Gujarat BJP નું સુકાન સંભાળતા જ જગદીશ વિશ્વકર્મા એક્શનમાં, જાણો સમગ્ર માહિતી
- Gujarat BJP: આજથી 17 ઓક્ટોબર દરમિયાન જગદીશ વિશ્વકર્મા કરશે ગુજરાત પ્રવાસ
- મા અંબાના ચરણોમાં શીશ ઝુકાવીને પ્રવાસનો પ્રારંભ કર્યો
- ગુજરાત પ્રવાસ દરમિયાન 6 મહાસંમેલનમાં કાર્યકરોને કરશે સંબોધન
Gujarat BJP: ભારતીય જનતા પાર્ટી નવ નિયુક્ત પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માનો અંબાજીથી ગુજરાતનો સંગઠનાત્મક પ્રવાસ શરૂ થયો છે. જેમાં પ્રદેશ પ્રમુખ 10 થી તા.17 ઓક્ટોબર દરમ્યાન ગુજરાત પ્રવાસ કરશે. જેમાં 06 જેટલા મહાસંમેલનોમાં કાર્યકર્તાઓને સંબોધન કરશે. યાત્રા દરમ્યાન આવતા અનેક ધાર્મિક સ્થળોએ દર્શન પણ કરશે. વિશેષમાં અભિવાદન માટે શુભેચ્છકો ફૂલહાર, ફૂલબુકે અથવા તો મોમેન્ટો ભેટ સ્વરૂપે આપે છે પરંતુ એક નવી પહેલ થકી પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા મહાસંમેલન તેમજ અભિવાદનમાં વિધ્યાભ્યાસના ચોપડા તેમજ પુસ્તકો સ્વીકારશે તેમજ આ તમામ ચોપડા જરૂરિયાતમંદ બાળકો/વિદ્યાર્થીઓને વિતરણ કરવામાં આવશે.
જગદીશ વિશ્વકર્માએ અંબાજી માતાજીનાં મંદિરે દર્શન કર્યા
આજે સવારે ભારતીય જનતા પાર્ટી નવ નિયુક્ત પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ અંબાજી માતાજીનાં મંદિરે દર્શન કર્યા છે. ત્યારબાદ પાલનપુર ખાતે કાર્યકર્તા મહાસંમેલન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. તથા પાલનપુર ખાતે બનાસકાંઠા જિલ્લા આગેવાનો સાથે ભોજન લઈ સિદ્ધપુર જવા રવાના થશે. સિદ્ધપુર, મહેસાણાથી કલોલ સુધી યાત્રા દરમ્યાન આવતા અનેક ગામોમાં કાર્યકર્તાઓનું અભિવાદન જીલશે. મહેસાણા જિલ્લાના ઊંઝા ખાતે ઉમિયા માતાજીના મંદિરે દર્શન કરશે. ત્યારબાદ ગાંધીનગર જિલ્લાના કલોલ ખાતે બજારની દુકાનોમાં GST માં રાહતને અનુલક્ષીને સ્ટિકર ચોંટાડવાના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.
Banaskantha | Ambaji Temple માં પ્રદેશ પ્રમુખ Jagdish Vishwakarma એ દર્શન કર્યા | Gujarat First
Gujarat BJP નું સુકાન સંભાળતા જ Jagdish VishwaKarma એક્શનમાં
જગદીશ વિશ્વકર્માએ અંબાજીથી કરી સંગઠનાત્મક પ્રવાસની શરૂઆત
અંબાજી મંદિરમાં પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ દર્શન માટે… pic.twitter.com/DsyhOExyxJ— Gujarat First (@GujaratFirst) October 10, 2025
Gujarat BJP: જાણો સમગ્ર કાર્યક્રમ વિશે વિગતવાર
કાર્યક્રમ 1
અંબાજી ખાતે જગતજનની મા અંબાના દર્શન અને પૂજન
સવારે 9:00 કલાકે
અંબાજી, જિ.બનાસકાંઠા
કાર્યક્રમ 2
બનાસકાંઠા જિલ્લા ભાજપ પરિવાર દ્વારા આયોજિત અભિવાદન સમારોડ
સવારે 11:00 કલાકે
શ્રી બનાસ કમલમ' જિલ્લા કાર્યાલયની સામે, પાલનપુર, જિ.બનાસકાંઠા
કાર્યક્રમ 3
કાર્યકર્તાઓ દ્વારા સ્વાગત-અભિવાદન
બપોરે 2:00 કલાકે
ગંગોત્રી હોટલ, પાલનપુર ડાઈવે, સિદ્ધપુર, જિ.પાટણ
કાર્યક્રમ 4
ઉમિયા માતાજીના મંદિરે દર્શન તથા કાર્યકર્તાઓ દ્વારા અભિવાદન
બપોરે 3:00 કલાકે
ઉમિયા માતાજી સંસ્થાન, ઊંઝા, જિ.મહેસાણા
કાર્યક્રમ 5
કાર્યકર્તાઓ દ્વારા સ્વાગત-અભિવાદન
સાંજે 4:00 કલાકે
રાધનપુર ચાર રસ્તા, મહેસાણા
કાર્યક્રમ 6
GST બચત ઉત્સવ અંતર્ગત દુકાનો પર સ્ટીકર લગાવવાનો કાર્યક્રમ
સાંજે 5:30 કલાકે
કલોલ મેઈન ગેટ બજાર, કલોલ, જિ.ગાંધીનગર
કાર્યક્રમ 7
'મેરા દેશ પહેલે' કાર્યક્રમમાં ઉપસ્થિતિ
સાંજે 7:15 કલાકે
ગિફ્ટ સીટી ગાંધીનગર.
આ પણ વાંચો: Karwa Chauth 2025: કરવા ચોથ આજે છે, ચંદ્રની પૂજા અને અર્ધ્ય અર્પણ કરવાનું શુભ મુહૂર્ત જાણો


