Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ઇટાલીના PM Giorgia Meloni એ PM મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી,સોશિયલ મીડિયા પર તસવીર શેર કરીને લખ્યો ખાસ સંદેશ!

ઇટાલીના પ્રધાનમંત્રી Giorgia Meloni એ પીએમ મોદી સાથે એક સેલ્ફી તસવીર શેર કરીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી
ઇટાલીના pm giorgia meloni એ pm મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી સોશિયલ મીડિયા પર તસવીર શેર કરીને લખ્યો ખાસ સંદેશ
Advertisement
  • ઇટાલીના વડાપ્રધાન Giorgia Meloni એ પણ PM મોદીને જન્મદિવસની ખાસ શુભેચ્છા પાઠવી
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો75મો જન્મદિવસ દેશ અને વિદેશમાં ગુંજી રહ્યો છે
  • વિશ્વના ટોચના નેતાઓએ પીએમ મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો75મો જન્મદિવસ દેશ અને વિદેશમાં ગુંજી રહ્યો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પથી લઈને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સુધી ઘણા વિશ્વના ટોચના નેતાઓએ પીએમ મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ પણ PM મોદીને જન્મદિવસની ખાસ શુભેચ્છા પાઠવી છે.ઇટાલીના પ્રધાનમંત્રીએ પીએમ મોદી સાથે એક સેલ્ફી શેર કરી, તેમને જન્મદિવસની શુભેચ્છા પાઠવી. મેલોનીની પોસ્ટ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહી છે.

PM Giorgia Meloni એ ખાસ સંદેશ સાથે PM મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી

Advertisement

દેશના સૌથી લોકપ્રિય નેતા અને ભારતના વડાપ્રધાન નરેન્દ્રમોદીના જન્મદિવસ પર ઇટાલીના PM મેલોનીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ અપલોડ કરીને લખ્યું "ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને 75મા જન્મદિવસની શુભકામનાઓ. તેમની શક્તિ, સમર્પણ અને લાખો લોકોનું નેતૃત્વ કરવાની ક્ષમતા પ્રેરણાનો એક મહાન સ્ત્રોત છે." મેલોનીએ કહ્યું, "હું તેમને સારા સ્વાસ્થ્ય અને ઉર્જા માટે શુભેચ્છા પાઠવું છું કારણ કે તેઓ ભારતને ઉજ્જવળ ભવિષ્ય તરફ દોરી જાય છે, બંને દેશો વચ્ચેના સંબંધોને મજબૂત બનાવે છે.

Advertisement

PM Giorgia Meloni  સહિત  વિશ્વના ટોચના નેતાઓએ PM મોદીને જન્મદિવસને આપી શુભકામના

નોંધનીય છે કે વિશ્વના ટોચના સુપ્રીમ લીડરોએ ભારતના વડાપ્રધાન નરેન્દ્રમોદીના જન્મદિવસની શુભકામના પાઠવી હતી, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ ફોન કરીને ખાસ PM મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. આ ઉપરાંત રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પણ પીએમ મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી. પુતિને લખ્યું, "તમારા માર્ગદર્શન હેઠળ, ભારતે સામાજિક, આર્થિક, વૈજ્ઞાનિક અને તકનીકી ક્ષેત્રોમાં નોંધપાત્ર પરિણામો પ્રાપ્ત કર્યા છે. તમે ભારત અને રશિયા વચ્ચેના સંબંધોને મજબૂત બનાવવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. હું બંને દેશો વચ્ચેના ગાઢ સંબંધોની પ્રશંસા કરું છું. અમે આ ભાગીદારીને વધુ મજબૂત બનાવીશું.

આ પણ વાંચો:  PM Modi Birthday: Donald Trump એ PM Modi ના જન્મદિવસ પર ફોન કર્યો, જાણો શું મળ્યો વળતો જવાબ

Tags :
Advertisement

.

×