Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Jam Saheb : જામનગરના જામ સાહેબનું અગત્યનું નિવેદન, વાંચો શું કહ્યું

Jam Saheb : પરશોત્તમ રુપાલા સામેના વિવાદના મુદ્દે જામનગરના જામ સાહેબ (Jam Saheb) નું અગત્યનું નિવેદન આવ્યું છે. તેમનો નવો પત્ર સાર્વજનિક થયો છે જેમાં Jam Saheb જણાવ્યું કે રુપાલા સમાજના પ્રમુખ આગેવાનો અને ધર્મગુરુઓ સામે માફી માગે તો ક્ષમા...
jam saheb   જામનગરના જામ સાહેબનું અગત્યનું નિવેદન  વાંચો શું કહ્યું
Advertisement

Jam Saheb : પરશોત્તમ રુપાલા સામેના વિવાદના મુદ્દે જામનગરના જામ સાહેબ (Jam Saheb) નું અગત્યનું નિવેદન આવ્યું છે. તેમનો નવો પત્ર સાર્વજનિક થયો છે જેમાં Jam Saheb જણાવ્યું કે રુપાલા સમાજના પ્રમુખ આગેવાનો અને ધર્મગુરુઓ સામે માફી માગે તો ક્ષમા વિરસ્ય ભુષણમના આપણા ધર્મને યાદ કરી માફી આપવી જોઇએ.

આપણા ધર્મને યાદ કરી માફી આપવી જોઇએ

ક્ષત્રિયોને લઇને જામનગરના જામ સાહેબનું નવુ નિવેદન આવ્યું છે. જામ સાહેબે પત્ર લખીને પોતાનું નિવેદન આપ્યું છે જેમાં તેમણે જણાવ્યું છે કે ગઇ કાલે મારા પત્રો સાર્વજનિક થયા પછી સમાજના ઘણા આગેવાનો, ઘણા ધર્મગુરુઓ અને અન્ય આગેવાનો સાથે વાત થઇ.મારા ધ્યાન પર આવ્યું પરશોત્તમ રુપાલાએ પહેલા 2 વાર માફી માગી લીધી છે પણ આટલું પુરતું નથી. નિવેદનની જગ્યાએ સમાજનાપ્રમુખ આગેવાનો અને ધર્મગુરુઓની સામે માફી માંગવી જોઇએ. ફરી એક વાર રુપાલા આ પ્રમાણે માફી માગે તો ક્ષમા વિરસ્ય ભુષણમના આપણા ધર્મને યાદ કરી માફી આપવી જોઇએ.

Advertisement

Advertisement

આ ચૂંટણી નરેન્દ્ર મોદીજીને ત્રીજી વાર વડાપ્રધાન બનાવવાની ચૂંટણી છે

પત્રમાં તેમણે આગળ જણાવ્યું છે કે આ ચૂંટણી નરેન્દ્ર મોદીજીને ત્રીજી વાર વડાપ્રધાન બનાવવાની ચૂંટણી છે. આપણા ગુજરાતના નરેન્દ્ર મોદીજી દેશને ખબુ જ આગળ વધાર્યો છે. દેશને સમૃદ્ધ અને સુરક્ષીત કર્યો છે. આપણા ધર્મ અને ભારતીય સંસ્કૃતિનું વિશ્વમાં માન વધાર્યું છે. આ ધ્યાને લઇ આપણે આગળ વધવું જોઇએ.

આ પણ વાંચો----- Paresh Dhanani : ગુજરાત રાજકારણના સૌથી મોટા સમાચાર! પરેશ ધાનાણીએ આપ્યો આ સૂચક સંકેત!

આ પણ વાંચો--- Big Breaking : રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર તરીકે આ નામની પસંદગી

Tags :
Advertisement

.

×