VADODARA : કેન્દ્રિય જળશક્તિ મંત્રી અને ગુજરાત ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ શહેરના મહેમાન બનશે
- શનિવારે કેન્દ્રિય જળશક્તિ મંત્રી વડોદરાના મહેમાન બનશે
- રેલવે અને સયાજીગંજના ધારાસભ્ય દ્વારા આયોજિત કાર્યક્રમોમાં હાજરી આપશે
- કેન્દ્રિય મંત્રીના કાર્યક્રમના અનુસંધાને પાલિકાની કચેરીમાં મહત્વની બેઠક મળી
VADODARA : ભારત સરકારના જળશક્તિ મંત્રી (JAL SHAKTI MINISTER OF INDIA - C. R. PATIL) અને ગુજરાત ભાજપના પ્રમુખ (GUJARAT STATE BJP PRESIDENT) સી.આર. પાટીલ (C.R. PATIL) શનિવારે વડોદરાના મહેમાન બનશે. તેઓ રેલવે દ્વારા આયોજિત કાર્યક્રમ અને સયાજીગંજ વિધાનસભામાં કેચ ધી રેઇન (CATCH THE RAIN) અંતર્ગત કરવામાં આવનાર મોટા વોટર હાર્વેસ્ટિંગ પ્રોજેક્ટ (WATER HARVESTING PROJECT) નું ખાતમૂહુર્ત કરનાર છે. કેન્દ્રિય મંત્રીના આગમનને ધ્યાને રાખીને આજે પાલિકાની કચેરીમાં મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, મ્યુનિસિપલ કમિશનર, ડે. મ્યુનિસિપલ કમિશનર અને સયાજીગંજના ધારાસભ્ય વચ્ચે મહત્વની બેઠક મળી હતી. જેમાં તૈયારીઓના વિવિધ પાસા સાથે કેચ ધી રેઇન જોડે વધુ લોકોને જોડવા માટેના મુદ્દે ચર્ચાએ કરવામાં આવી હતી.
બે કાર્યક્રમોમાં હાજરી આપશે
પાલિકાની સ્ટેન્ડિંટ કમિટીના ચેરમેન ડો. શિતલ મિસ્ત્રીએ મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે, આવતી કાલે કેન્દ્રિય જળશક્તિ મંત્રી અને ગુજરાત ભાજપ પ્રમુખ સી. આર. પાટીલ વડોદરાની મુલાકાતે આવી રહ્યા છે. શનિવારે તેઓ રેલવે અને સયાજીગંજ વિધાનસભામાં આયોજિત 205 જેટલા પરકોલેટીંગ વોલના ખાતમૂહુર્તના કાર્યક્રમમાં તેઓ હાજરી આપશે. સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુરભાઇ રોકડિયાની આગેવાનીમાં આ રેઇન વોટર હાર્વેસ્ટિંગના માળખા તૈયાર કરવામાં આવનાર છે.
કાર્યક્રમના સુચારૂ આયોજન સંદર્ભે ચર્ચા કરવામાં આવી
વધુમાં તેમણે જણાવ્યું કે, તેમના આગમન અંગેની તૈયારી સંદર્ભે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્ટેજ, નાગરિકો માટેની વ્યવસ્થા સહિતના મુદ્દે ચર્ચા કરાઇ છે. કેચ ધી રેઇનને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાનું અમારૂ લક્ષ્ય રહેશે. આ મીટિંગમાં હું, મેયર, પાલિકા કમિશનર અને પાલિકા ડે કમિશનર તથા ધારાસભ્ય કેયુર રોકડિયા હાજર રહ્યા હતા. કાર્યક્રમના સુચારૂ આયોજન સંદર્ભે ચર્ચા કરવામાં આવી હતી.
આ પણ વાંચો ---- VADODARA : પાલિકાના સેફ્ટિ ઓડિટમાં 41 બ્રિજ સલામત, 2 જર્જરિત હોવાથી બંધ કરાયા


