જૈશ-એ-મોહમ્મદના કમાન્ડરે કરી મોટી કબૂલાત, મસૂદ અઝહરે સંસદ અને મુંબઇ 26/11 હુમલાની રચી હતી સાજિશ
- પાકિસ્તાન આતંકવાદીનો દેશ છે અને આતંકવાદીઓની ફેકટરી ચલાવી રહ્યો છે
- મસૂદ અઝહરે દિલ્હી સંસદ અને મુંબઈમાં 26/11 આતંકવાદી હુમલાઓનું કાવતરું ઘડ્યું હતું
- જૈશ-એ-મોહમ્મદના કમાન્ડર મસૂદ ઇલ્યાસી કાશ્મીરીએ કબૂલાત કરી
પાકિસ્તાન આતંકવાદીનો દેશ છે અને આતંકવાદીઓની ફેકટરી ચલાવી રહ્યો છે તેનું પ્રમાણ જૈશ-એ-મોહમ્મદના કમાન્ડર મસૂદ ઇલ્યાસી કાશ્મીરીએ આપી દીધું છે. જૈશ-એ-મોહમ્મદના કમાન્ડર મસૂદ ઇલ્યાસી કાશ્મીરીએ કબૂલાત કરી છે કે મસૂદ અઝહરે દિલ્હી સંસદ અને મુંબઈમાં 26/11 આતંકવાદી હુમલાઓનું કાવતરું ઘડ્યું હતું. ઇલ્યાસીના જણાવ્યા અનુસાર અઝહરે આ હુમલાઓનું આયોજન પાકિસ્તાનથી કર્યું હતું. આ કબૂલાતથી ફરી એકવાર પાકિસ્તાનનો આતંકવાદી ચહેરો ઉજાગર થયો છે અને સાબિત થયું છે કે પાકિસ્તાન આતંકવાદીઓને આશ્રય આપે છે.
જૈશ-એ-મોહમ્મદના કમાન્ડર મસૂદ ઇલ્યાસી કાશ્મીરીએ કબૂલાત કરી
નોંધનીય છે કે પાકિસ્તાનની નાપાક હરકતો દુનિયા સામે ફરી એકવાર સામે ખુલ્લી પડી છે. આતંકવાદને પોષતા પાકિસ્તાનનો દુષ્ટ ચહેરો ફરી એકવાર દુનિયા સમક્ષ ખુલ્લો પડી ગયો છે. જૈશ-એ-મોહમ્મદના ટોચના કમાન્ડર મસૂદ ઇલ્યાસી કાશ્મીરીએ કબૂલ્યું છે કે દિલ્હી અને મુંબઈમાં થયેલા આતંકવાદી હુમલાઓનું આયોજન અને અમલ કરવામાં આતંકવાદી મસૂદ અઝહર સામેલ હતો. ઇલ્યાસી કાશ્મીરીની આ કબૂલાતથી ફરી એકવાર દુનિયા સમક્ષ પાકિસ્તાનના રહસ્યો ખુલ્લા પડી ગયા છે.જૈશ-એ-મોહમ્મદના ટોચના કમાન્ડર મસૂદ ઇલ્યાસી કાશ્મીરીએ કબૂલ્યું છે કે ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓમાંના એક મસૂદ અઝહર દિલ્હી જેલમાંથી મુક્ત થયા બાદ પાકિસ્તાનમાં બેસીને ભારતમાં આતંકવાદી હુમલાઓનું આયોજન કર્યું હતું. આ બંને હુમલાની સાજિશ મસૂદ અઝદરે કરી હતી
જૈશ-એ-મોહમ્મદના કમાન્ડર મસૂદ ઇલ્યાસી કાશ્મીરી કહી મોટી વાત
ઉલ્લેખનીય છે કે એક વીડિયોમાં મસૂદ ઇલ્યાસી કાશ્મીરી કહે છે, દિલ્હી જેલમાંથી મુક્ત થયા પછી, અમીર-ઉલ-મુજાહિદ્દીન મૌલાના મસૂદ અઝહર પાકિસ્તાન આવે છે, જ્યાં બાલાકોટની ભૂમિ તેને તેના વિઝન અને મિશનને આગળ વધારવામાં મદદ કરે છે, જેમાં દિલ્હી અને મુંબઈમાં આતંકવાદી હુમલાઓનો સમાવેશ થાય છે.
પાકિસ્તાન વિશ્વ સમક્ષ ખુલ્લું પડી ગયું
મસૂદ ઇલ્યાસી કાશ્મીરીના આ વીડિયો પછી, પાકિસ્તાન પાસે એવો દાવો કરવાની કોઈ જગ્યા નથી કે તે આતંકવાદીઓને આશ્રય આપતું નથી. ઇલ્યાસીની કબૂલાત ભારતના દાવાઓને સમર્થન આપે છે કે જૈશ કેમ્પ પાકિસ્તાનની સૈન્ય અને સુરક્ષા સંસ્થાની દેખરેખ હેઠળ ખુલ્લેઆમ કાર્યરત હતા, જ્યારે ઇસ્લામાબાદ વિશ્વને કહેતું હતું કે તેની સરહદોમાં કોઈ આતંકવાદી ઠેકાણા નથી.
આ પણ વાંચો: PM Modi એ પાકિસ્તાન પર કર્યા આકરા પ્રહાર, 'આ નવું ભારત છે પાકિસ્તાનને ઘરમાં ઘૂસીને મારે છે'


