Jairaj Singh Controversy : કોંગ્રેસ નેતાના આકરા પ્રહાર, કહ્યું- ઈતિહાસની જાણકારી વિના..!
- ભાજપ નેતા Jairaj Singh Parmar ના નિવેદન પર કોંગ્રેસનાં આકરા પ્રહાર
- કોંગ્રેસ નેતા પાર્થિવરાજસિંહ કઠવાડિયાની પ્રતિક્રિયા આવી સામે
- ઈતિહાસની જાણકારી વિના નિવેદન આપવા અયોગ્ય : પાર્થિવરાજસિંહ કઠવાડિયા
- "ક્ષત્રિયોનો ઈતિહાસ સુવર્ણ અક્ષરોમાં લખાયો છે"
- "જયરાજસિંહ ભાજપૂત હોવાના કારણે આવા નિવેદનો કરે છે"
Ahmedabad : ભાજપ નેતા જયરાજસિંહ પરમારના નિવેદન પર કોંગ્રેસ નેતાએ આકરા પ્રહાર કર્યા છે. જયરાજસિંહ પરમાર (Jairaj Singh Parmar) દ્વારા રાજપૂત સમાજ અંગે નિવેદન મામલે હવે કોંગ્રેસ નેતા પાર્થિવરાજસિંહ કઠવાડિયાની (Prithviraj Singh Kathwadia) પ્રતિક્રિયા સામે આવી છે. ઈતિહાસની જાણકારી વિના નિવેદન આપવાનું તેમણે અયોગ્ય ગણાવ્યું છે. કોંગ્રેસ નેતાએ કહ્યું કે, જયરાજસિંહ 'ભાજપૂત' હોવાના કારણે આવા નિવેદનો કરે છે.
આ પણ વાંચો - Jairaj Singh Parmar : જયરાજસિંહ પરમાર અને મહાકાલ સેનાના પ્રમુખ વચ્ચે થયેલ વાતચીતનો ઓડિયો વાઇરલ!
Jairaj Singh 'ભાજપૂત' હોવાના કારણે આવા નિવેદનો કરે છે: પાર્થિવરાજસિંહ
રાજપૂત સમાજ (Rajput Community) અંગે ભાજપ નેતા જયરાજસિંહ પરમારના નિવેદન બાદ ભારે વિવાદ સર્જાયો છે. આ અંગે હવે કોંગ્રેસ નેતા પાર્થિવરાજસિંહ કઠવાડિયાની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે રોષ વ્યક્ત કરતા કહ્યું કે, ઈતિહાસની જાણકારી વિના આ પ્રકારનાં નિવેદન આપવા અયોગ્ય છે. ક્ષત્રિયોનો ઈતિહાસ સુવર્ણ અક્ષરોમાં લખાયો છે. જયરાજસિંહ 'ભાજપૂત' હોવાના કારણે આવા નિવેદનો કરે છે. તેમણે આગળ કહ્યું કે, ન માત્ર ક્ષત્રિયો પરંતુ તમામ વર્ણના લોકોની તેમણે માફી માંગવી જોઈએ. ક્ષત્રિયોની સાથે અન્ય સમાજે પણ બલિદાન આપ્યું છે. જયરાજસિંહ પરમારે જાણી જોઈને આ નિવેદન આપ્યું છે, રાજવીઓ માટે ઊતરતું બોલવાનો હક્ક જયરાજસિંહને નથી. આ સાથે પાર્થિવરાજસિંહે ઉત્તર ગુજરાત સમાજનાં પ્રમુખ પદેથી જયરાજસિંહે રાજીનામું આપવું જોઈએ તેવી પણ માગ કરી છે.
આ પણ વાંચો - Kshatriya Community Controversy: ભાજપ નેતા જયરાજસિંહના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
જાણો શું હતો સમગ્ર મામલો ?
ગાંધીનગર જિલ્લાના માણસા ખાતે રાજપૂત સમાજની એક ગોષ્ટિનું આયોજન માણસા કોલેજ ખાતે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા નેતા જયરાજસિંહ પરમારે (Jairaj Singh Parmar) રાજપૂત સમાજ વિરુદ્ધ વિવાદાસ્પદ નિવેદનો આપ્યા હતા. તેમણે રાજપૂત સમાજનાં ઇતિહાસ અને વિરાસત વિશે ખોટી માહિતી રજૂ કરી હોવાનો આરોપ લાગ્યો છે. આના જવાબમાં માણસાનાં રાજવી પરિવારના યુવરાજ યોગરાજસિંહ રાઓલે (Yograj Singh Raol) જયરાજસિંહ પરમારની કડક શબ્દોમાં ઝાટકણી કાઢી અને તેમને રાજપૂત સમાજ (Kshatriya Community) નો ખોટો ઇતિહાસ ન રજૂ કરવાની સ્પષ્ટ ચેતવણી આપી દીધી હતી.
આ પણ વાંચો - Devayat Khavad : દેવાયત ખવડ પર ફરી મારામારીનો ગંભીર આરોપ! જાણો સમગ્ર મામલો