Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Jamnagar : તળાવમાં ડૂબી જવાથી એક જ પરિવારના બે બાળક સહિત 3 નાં મોત

માસૂમોનાં આક્સ્મિક મોતથી પરિવારજનો પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે. મૃતકોમાં એક યુવક સામેલ છે.
jamnagar   તળાવમાં ડૂબી જવાથી એક જ પરિવારના બે બાળક સહિત 3 નાં મોત
Advertisement
  1. Jamnagar નજીક ગણપતિ વિસર્જન વખતે ઘટી કરૂણાંતિકા
  2. લહેર તળાવમાં ડૂબી જતા એક જ પરિવારના બે સહિત 3 ના મોત
  3. નાઘેડી ગામ નજીક પોદાર સ્કૂલ પાછળની ઘટના
  4. પોલીસ અને ફાયરની ટીમે સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરી

Jamnagar : આજે ગણપતિ વિસર્જન (Ganpati Visarjan) સમયે એક મોટી કરૂણાંતિકા ઘટી છે. નાઘેડી ગામ નજીક પોદાર સ્કૂલ પાછળ આવેલ તળાવમાં ડૂબી જતા એક જ પરિવારના બે સહિત કુલ ત્રણના મોત નીપજ્યા છે. ઘટનાની જાણ થતાં પોલીસ અને ફાયરની ટીમ ત્યાં પહોંચી હતી અને મૃતદેહોને તળાવમાંથી બહાર કાઢી આગળની કાર્યવાહી હાથ ધરી છે. માસૂમોનાં આક્સ્મિક મોતથી પરિવારજનો પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે. મૃતકોમાં એક યુવક સામેલ છે.

આ પણ વાંચો - Ahmedabad : આંતરરાષ્ટ્રીય સાઇબર ફ્રોડ ગેંગનો પર્દાફાશ, 6 આરોપીની ધરપકડ

Advertisement

Jamnagar માં તળાવમાં ડૂબી જતા એક જ પરિવારના બે સહિત 3 ના મોત

પ્રાપ્ત માહિતી અનુસાર, જામનગર નજીક નાઘેડી ગામ પાસે આવેલ પોદાર સ્કૂલની પાછળનાં લહેર તળાવમાં ગણપતિ વિસર્જન દરમિયાન એક દુઃખદ ઘટના બની છે, જેમાં એક જ પરિવારના બે સહિત ત્રણના તળાવમાં ડૂબી જવાથી મોત નીપજ્યા છે. ઘટનાને પગલે સ્થળ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને શોકનું મોજું ફરી વળ્યું હતું. ઘટના ત્યારે બની જ્યારે નાઘેડી ગામ નજીક લહેર તળાવમાં ગણપતિની મૂર્તિનું વિસર્જન કરવા લોકો એકઠા થયા હતા. દરમિયાન, એક યુવક અને બે બાળકો પાણીમાં ડૂબી ગયા હતા. બંને બાળક એક જ પરિવારના હતા.

Advertisement

આ પણ વાંચો - Panchmahal : શહેરા તાલુકાની ઘટના, અચાનક ઘર થયું ધરાશાયી, 42 વર્ષીય મહિલાનું મોત

મૃતકોનાં પરિવાર પર આભ ફાટી પડ્યું!

આ બનાવની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી. ફાયર બ્રિગેડ અને સ્થાનિક તરવૈયાઓની મદદથી ત્રણેય મૃતદેહને તળાવમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે જામનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાથી મૃતકોનાં પરિવારજનો પર આભ ફાટી પડ્યું છે. એક જ પરિવારના બે બાળકોનાં મોતથી પરિવારજનોમાં ભારે ગમગીની છવાઈ છે. આ મામલે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો - Jamnagar : ગોકુલનગરમાં ખેલાયો ખૂની ખેલ! 27 વર્ષીય યુવકની હત્યાથી ચકચાર!

Tags :
Advertisement

.

×