Jagannath Rathyatra 2025: અમદાવાદમાં ભગવાન જગન્નાથની નેત્રોત્સવ વિધિ, નિજમંદિર ખાતે સાધુ સંતોનો ભંડારો યોજાશે
- મામાના ઘરેથી નિજ મંદિર પરત ફર્યા ભગવાન જગન્નાથ
- આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ રહ્યા હાજર
- અમદાવાદમાં રથયાત્રા વર્ષો જૂની પરંપરા: ઋષિકેશ પટેલ
Jagannath Rathyatra 2025: અમદાવાદમાં ભગવાન જગન્નાથની નેત્રોત્સવ વિધિ યોજવામાં આવી છે. જેમાં મામાના ઘરેથી નિજ મંદિર ભગવાન જગન્નાથ પરત ફર્યા છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ હાજર રહ્યા છે. ત્યારે ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે અમદાવાદમાં રથયાત્રા વર્ષો જૂની પરંપરા છે. વૈદિક મંત્રોચ્ચાર સાથે ભગવાનની આંખે પાટા બંધાશે. મામાના ઘરેથી પરત ફરતા ભગવાનને આંખો આવે તેવી લોકવાયકા છે. ભગવાનને આંખો આવી જતા નેત્રોત્સવ વિધિ કરાય છે.
બપોરે નિજમંદિર ખાતે સાધુ સંતોનો ભંડારો યોજાશે
નેત્રોત્સવ વિધિ બાદ ધ્વજારોહણ કરવામાં આવશે. ધ્વજા રોહણમાં કેન્દ્રીય મંત્રી સીઆર પાટીલ હાજર રહેશે. તેમજ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, મેયર પ્રતિભા જૈન હાજર રહ્યાં છે. તથા પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ ઉપસ્થિત રહેશે. ભારતભરમાંથી આવેલા સાધુ સંતોનું સન્માન કરવામાં આવશે. તથા બપોરે નિજમંદિર ખાતે સાધુ સંતોનો ભંડારો યોજાશે. અમદાવાદ રથયાત્રા પૂર્વે જગન્નાથ મંદિરમાં વિશેષ ભંડારાનું આયોજન કરાયુ છે. ભગવાન મોસાળથી નિજ મંદિર પરત આવ્યાની ખુશીમાં ભંડારો યોજાય છે. ભંડારમાં કાળી રોટી સફેદ દાળ એટલે માલપુઆ દૂધપાકનું વિશેષ મહત્વ છે. 5000 લિટર દૂધનો દૂધપાક 600 કિલો પુરી 900 કિલો ભજીયા 600 કિલો ભાત તૈયાર કરવામાં આવ્યો છે. ભંડારમાં મોટી સંખ્યામાં સાધુ સંતો અને ભક્તો પ્રસાદ ગ્રહણ કરશે.
3,200 જેટલા CCTV કેમેરાથી સર્વેલન્સ ગોઠવવામાં આવ્યું
અમદાવાદમાં રથયાત્રામાં ભગવાન જગન્નાથને જોવા લાખો ભક્તો આવે છે. તેમની સુરક્ષા માટે કડક પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવતો હોય છે.અમદાવાદની રથયાત્રામાં બેંગ્લોર જેવી ઘટના ના બને તે માટે પણ મદદ લેવામાં આવશે. ભીડમાં દોડાદોડથી કોઈ દુર્ઘટના ના બને તેની પણ કાળજી રાખવામાં આવશે. આ વખતે રથયાત્રામાં 20,000 જેટલા પોલીસ કર્મચારીઓ બંદોબસ્તમાં તૈનાત રહેશે. આજે સવારે પોલીસે રથયાત્રાના રૂટ પર નિરીક્ષણ કર્યું હતું. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આ વખતે 45 ડ્રોન દ્વારા સમગ્ર રથયાત્રા પર નજર રાખવામાં આવશે. સમગ્ર રૂટ પર 17,500 જેટલા પોલીસ કર્મીઓ ખડેપગે રહેવાના છે. 3,200 જેટલા CCTV કેમેરાથી સર્વેલન્સ ગોઠવવામાં આવ્યું છે.
આ પણ વાંચો: Rain in Gujarat: 24 કલાકમાં 142 તાલુકામાં વરસ્યો વરસાદ, જાણો ભારે મેઘની ક્યા છે આગાહી


