Op BIHALI : ઉધમપુરમાં ભારતીય સેના અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર
- પહલગામ આતંકી હુમલાના બે મહિના બાદ મોટા એન્કાઉન્ટરની ઘટના સામે આવી હોવાનો દાવો
- બિહાલી વિસ્તારમાં મોટી સંખ્યામાં ભારતીય સેનાના જવાનોને તૈનાત કરી દેવામાં આવ્યા
- શંકાસ્પદ ગતિવિધી જણાતા સવારથી જ સેનાએ મોરચો સંભાળી લીધો છે
JAMMU & KASHMIR : જમ્મુ-કાશ્મીર (JAMMU & KASHMIR) ના ઉધમપુર (UDHAMPUR) જિલ્લામાં ભારતીય સેનાના સૈનિકો (INDIAN ARMY) અને આતંકવાદીઓ (TERRIORIST) વચ્ચે એન્કાઉન્ટરની ઘટના સામે આવી છે. આ વિસ્તારમાં મોટી સંખ્યામાં સૈનિકો તૈનાત કરી દેવામાં આવ્યા છે. ગુરુવારે બસંતગઢના બિહાલી (BASANTGARH - BIHALI) વિસ્તારમાં સેના અને પોલીસ દ્વારા સંયુક્ત ઓપરેશન દરમિયાન આ એન્કાઉન્ટર થયું હતું. ભારતીય સેનાએ આ વાતની પુષ્ટિ કરી છે.
Op BIHALI
Based on specific intelligence, a joint operation was launched by #IndianArmy and @JmuKmrPolice in the Bihali area of #Basantgarh.Contact has been established with #terrorists. The #operation is currently in progress.@adgpi@NorthernComd_IA pic.twitter.com/bEbi8O0bu1
— White Knight Corps (@Whiteknight_IA) June 26, 2025
સંયુક્ત ઓપરેશન શરૂ કર્યું
આ ઓપરેશનને "ઓપરેશન બિહાલી" નામ આપવામાં આવ્યું છે. વ્હાઇટ નાઈટ કોર્પ્સે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં જણાવ્યું કે, ગુપ્તચર માહિતીના આધારે, ભારતીય સેના અને જમ્મુ અને કાશ્મીરે બસંતગઢના બિહાલી વિસ્તારમાં સંયુક્ત ઓપરેશન શરૂ કર્યું. આતંકવાદીઓની ઓળખ થઈ ગઈ છે. ઓપરેશન હજુ પણ ચાલુ છે.
સૈનિકો પર ગોળીબાર થયો
અધિકારીઓએ જણાવ્યું હતું કે, જિલ્લાના બસંતગઢ વિસ્તારમાં શંકાસ્પદ ગતિવિધિઓ નોંધાઈ હતી. સવારે સેનાએ વિસ્તારને ઘેરી લીધો હતો અને વ્યાપક સર્ચ અભિયાન શરૂ કર્યું હતું. આ દરમિયાન સૈનિકો પર ગોળીબાર થયો હતો, જેનો જડબાતોડ જવાબ આપવામાં આવ્યો હતો, જેમાં એન્કાઉન્ટર શરૂ થયું હતું. ઘટનાસ્થળે વધારાના સુરક્ષા દળો મોકલવામાં આવ્યા છે.
અમરનાથ યાત્રા 3 જુલાઈથી શરૂ થવા જઈ રહી
ઉધમપુર જિલ્લાના બિહાલી વિસ્તારમાં થયેલું આ એન્કાઉન્ટર, એપ્રિલમાં પહલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલાના લગભગ બે મહિના પછી થયું હતું. પહલગામ એટેકમાં 26 લોકો માર્યા ગયા હતા. એટલું જ નહીં આ એન્કાઉન્ટર અમરનાથ યાત્રા શરૂ થવાના એક અઠવાડિયા પહેલા જ થયું છે. અમરનાથ યાત્રા 3 જુલાઈથી શરૂ થવા જઈ રહી છે, જે 9 ઓગસ્ટના રોજ સમાપ્ત થનાર છે. આ યાત્રાના સમયગાળા દરમિયાન આગામી દિવસોમાં મોટી સંખ્યામાં યાત્રાળુઓ અમરનાથ ગુફા મંદિરની મુલાકાત લે તેવી આશા સેવાઇ રહી છે.
સેનાની વધારાની કંપનીઓ તૈનાત કરવામાં આવી
આ તકે અમરનાથ યાત્રાને ધ્યાનમાં રાખીને પ્રદેશમાં સુરક્ષા દળોને પહેલાથી જ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. યાત્રા ના રૂટ પર વિવિધ સ્થળોએ સૈનિકો તૈનાત કરવામાં આવનાર છે. અમરનાથ યાત્રાની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે જમ્મુ અને કાશ્મીરમાં BSF, CRPF અને SSB ની વધારાની કંપનીઓ તૈનાત કરવામાં આવી છે. આતંકવાદીઓને વિસ્તારોમાં પ્રવેશતા અટકાવવા અને હુમલાઓને ટાળવા માટે સુરક્ષા દળોને પર્વતો પર પણ તૈનાત કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો --- JAMMU: ભારે વરસાદમાં ભૂસ્ખલન, માતા વૈષ્ણો દેવીના દર્શન કરવા પરંપરાગત માર્ગનો સહારો


