Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gopal Italia: સ્ટેજ નજીક બેઠેલા અજાણ્યા શખ્સે પહેલા માવો ખાધો, પછી અચાનક ઊભા થઈ ફેંકાયું જૂતું! Video

Jamnagar માં આજે ધારાસભ્ય Gopal Italia પર અજાણ્યા શખ્સે જૂતું ફેકી હુમલાનો પ્રયાસ કર્યો હતો. જોકે તેઓ નીચા નમી જતાં બચી ગયા હતા. હુમલાખોર અજાણ્યા શખ્સોએ AAP ના કાર્યકરોએ ઘેરી લઈ મેથીપાક ચખાડ્યો હતો. સાથે જ પોલીસે અજાણ્યા શખ્સને પકડી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
gopal italia  સ્ટેજ નજીક બેઠેલા અજાણ્યા શખ્સે પહેલા માવો ખાધો  પછી અચાનક ઊભા થઈ ફેંકાયું જૂતું  video
Advertisement
  1. જામનગરમાં Gopal Italia ની સભામાં ધારાસભ્ય પર હિચકારો હુમલો!
  2. ગોપાલભાઈ ઈટાલિયાની ચાલુ સભા અચાનક અટકાવાઈ
  3. ગોપાલભાઈ ઈટાલિયાનું અધવચ્ચે અટવાયું સંબોધન
  4. જૂતું ફેંકનાર શખ્સને લોકો ચખાડ્યો મેથીપાક
  5. જૂતું ફેંકનાર શખ્સની પોલીસે કરી અટકાયત

Gopal Italia:આજે જામનગર ખાતે આમ આદમી પાર્ટી (AAP) ના નેતા અને ધારાસભ્ય ગોપાલભાઈ ઈટાલિયાની (Gopal Italia) એક જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જો કે, આ સભા દરમિયાન એક અજાણ્યા શખ્સ દ્વારા ધારાસભ્ય પર હુમલાનો પ્રયાસ કરવામાં આવતા ભારે હોબાળો મચી ગયો હતો. ગોપાલભાઈ ઈટાલિયા સંબોધન આપી રહ્યા હતા તે દરમિયાન સ્ટેજ પાસે બેઠેલા એક શખ્સે પહેલા માવો ખાધો અને પછી જૂતું ફેંકીને હુમલાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે.

અજાણ્યા શખ્સે MLA Gopal Italia પર જૂતું ફેંક્યું, ચાલુ સભામાં ઘર્ષણ!

પ્રાપ્ત માહિતી અનુસાર, આજે જામનગરના (Jamnagar) એક વિસ્તારમાં ગોપાલ ઈટાલિયાની જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગોપાલભાઈ ઈટાલિયા સહિત અન્ય આપ નેતાઓ મંચ પર હાજર હતા. દરમિયાન, ગોપાલભાઈ ઇટાલિયાનું સંબોધન શરૂ થયું હતું. ત્યારે સ્ટેજ નજીક બેઠેલા એક અજાણ્યા શખ્સે આ હુમલાનો પ્રયાસ કર્યો હતો. એક વાઇરલ વીડિયોમાં દેખાય છે કે શખ્સ પહેલા મસાલો ખાય છે અને પછી અચાનક ઊભો થઈને ગોપાલભાઈ ઇટાલિયા પર હુમલાનો પ્રયાસ કરે છે. આ ઘટના બાદ સભા દરમિયાન કાંકરીચાળો શરૂ કર્યો હતો અને સૂત્રોચ્ચાર સાથે હોબાળો હતો. 'આપ'ના કાર્યકર્તાઓએ હુમલો કરનારા શખ્સને પકડીને બરોબરનો મેથીપાક ચખાડ્યો હતો.

Advertisement

MLA Gopal Italia પર કોંગ્રેસનાં કાર્યકરે જૂતું ફેંક્યું હોવાનો આરોપ

આ અફરાતફરી અને વાતાવરણમાં વધતા તણાવને જોતાં આયોજકો દ્વારા ચાલુ સભા અચાનક અટકાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, જેના પરિણામે સમગ્ર સભા થોડા સમય માટે અધ્ધ વચ્ચે જ રોકાઈ હતી. હુમલાનો પ્રયાસ કરનાર શખ્સ કોણ છે ? તે અંગેની હકીકત હાલ સામે આવી નથી. પરંતુ, આપ કાર્યકરોનો આરોપ છે કે આ શખ્સ કોંગ્રેસનો કાર્યકર્તા છે. જો કે,  પોલીસે હુમલાનો પ્રયાસ કરનારા શખ્સની અટકાયત કરી છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Tags :
Advertisement

.

×