ITR ફાઇલ કરવાની તારીખ લંબાવવામાં આવી,છેલ્લી તારીખ જાણી લો નહીંતર દંડ ભરવો પડશે!
- ITR ફાઇલ કરવાની તારીખ વધારવામાં આવી
- ITR ફાઇલ કરવાની છેલ્લી તારીખ 15 સપ્ટેમ્બર 2025 કરાઇ
- 25 ઓગસ્ટ સુધી ફક્ત 3.68 કરોડ રિટર્ન ફાઇલ થયા
આવકવેરા રિટર્ન (ITR) ફાઇલ કરનારા માટે મોટા સમાચાર છે, ITR ફાઇલ કરવાની તારીખ લંબાવવામાં આવી છે. નાણાકીય વર્ષ 2024-25 માટે ITR ફાઇલ કરવાની છેલ્લી તારીખ 15 સપ્ટેમ્બર 2025 નક્કી કરવામાં આવી છે.જો તમે હજુ સુધી તમારું રિટર્ન ફાઇલ કર્યું નથી, તો તેમાં વિલંબ ન કરતા. આવકવેરા વિભાગની વેબસાઇટ અનુસાર, 25 ઓગસ્ટ સુધી ફક્ત 3.68 કરોડ રિટર્ન ફાઇલ કરવામાં આવ્યા છે.આમાંથી લગભગ 3.54 કરોડની ચકાસણી કરવામાં આવી છે અને 2.30 કરોડની પ્રક્રિયા કરવામાં આવી છે. જ્યારે ગયા વર્ષે સમગ્ર નાણાકીય વર્ષમાં 9 કરોડથી વધુ રિટર્ન ફાઇલ કરવામાં આવ્યા હતા. આનો અર્થ એ છે કે હજુ પણ કરોડો લોકો ITR ફાઇલ કરવા માટે બાકી છે.
ITR છેલ્લી તારીખમાં ભરવામાં આવે તો આ સમસ્યા આવી શકે છે
રિટર્ન ફાઇલ કરનારાઓએ વહેલા ITRભરવું જોઈએ, નહીં તો છેલ્લા દિવસોમાં મોટી સમસ્યા ઊભી થઈ શકે છે. કારણ કે, જ્યારે લોકો અચાનક ITR ફાઇલ કરે છે, ત્યારે તેમને સર્વર ડાઉન જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.
ITR ફાઇલ કરવાની પહેલા અંતિમ તારીખ 31 ઓગસ્ટ હતી
આ વખતે સરકારે ITRભરવાની અંતિમ તારીખ લંબાવી હતી. અગાઉ છેલ્લી તારીખ 31 ઓગસ્ટ હતી, જે હવે 15 સપ્ટેમ્બર સુધી લંબાવવામાં આવી છે. આ અંતિમ તારીખ એવા કરદાતાઓ માટે છે જેમને ઓડિટની જરૂર નથી. એટલે કે, મોટાભાગના પગારદાર વર્ગના લોકોએ આ તારીખ સુધીમાં ITR ફાઇલ કરવી પડશે. જે કરદાતાઓએ ઓડિટ કરાવવું પડે છે, તેમના માટે અંતિમ તારીખ 31 ઓક્ટોબર છે.
1 થી 5 કરોડ કમાતા લોકો ટોચ પર છે
જો આપણે આંકડાઓ પર નજર કરીએ તો, દેશમાં 1 કરોડ રૂપિયાથી વધુ કમાણી કરનારા લોકોની સંખ્યા ઝડપથી વધી રહી છે. 31 માર્ચ, 2025 સુધીમાં, 10 કરોડ રૂપિયાથી વધુ આવક ધરાવતા 10,814 લોકોએ રિટર્ન ફાઇલ કર્યા હતા. તે જ સમયે, 5 થી 10 કરોડની આવક ધરાવતા 16,797 લોકો અને 1 થી 5 કરોડની આવક ધરાવતા લગભગ 2.97 લાખ લોકોએ ITR ફાઇલ કર્યું.
12 લાખ સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં
ટેક્સ સ્લેબમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે. નવી કર વ્યવસ્થામાં, હવે 12 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં. પગારદાર લોકોને 75 હજાર રૂપિયાનો સ્ટાન્ડર્ડ ડિડક્શન પણ મળશે. એટલે કે, 12.75 લાખ રૂપિયા સુધીની આવક કરમુક્ત રહેશે. તે જ સમયે, 20 થી 24 લાખ રૂપિયાની આવક ધરાવતા લોકો પર 25% ટેક્સનો નવો સ્લેબ લાગુ થશે. આવકવેરા વિભાગ તમારા દરેક મોટા વ્યવહાર પર નજર રાખે છે. તમારા ખાતાની વિગતો બેંક દ્વારા કર વિભાગ સુધી પહોંચે છે. ઉદાહરણ તરીકે, જો તમે બચત ખાતામાં 10 લાખથી વધુ રોકડ જમા કરો છો અથવા મોટી FD-RD રોકડમાં કરાવો છો, તો તેની માહિતી સીધી કર વિભાગને જાય છે.
આ પણ વાંચો: EPFO 3.0 ટૂંક સમયમાં થશે લોન્ચ, 8 કરોડ કર્મચારીઓને મળશે આ લાભો!


