Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Jamnagar : ગૌચર જમીન પર ગેરકાયદેસર ફાર્મ હાઉસ ઊભું કરી તાર ફેન્સિંગ કર્યું, તંત્રે કરી આકરી કાર્યવાહી

દબાણ કરનારા વિરુદ્ધ બળાત્કાર, આર્મ્સ અને પ્રોહિબિશન એક્ટ હેઠળ કુલ 7 ગુના નોંધાયેલા છે.
jamnagar   ગૌચર જમીન પર ગેરકાયદેસર ફાર્મ હાઉસ ઊભું કરી તાર ફેન્સિંગ કર્યું  તંત્રે કરી આકરી કાર્યવાહી
Advertisement
  1. Jamnagar માં મોટા થાવરિયા ગામે ગૌચર જમીન પર દબાણ દૂર કરાયું
  2. ગૌચર જમીન પર ગેરકાયદેસર ફાર્મ હાઉસ ઊભું કરી તાર ફેન્સિંગ કરાઈ હતી
  3. દબાણ કરનાર હુસૈનભાઈ ગુલમામદ શેખ વિરુદ્ધ ગંભીર ગુનાઓ

સમગ્ર રાજ્યમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે રાજ્ય સરકારે ઝુંબેશ હાથ ધરી છે. ગૌચર જમીનો પર દબાણ કરનારાઓ સામે તંત્રે કડક કાર્યવાહી શરૂ કરી છે. આ ઝુંબેશ હેઠળ જામનગરમાં (Jamnagar) ગૌચર જમીન પર કરેલા ગેરકાયદેસરનાં દબાણને દૂર કરવામાં આવ્યું છે. દબાણ કરનારા હુસૈનભાઈ ગુલમામદ શેખ વિરુદ્ધ બળાત્કાર, આર્મ્સ અને પ્રોહિબિશન એક્ટ (Prohibition Act) હેઠળ કુલ 7 ગુના નોંધાયેલા છે.

Advertisement

આ પણ વાંચો - BZ Group Scam : રોકાણકારોના રૂપિયા પર એજન્ટોનાં વિદેશમાં જલસા! વધુ એક Video વાઇરલ

Advertisement

ગૌચર જમીન પર ફાર્મ હાઉસ ઊંભું કરી તાર ફેન્સિંગ કર્યું

પ્રાપ્ત માહિતી અનુસાર, જામનગર જિલ્લાનાં (Jamnagar) ગ્રામ્ય તાલુકાનાં પંચે પોલીસ સ્ટેશન વિસ્તારનાં મોટા થાવરિયા ગામે ગૌચર જમીન (સર્વે નં. જૂના 400/પૈકી 26 જેના નવા સર્વે નં. 873) પર હુસૈનભાઈ ગુલમામદ શેખ દ્વારા ગેરકાયદેસર રીતે દબાણ કરી 11 વીધા (ચો.મી. આશરે-18,458) જમીન પર 'અશદ ફાર્મ હાઉસ ' ઊભું કરીને ફરતે તાર ફેન્સિંગ કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો - Dahod : દેવગઢ બારિયાનાં તોયણી ગામે ગમખ્વાર અકસ્માત, 3 પિતરાઈ ભાઈઓનાં મોત

તંત્રે દબાણ દૂર કર્યું, દબાણ કરનાર સામે 7 ગંભીર પ્રકારનાં ગુના

આ મામલે સ્થાનિક તંત્રે કાર્યવાહી કરી દબાણ દૂર કર્યું છે. માહિતી અનુસાર, દબાણકર્તા હુસૈનભાઈ ગુલમામદ શેખ વિરુદ્ધ હાલમાં જ નવેમ્બર- 2024 માં સિટી A પોલીસ સ્ટેશન (City A Police Station) વિસ્તારમાં સામૂહિક બળાત્કાર, NDPS, બળાત્કાર, આર્મ્સ એક્ટ તથા પ્રોહિબિશન એક્ટ હેઠળ કુલ 07 ગુના નોંધાયેલા છે, જેમાં હાલ તપાસ ચાલી રહી છે.

આ પણ વાંચો - Rajkot : PGVCL કસ્ટમર કેર સેન્ટરમાં કર્મચારીઓ 'ઘોડા વેચી' ને ઊંઘતા પકડાયા! જુઓ વાઇરલ Video

Tags :
Advertisement

.

×