારતે 12 વર્ષની સખત મહેનત પછી 2012 માં તેનું પહેલું સક્રિય રડાર લોન્ચ કર્યું હતું, જે સાડા ચાર વર્ષ સુધી કામ કર્યું હતું. ભારતની આ સફળતા પછી, NASA અને JPL ભારત આવ્યા અને ISRO અને SAC સાથે ભાગીદારીમાં મિશન વિશે વાતચીત શરૂ કરી અને કહ્યું કે તેમની પાસે નવી રડાર ટેકનોલોજી છે. તે સમયે, ભારતનું રડાર SAR એટલે કે સિન્થેટિક એપરચર રડાર ટેકનોલોજી પર આધારિત હતું, પરંતુ NASA પાસે આધુનિક સ્વીપ સિન્થેટિક એપરચર રડાર ટેકનોલોજી હતી અને તેમની પાસે તેનું પેટન્ટ હતું. રડાર એકસાથે સારું રિઝોલ્યુશન અને કવરેજ પૂરું પાડતું નથી, પરંતુ NASA પાસે આના ઉકેલ તરીકે સ્વીપ સિન્થેટિક એપરચર રડાર ટેકનોલોજી હતી.
આ પણ વાંચો: Gujarat Heavy Rain: હવામાન નિષ્ણાંત Ambalal Patel એ કરી ભુક્કા બોલાવતી આગાહી


