Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Giorgia Meloni ની આપત્તિજનક તસ્વીરો વાયરલ, વેબસાઇટ સામે ભારે લોકરોષ

Giorgia Meloni : બંધ કરવામાં આવેલા ફેસબુક એકાઉન્ટ પરથી ઇટલીના નાગરિકોની પત્નીઓની આપત્તિજનક તસ્વીરો શેર કરવામાં આતવી હતી
giorgia meloni ની આપત્તિજનક તસ્વીરો વાયરલ  વેબસાઇટ સામે ભારે લોકરોષ
Advertisement
  • ઇટલીના પીએમની આપત્તિજનક તસ્વીરો વાયરલ
  • ફિકા નામની વેબસાઇટ દ્વારા તસ્વીરો ચોરી કરીને મુકાઇ
  • સોશિયલ મીડિયા પરથી તસ્વીરો ઉઠાવીને બનાવટી બનાવાઇ

Giorgia Meloni : ઇટાલીની પ્રધાનમંત્રી જ્યોર્જિયા મેલોન (Italy PM - Giorgia Meloni) ની આપત્તિજનક તસ્વીરો વાયરલ થઇ છે. જેને જોતા ઇટલીના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. એક વેબસાઇટ દ્વારા અનેક વીઆઇપી લોકોને ટાર્ગેટ કરવામાં આવ્યા છે. મેલોની અને તેની બહેન એરિયાના સહિત ઇટલીની અનેક મહિલાઓની આપત્તિજનક તસ્વીરો વેબસાઇટ પર અપલોડ કરવામાં આવી છે. જેમાં તેમના પર ભેદભાવભરી ટીપ્પણીઓ કરવામાં આવી રહી છે. આ મામલે લોકરોષ વધતા પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. હવે આ મામલે કેટલા સમયમાં કસુરવારો પર કાર્યવાહી થાય છે, તેના પર સૌ કોઇની નજર રહેશે.

Advertisement

સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાંથી ચોરી કરી

જ્યોર્જિયા મેલોની (Italy PM - Giorgia Meloni) ઇટલીની પ્રધાનમંત્રી છે. તેમની રાજકીય રેલીયો, ઇન્ટરવ્યુ, રજા ગાળવાના સમયગાળા દરમિયાન સહિતની અનેક તસ્વીરો ફીકા નામની વેબસાઇટ પર અપલોડ થઇ છે. આ વેબસાઇટના 7 લાખથી વધુ સબસ્ક્રાઇબર છે. આ વેબસાઇટ સામે આરોપ છે કે, તેણે પ્રધાનમંત્રી મેલોની, તેની બહેન અને અન્ય મહિલાઓની તસ્વીરો તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાંથી ચોરી કરી છે, અને તેને એડિટ કરીને વેબસાઇટના વીઆઇપી સેક્શનમાં મુકવામાં આવી છે. બાદમાં આ તસ્વીરો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઇ છે.

Advertisement

વળતી જવાબી કાર્યવાહીના ભાગરૂપે

એક ચર્ચા અનુસાર, 7 દિવસ પહેલા મેટા દ્વારા મિયા મોગ્લી (Mia Moglie) નામનું ફેસબુક એકાઉન્ટ બંધ કરી દીધું હતું. તે બાદ વેબસાઇટ પર પ્રધાનમંત્રીની આપત્તિજનક તસ્વીરો અપલોડ થઇ હોવાનું સામે આવ્યું છે. આ કાર્યવાહીને મિયા મોગ્લીના એકાઉન્ટ બંધ કરાવ્યા બાદ વળતી જવાબી કાર્યવાહીના ભાગરૂપે જોવામાં આવી રહી છે. બંધ કરવામાં આવેલા ફેસબુક એકાઉન્ટ પરથી ઇટલીના નાગરિકોની પત્નીઓની આપત્તિજનક તસ્વીરો શેર કરવામાં આતવી હતી. જે બાદ મેટાએ કાર્યવાહી કરી હતી.

વર્ષ 2005 માં એક વેબસાઇટ શરૂ કરવામાં આવી

ઇટલી ભાષામાં ફિકા શબ્દને અપશબ્દ અને આપત્તિજનક ગણવામાં આવે છે. આ નામથી વર્ષ 2005 માં એક વેબસાઇટ શરૂ કરવામાં આવી હતી. જેના વિરોધમાં વામપંથી ડેમોક્રેટિક પાર્ટીએ પોલીસ ફરિયાદ આપી હતી. ફરિયાદી વેલેરિયા કૈમ્પાગ્ના હતી, કારણકે તેમની તસ્વીરો પણ વેબસાઇટ પર હતી.

આ પણ વાંચો ----- Russia-ukraine War: રશિયાએ કિવ પર મિસાઈલ હુમલો કરતાં EU બિલ્ડિંગને નુકસાન, 14થી વધુ લોકોના મોત 50થી વધુ ઘાયલ

Tags :
Advertisement

.

×