Jagannath Temple Dilipdasji : પ્રયાગરાજ ગયા વગર પણ મળી શકે છે મહાકુંભનું પુણ્ય
- પ્રયાગરાજમાં ગુજરાત ફર્સ્ટનું 'મહાકુંભથી મહાકવરેજ'
- ગંગા, સરસ્વતી, યમુના, ભજન, ભકિત, ભાવનુ સંગમ એટલે મહાકુંભ
- ત્રિવેણી સંગમ સ્થિત કુંભનો બહુ મોટો સુમેળ ભેગો થયો છે: દિલીપદાસજી
Prayagraj Mahakumbh: મહાકુંભનો આજે 15મો દિવસ છે. ઉત્તરપ્રદેશના પ્રયાગરાજથી ગુજરાત ફર્સ્ટનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ તમારી સમક્ષ રજૂ કરાઇ રહ્યો છે. તેમાં પ્રયાગરાજમાં ગુજરાત ફર્સ્ટનું 'મહાકુંભથી મહાકવરેજ' ચાલી રહ્યું છે. ગંગા, સરસ્વતી, યમુનાના સંગમ સાથે ભજન, ભકિત, ભાવનુ સંગમ એટલે મહાકુંભ. જેમાં અમદાવાદના સાધુ દિલીપદાસજી પ્રયાગરાજની મુલાકાતે છે તેમાં દિલીપદાસજી મહારાજ સાથે ગુજરાત ફર્સ્ટ દ્વારા ખાસ વાતચીત કરવામાં આવી છે.
સમુદ્ર મંથન બાદ અમૃત કુંભના બુંદ પ્રયાગરાજ પર પડ્યા: જગન્નાથ મંદિરના પૂજારી દિલીપદાસજી
ઉત્તરપ્રદેશના પ્રયાગરાજથી ગુજરાત ફર્સ્ટ સાથે અમદાવાદમાં આવેલ જમાલપુર ખાતેના જગન્નાથ મંદિરના પૂજારી દિલીપદાસજી મહારાજે વાત કરી છે. જેમાં જગન્નાથ મંદિરના પૂજારી દિલીપદાસજી મહારાજે જણાવ્યું છે કે ત્રિવેણી સંગમ સ્થિત કુંભનો બહુ મોટો સુમેળ ભેગો થયો છે. સમુદ્ર મંથન બાદ અમૃત કળશના બુંદ પ્રયાગરાજ પર પડ્યા હતા અને હરીદ્વાર, નાસીક અને ઉજ્જૈન પર પણ પડ્યા હતા. દરેક બાર વર્ષે આ દરેક જગ્યાએ કુંભનો મેળો લાગતો હોય છે. આ વર્ષે આ મહાકુંભ અમૃતકુંભ તરીકે પ્રયાગરાજમાં યોજાઇ રહ્યો છે. અનેક લોકો મહાકુંભની આસ્થાના કેન્દ્ર સાથે જોડાયેલા છે.
ઉત્સવમાં ના આવી શકે તો પ્રસાદ ગ્રહણ કરીને પોતાને કૃતાર્થ કરી શકે છે
આટલા બધા કુંભ થયા પણ આ મહાકુંભમાં ઘણી મોટી સંખ્યામાં લોકો આવી રહ્યાં છે. જેમાં માનવીઓ પોતાના માનવ જીવનને આ મહાકુંભમાં આવી સ્નાન કરી પોતાના જીવનને કૃતાર્થ કરી રહ્યાં છે. 15-20 કિલોમીટર ચાલીને લોકો આવી રહ્યાં છે તે તેમની આસ્થા છે. આ મહાકુંભમાં સંતો પણ આવી રહ્યાં છે.
મહાકુંભમાં હવે મોની અમાવસ્યાનું સ્નાન આવશે
મહાકુંભમાં હવે મોની અમાવસ્યાનું સ્નાન આવશે ત્યારે મોટી સંખ્યામાં ભક્તો આવી રહ્યા છે. તેમજ ત્યારબાદ વસંતપંચમી પર પણ સ્નાનું મહત્વ રહેલું છે. જે લોકો આ મહાકુંભમાં કોઇ કારણોસર આવી નથી શક્યા તેમને મહાકુંભ ઉત્સવનું પુણ્ય કેવી રીતે મળશે તેના જવાબમાં દિલીપદાસજી મહારાજે જણાવ્યું કે કોઇ આસપાસ કે ઓળખાણમાં વ્યક્તિ અહિ આવ્યા હોય તે અહિંથી જળ લઇ તેની એક બુંદ પણ મળી જાય તો તેનું પુણ્ય મળી શકે છે. જેમકે આપણા હિન્દુ ધર્મમાં કોઇ ઉત્સવ યોજાય ત્યારે પ્રસાદ આપવામાં આવે છે અને કોઇ તે ઉત્સવમાં ના આવી શકે તો પ્રસાદ ગ્રહણ કરીને પોતાને કૃતાર્થ કરી શકે છે.
આ પણ વાંચો: Mahakumbh: કિન્નરોને આ વખતે મહાકુંભમાં સ્થાન અને સુવિધા મળી છે: કનકેશ્વરીનંદગીરી દેવી