Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Jamnagar : ના હોય ખરેખર..! ભારતમાલા પ્રોજેક્ટના વિરોધમાં ખુદ BJP ના જ નેતાઓ મેદાને!

પ્રોજેક્ટનું કામ સ્થાનિકો અને ખેડૂતોને અડચણરૂપ પ્રકારે થતું હોવાનો અને કોન્ટ્રાક્ટર મનમાની કરતો હોવાનો આક્ષેપ થયો છે.
jamnagar   ના હોય ખરેખર    ભારતમાલા પ્રોજેક્ટના વિરોધમાં ખુદ bjp ના જ નેતાઓ મેદાને
Advertisement
  1. Jamnagar માં ભારતમાલા પ્રોજેક્ટનાં વિરોધમાં ઉતર્યા ખૂદ ભાજપના જ નેતાઓ
  2. ધ્રોલ નજીક જામનગર-અમૃતસર નેશનલ હાઈવેનું કામ અટકાવ્યું
  3. પ્રોજેક્ટનું કામ સ્થાનિકો અને ખેડૂતોને અડચણરૂપ પ્રકારે થતું હોવાનાં આક્ષેપ
  4. દરેક ગામને યોગ્ય ક્રોસિંગ રોડ મળે, ખેડૂતોને અવરજવરનો રસ્તો મળે તેવી માગ
  5. ભારતમાલા પ્રોજેક્ટના કામમાં કોન્ટ્રાક્ટર મનમાની કરતો હોવાનો આક્ષેપ

Jamnagar : જામનગરમાં ભારતમાલા પ્રોજેક્ટનાં (Bharatmala Project) વિરોધમાં ખૂદ જ ભાજપના જ નેતાઓ મેદાને ઉતર્યા છે. ધ્રોલ નજીક જામનગર અમૃતસર નેશનલ હાઈવેનું (Jamnagar-Amritsar National Highway) કામ અટકાવવામાં આવ્યું છે. પ્રોજેક્ટનું કામ સ્થાનિકો અને ખેડૂતોને અડચણરૂપ પ્રકારે થતું હોવાનો અને કોન્ટ્રાક્ટર મનમાની કરતો હોવાનો આક્ષેપ થયો છે. દરેક ગામને યોગ્ય ક્રોસિંગ રોડ મળે, ખેડૂતોને અવરજવરનો રસ્તો મળે તેવી માગ પણ ભાજપ નેતાઓ દ્વારા કરાઈ છે.

આ પણ વાંચો - Vadodara : વરણામા પાસે હાઇવે પર રસ્તાના ખાડા જોખમી બન્યા, અકસ્માત પીડિત વળતર માંગશે

Advertisement

Jamnagar માં ભારતમાલા પ્રોજેક્ટનો ખૂદ ભાજપના જ નેતાઓ દ્વારા વિરોધ!

જામનગરમાં (Jamnagar) ચાલી રહેલા ભારતમાલા પ્રોજેક્ટનાં કામનો વિરોધ કરવામાં આવ્યો છે. સત્તારૂઢ પાર્ટી ભાજપના (BJP) જ નેતાઓ દ્વારા આ પ્રોજેક્ટનાં કામને અટકાવી વિરોધ નોંધાવવામાં આવ્યો છે. માહિતી અનુસાર, ધ્રોલ (Dhrol) નજીક જોઈન્ટ થઇ રહેલા જામનગર-અમૃતસર નેશનલ હાઈવેનું કામ ભાજપ નેતાઓ દ્વારા અટકાવવામાં આવ્યું છે. આ વિરોધ સાથે ધ્રોલ ભાજપનાં પૂર્વ મહામંત્રી, પૂર્વ શહેર પ્રમુખ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો મેદાને ઉતર્યા છે. ભાજપના નેતાઓનાં આક્ષેપ છે કે, પ્રોજેક્ટનું કામ સ્થાનિકો માટે અડચણરૂપ રીતે થઈ રહ્યું છે.

Advertisement

આ પણ વાંચો - PM Modi : આવતીકાલે PM મોદી ભાવનગરની મુલાકાતે, સવારે 10 કલાકે યોજાશે ભવ્ય રોડ શો!

ભારતમાલા પ્રોજેક્ટના કામમાં કોન્ટ્રાક્ટર મનમાની કરતો હોવાનો આક્ષેપ

આ સાથે તેમણે આરોપ લગાવ્યો કે, ભારતમાલા પ્રોજેક્ટના (Bharatmala Project) કામમાં કોન્ટ્રાક્ટર મનમાની કરી રહ્યા છે. દરેક ગામને યોગ્ય ક્રોસિંગ રોડ મળે, ખેડૂતોને અવરજવરનો રસ્તો મળે તેવી માગ ભાજપના નેતાઓ (BJP) દ્વારા કરવામાં આવી છે. જ્યાં સુધી તમામ પ્રશ્નોનું નિરાકરણ ન થાય ત્યાં સુધી કામ ચાલુ ન કરવા દેવા ભાજપાના નેતાઓ મક્કમ છે.

આ પણ વાંચો - Rajkot BJP: શહેર ભાજપમાં એક સાંધે ત્યાં તેર તૂટે તેવી સ્થિતિ સર્જાઈ

Tags :
Advertisement

.

×