Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Jamnagar : ધોધમાર વરસાદના લીધે પાણી જ પાણી, સર્કિટ હાઉસનું પરિસર તળાવ બન્યુ

જામનગર શહેરમાં શનિવારે વહેલી સવારથી ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો હતો, અને અવિરત વરસાદ ચાલુ રહેવાના કારણે જ્યાં દેખો ત્યાં જળ જેવી સ્થિતિ થઈ છે, અને ઠેર ઠેર પાણી ભરાયા છે. ખાસ કરીને જામનગરના લાલ બંગલા સર્કલ સંકુલમાં સંપૂર્ણપણે તળાવ...
jamnagar   ધોધમાર વરસાદના લીધે પાણી જ પાણી  સર્કિટ હાઉસનું પરિસર તળાવ બન્યુ
Advertisement

જામનગર શહેરમાં શનિવારે વહેલી સવારથી ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો હતો, અને અવિરત વરસાદ ચાલુ રહેવાના કારણે જ્યાં દેખો ત્યાં જળ જેવી સ્થિતિ થઈ છે, અને ઠેર ઠેર પાણી ભરાયા છે. ખાસ કરીને જામનગરના લાલ બંગલા સર્કલ સંકુલમાં સંપૂર્ણપણે તળાવ જેવી સ્થિતિ છે.

Advertisement

જામનગરના સરકીટ હાઉસ વિસ્તારમાં પાણી ભરાયા હોવાથી જાણે આખું સર્કિટ હાઉસ પાણીથી ઘેરાઈ ગયું છે. એટલું જ માત્ર નહીં આસપાસની અન્ય સરકારી ઇમારતોની ફરતે પાણી ફરી વળ્યા છે. કોર્ટ પરિસરમાં પણ પાર્કિંગનો વિસ્તાર પાણીથી જળમગ્ન બન્યો છે.

Advertisement

ત્યારબાદ જિલ્લા હોમગાર્ડ કચેરીનું ગ્રાઉન્ડ તળાવ બન્યું છે. જ્યારે બાજુમાં જ આવેલી ગવર્મેન્ટ કોલોની કે જ્યાં પણ પાણી ફરી વળતા તળાવ જેવી સ્થિતિ છે. જામનગરનું ઐતિહાસિક અજીતસિંહ ક્રિકેટ મેદાન પણ તળાવના રૂપમાં ફેરવાયું છે.

આ ઉપરાંત બેન્ક કોલોની અને જલારામ નગર ઝુપડપટ્ટી વિસ્તાર, પત્રકાર કોલોની સહિતના વિસ્તારોમાં પણ પાણી ફરી વળ્યા છે. તાલુકા પંચાયતની કચેરીમાં પણ પાણી ગુસ્યા છે, અને મોટાભાગની કોલોની-સોસાયટી વિસ્તાર જળબંબાકાર થયો છે. તેથી લોકોને ઘરમાં ભરાઈ રહેવું પડ્યું છે. જ્યારે કેટલાક લોકોના વાહનો પણ પાણીમાં ડૂબ્યા છે.

આપણ  વાંચો_VADODARA : કંસટ્રક્શન સાઈટ પર કામ કરતાં મજૂરો દટાયા, 3 શ્રમિકને આબાદ બચાવાયા

Tags :
Advertisement

.

×