Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Jaipur News : લોરેન્સ ગેંગની ધમકીઓ પછી પણ સુરક્ષા કેમ ન અપાઈ? સુખદેવની હત્યા પર પોલીસનો મોટો ખુલાસો...

રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રમુખ સુખદેવ સિંહ ગોગામેડીને દિવસે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. હત્યાના સમાચાર મળતા જ જયપુરના રસ્તાઓ પર વિરોધ પ્રદર્શન શરૂ થઈ ગયું હતું. બીકાનેરના રહેવાસી રોહિત ગોદારાએ આ હુમલાની જવાબદારી લીધી છે, જે લોરેન્સ બિશ્નોઈ...
jaipur news   લોરેન્સ ગેંગની ધમકીઓ પછી પણ સુરક્ષા કેમ ન અપાઈ  સુખદેવની હત્યા પર પોલીસનો મોટો ખુલાસો
Advertisement

રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રમુખ સુખદેવ સિંહ ગોગામેડીને દિવસે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. હત્યાના સમાચાર મળતા જ જયપુરના રસ્તાઓ પર વિરોધ પ્રદર્શન શરૂ થઈ ગયું હતું. બીકાનેરના રહેવાસી રોહિત ગોદારાએ આ હુમલાની જવાબદારી લીધી છે, જે લોરેન્સ બિશ્નોઈ ગેંગનો સભ્ય છે. આ હુમલા બાદ રાજસ્થાન સરકાર અને સ્થાનિક પ્રશાસન પર 5 મોટા સવાલો ઉઠી રહ્યા છે.

પોલીસે ઘટના અંગે માહિતી આપી

પોલીસ આયુક્ત બીજૂ જોર્જ જોસેફે કહ્યું કે, 'ત્રણ લોકો આવ્યાં હતાં અને તેમણે સુખદેવ સિંહને મળવા મળવા માટે કહ્યું હતું. પરવાનગી મળ્યાં બાદ તેઓ અંદર ગયાં અને સુખદેવ સિંહ સાથે આશરે 10 મિનિટ સુધી તેમની સાથે વાતચીત કરી. આ બાદ અચાનક સુખદેવ સિંહ પર આરોપીઓે ફાયરિંગ શરૂ કરી દીધી. સુખદેવ સિંહનું ઘટનાસ્થળ પર જ મૃત્યુ થઈ ગયું. ઘટનામાં તેમનો એક સુરક્ષાગાર્ડ પણ ઘાયલ થયો જેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ સાથેની અથડામણ દરમિયાન એક આરોપી નવીન શેખાવતનું એન્કાઉંટર પણ કરવામાં આવ્યું છે. સંપૂર્ણ ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે.'

Advertisement

Advertisement

1. ધમકી વિશે જાણ્યા પછી પણ પોલીસે સુરક્ષા કેમ ન આપી?

કરણી સેનાથી અસંતોષ બાદ સુખદેવ સિંહે રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાની રચના કરી. આ સમય દરમિયાન તેને લોરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી સતત ધમકીઓ મળી રહી હતી. આ સમયગાળા દરમિયાન સુખદેવ સિંહે ઘણી વખત રાજ્ય સરકાર પાસે સુરક્ષાની માંગણી કરી હતી, પરંતુ ગેહલોત સરકારે તેમની માંગની અવગણના કરી હતી. હવે સવાલ એ ઊભો થાય છે કે સુરક્ષાની માંગણી કર્યા પછી પણ સુખદેવ સિંહને સુરક્ષા કેમ આપવામાં ન આવી?

2. દિવસના અજવાળામાં હત્યા કેવી રીતે થઈ? ક્યાં હતી સ્થાનિક પોલીસ?

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સુખદેવ સિંહે સ્થાનિક પોલીસ પ્રશાસન પાસે સુરક્ષાની માંગણી પણ કરી હતી, પરંતુ પોલીસે તેમની માંગની પણ અવગણના કરી હતી. આ સાથે જ સ્થાનિક પ્રશાસન પર સવાલો ઉઠી રહ્યા છે કે રાજસ્થાનની રાજધાનીમાં બદમાશોએ આટલી મોટી ઘટનાને કેવી રીતે અંજામ આપ્યો અને સશસ્ત્ર હુમલાખોરો શહેરમાં કેવી રીતે ઘૂસ્યા? આ સમય દરમિયાન સ્થાનિક પોલીસ ક્યાં હતી?

3. આટલો મોટો ગુનો કરીને હત્યાનો આરોપી કેવી રીતે ફરાર થયો?

સુખદેવ સિંહનો તેમના સમાજ પર ઘણો પ્રભાવ હતો. સ્કોર્પિયોમાં આવેલા બદમાશોએ ઘરમાં ઘૂસીને સુખદેવ સિંહ પર 17 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ પછી તેઓ વાદળી રંગના સ્કૂટર પર ભાગવામાં સફળ રહ્યા હતા. ફરી સ્થાનિક વહીવટીતંત્ર આના પર સવાલો હેઠળ! કેવી રીતે ચાર ગુનેગારો આવા ભયંકર પ્લાનને અંજામ આપીને નાસી છૂટવામાં સફળ થયા.

4. કાયદો અને વ્યવસ્થા સંભાળવા માટે પોલીસ કેટલી તૈયાર છે?

રાજસ્થાનના ચૂંટણી પરિણામોથી રાજ્યમાં બળવો થયો છે પરંતુ હાલમાં ત્યાં નવી સરકાર રચાઈ નથી. હત્યા બાદ રાજ્યમાં વિવિધ સ્થળોએ દેખાવો થઈ રહ્યા છે. અનેક જગ્યાએ રસ્તાઓ બ્લોક કરી દેવામાં આવ્યા હતા. કરણી સેના દ્વારા પ્રશાસનને હુમલાખોરોની ધરપકડ કરવા 24 કલાકનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં કાયદો અને વ્યવસ્થા જાળવવી એ સૌથી મોટો પડકાર હશે.

5. સુરક્ષાને લઈને ખતરો હતો ત્યારે પણ ગેહલોત સરકાર આટલી બેદરકારીથી કેમ વર્તી?

અશોક ગેહલોત ભલે સત્તાથી બહાર થઈ ગયા હોય પરંતુ સુખદેવ સિંહની હત્યાના કારણે ગેહલોત સરકાર ફરી એકવાર સવાલોના ઘેરામાં છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગોગામેડીને લાંબા સમયથી લોરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી હત્યાની ધમકી મળી રહી હતી. ગોગામેડીએ ઘણી વખત સરકાર પાસે સુરક્ષાની માંગ કરી હતી પરંતુ સુખદેવ સિંહની માંગણી સ્વીકારવામાં આવી ન હતી.

આ પણ વાંચો : Jaipur News : કોણ છે સુખદેવસિંહ ગોગામેડી, આ મોટી ગેંગે આપી હતી જાનથી મારી નાખવાની ધમકી… Video

Tags :
Advertisement

.

×