Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

આતંકીઓના 'હ્યુમન GPS' ગણાતા સમંદર ચાચા એન્કાઉન્ટરમાં ઠાર, નેટવર્કને મોટો ફટકો

Jammu And Kashmir : 28 ઓગસ્ટની રાત્રે નૌશેરા નાર વિસ્તારમાંથી ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો, ત્યારે સુરક્ષા દળોએ તેને ઘેરી લીધો
આતંકીઓના  હ્યુમન gps  ગણાતા સમંદર ચાચા એન્કાઉન્ટરમાં ઠાર  નેટવર્કને મોટો ફટકો
Advertisement
  • ભારતીય સેનાને મોટી સફળતા મળી
  • આતંકીઓના નેટવર્કના સમંદર ચાચા ઠાર મરાયા
  • સેનાએ ધૂસણખોરીનો વધુ એક પ્રયાસ નિષ્ફળ બનાવ્યો

Jammu And Kashmir : જમ્મુ-કાશ્મીર (Jammu And Kashmir) ના અનંતનાગમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. સેનાના એન્કાઉન્ટર (Army Encounter) માં આતંકવાદીઓની દુનિયામાં 'હ્યુમન જીપીએસ" (Human GPS Dead) તરીકે ઓળખાતા બાગૂ ખાન ઉર્ફે સમંદર ચાચા (Bagu Khan AKA Samandar Chacha) માર્યા ગયા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સમંદર ચાચા સાથે અન્ય એક પાકિસ્તાની ઘૂસણખોર પણ માર્યો ગયો છે.

100 થી વધુ ઘૂસણખોરીના પ્રયાસોમાં સામેલ

બાગૂ ખાન ઉર્ફે સમંદર ચાચા 1995 થી પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર (પીઓકે) માં રહેતો હતો. સુરક્ષા એજન્સીઓના જણાવ્યા અનુસાર, તે છેલ્લા ત્રણ દાયકામાં ગુરેઝ સેક્ટર અને આસપાસના વિસ્તારોમાંથી 100 થી વધુ ઘૂસણખોરીના પ્રયાસોમાં સામેલ હતો, જેમાંથી મોટાભાગના સફળ રહ્યા હતા. આ વિસ્તારના મુશ્કેલ પર્વતીય અને ગુપ્ત માર્ગોની ઊંડી જાણકારીએ તેને આતંકવાદી સંગઠનો માટે ખૂબ જ ખાસ બનાવી દીધો હતો.

Advertisement

Advertisement

આતંકવાદી સંગઠનોને મદદ કરી

હિઝબુલ કમાન્ડર હોવા છતાં સમંદર ચાચા એક આતંકવાદી સંગઠન સુધી મર્યાદિત ન્હતો. તેણે લગભગ દરેક આતંકવાદી સંગઠનને ઘૂસણખોરીની યોજના બનાવવામાં અને તેને અમલમાં મૂકવામાં મદદ કરી હતી. એટલા માટે આતંકવાદીઓ તેને 'હ્યુમન જીપીએસ "કહેતા હતા.

એન્કાઉન્ટરમાં ભરાયેલા

સૂત્રોએ જણાવ્યું હતું કે, 28 ઓગસ્ટની રાત્રે જ્યારે તે નૌશેરા નાર વિસ્તારમાંથી ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો, ત્યારે સુરક્ષા દળોએ તેને ઘેરી લીધો હતો. આ એન્કાઉન્ટરમાં સમુંદર ચાચા અને તેની સાથે આવેલા અન્ય એક આતંકવાદી માર્યા ગયા હતા. 29 ઓગસ્ટની સવાર સુધી આ વિસ્તારમાં ગોળીબાર અને સર્ચ ઓપરેશન ચાલુ રહ્યું હતું.

આતંકી નેટવર્કને મોટો ફટકો

સુરક્ષા અધિકારીઓના જણાવ્યા અનુસાર, સમંદર ચાચાનું મૃત્યુ આતંકવાદી સંગઠનોના લોજિસ્ટિકલ નેટવર્ક માટે એક ફટકો છે. તેની હત્યાએ ઘૂસણખોરીની ઘણી સંભવિત યોજનાઓને નિષ્ફળ બનાવી છે. સમુદ્ર ચાચા વર્ષોથી સુરક્ષા દળોની પકડમાંથી છટકી રહ્યા છે.

આ પણ વાંચો ----- પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે રાજસ્થાન વિધાનસભામાં પેન્શન માટે અરજી કરી

Tags :
Advertisement

.

×