Jamnagar : 108 ની ટીમની સરાહનીય કામગીરી, માતા-નવજાત બાળકનો જીવ બચાવ્યો
- જામનગરનાં ધ્રોલ તાલુકાની 108 ટીમે માનવતા મહેકાવી (Jamnagar)
- પ્રસૂતા સુધી એમ્બ્યુલન્સ પહોંચી ન શકતા ટીમ ચાલતા ગઈ હતી
- વાડી વિસ્તારમાં કાચા રસ્તે જઈ પ્રસૂતાની ડિલિવરી કરાવી
- બાળક અને મહિલાને મુખ્ય માર્ગ સુધી શિફ્ટ કરી જીવન બચાવ્યું
Jamnagar : જામનગરનાં ધ્રોલ તાલુકામાં (Dhrol) 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવાની ટીમે માનવતા મહેકાવી છે. ટીમનો એક વીડિયો સામે આવ્યો છે, જે બાદ લોકો ટીમની કામગીરીનાં વખાણ કરી રહ્યા છે. પ્રસૂતા સુધી એમ્બ્યુલન્સ પહોંચી ન શકતા વાડી વિસ્તારમાં કાચા રસ્તે ટીમ ચાલતા ઘર સુધી પહોંચી હતી અને પ્રસૂતાની ડિલિવરી કરાવી હતી. બાળક અને મહિલાને મુખ્ય માર્ગ સુધી શિફ્ટ કરી બંનેનું જીવન બચાવ્યું હતું.
આ પણ વાંચો -Junagadh : શિકારની શોધમાં દીપડી ઓઝત નદી કાંઠે આવેલા મરઘા ફાર્મમાં ઘૂસી અને...
Jamnagar રસ્તા હતા કાચા...પાક્કા હતા ઈરાદા...હાથ જોડ્યા વિકાસ...એક નજર અહીં માર...| Gujarat First
જામનગર જિલ્લાના ધ્રોલના ખેંગારકા ગામના વાડી વિસ્તારનો બનાવ
કાચા અને ખરાબ રસ્તાના કારણે 108 એમ્બ્યુલન્સ અંદર સુધી પ્રવેશી શકે તેમ નહોતી
આરોગ્યકર્મીઓ પોતે જ પ્રસૂતા સુધી પહોંચ્યા… pic.twitter.com/M6aZPjvjRB— Gujarat First (@GujaratFirst) July 25, 2025
પ્રસૂતા સુધી એમ્બ્યુલન્સ પહોંચી ન શકતા ટીમ ચાલતા ગઈ
જામનગર જિલ્લાનાં (Jamnagar) ધ્રોલ તાલુકામાં આવેલા ખેંગારકા ગામની વાડી વિસ્તારમાં 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવાની ટીમે (108 Emergency Ambulance Service team) સરાહનીય કામગીરી કરી છે. વાડી વિસ્તારમાં રહેતી મહિલાને અસહ્ય પ્રસવ પીડા થતી હોવાનો કોલ મળતા 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવાની ટીમ તાત્કાલિક ત્યાં પહોંચી હતી. જો કે, કાચા રસ્તે એમ્બ્યુલન્સ જઈ શકે તેમ ન હોવાથી ટીમ ચાલતા મહિલાનાં ઘર સુધી પહોંચી હતી.
આ પણ વાંચો -Bhavnagar : નઘરોળ તંત્રની ઘોર બેદરકારી! તળાજામાં ગોપનાથ RCC રોડનો ચોંકાવનારો Video આવ્યો સામે
બાળક અને મહિલાને મુખ્ય માર્ગ સુધી શિફ્ટ કરી જીવન બચાવ્યું
વાડી વિસ્તારમાં કાચા રસ્તે જઈ 108 ની ટીમે પ્રસૂતાની ડિલિવરી કરાવી હતી. ત્યાર બાદ બાળક અને મહિલાને મુખ્ય માર્ગ સુધી શિફ્ટ કરી બંનેનું જીવન બચાવ્યું હતું. ધ્રોલ તાલુકાનાં ખેંગારકા ગામનાં (Khengarka) વાડી વિસ્તારમાં 108 ની ટીમે સિઝેરિયન ડિલિવરી બાદ માતા અને બાળકને સુરક્ષિત રીતે હોસ્પિટલ લઈ જઈ દાખલ કર્યા હતા. હાલ, બંનેની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. 108 ટીમની સરાહનીય કામગીરીને દરેક વ્યક્તિ બિરદાવી રહી છે.
આ પણ વાંચો - Kankaria : 22 કરોડનાં ખર્ચે નવનિર્મિત બાલવાટિકાનું CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉદ્ઘાટન


