Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Jamnagar : એમ.પી. શાહ મેડિકલ કોલેજના વિદ્યાર્થીએ ગળેફાંસો ખાઈને કર્યો આપઘાત

Jamnagar : જામનગર મેડિકલ કોલેજમાં MBBS વિદ્યાર્થી વિવેક પરમારનો આપઘાત, તબીબી આલમમાં શોક
jamnagar   એમ પી  શાહ મેડિકલ કોલેજના વિદ્યાર્થીએ ગળેફાંસો ખાઈને કર્યો આપઘાત
Advertisement
  • Jamnagar મેડિકલ કોલેજમાં MBBS વિદ્યાર્થી વિવેક પરમારનો આપઘાત, તબીબી આલમમાં શોક
  • જામનગરમાં વિદ્યાર્થીનો ગળેફાંસો : C-21 રૂમમાં વિવેક પરમારે જીવન ટૂંકાવ્યું
  • એમ.પી. શાહ મેડિકલ કોલેજમાં ચકચાર : 2023 બેચના વિદ્યાર્થીનો આપઘાત
  • જામનગરમાં MBBS વિદ્યાર્થીનો આપઘાત : પોલીસે શરૂ કરી તપાસ
  • વિવેક પરમારનો આપઘાત : જામનગર મેડિકલ કોલેજમાં માનસિક સ્વાસ્થ્ય પર પ્રશ્નો

જામનગર : જામનગર શાહે મેડિકલ કોલેજના ( Jamnagar ) વિદ્યાર્થીએ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. વિદ્યાર્થી દ્વારા કરવામાં આવેલી આત્મહત્યાનું કારણ અકબંધ છે. પરંતુ આ ચકચારી ઘટનના કારણે પંથકમાં અરેરાટી ફેલાઈ ગઈ છે.

જામનગરની એમ.પી. શાહ મેડિકલ કોલેજના કવાર્ટરના C-21 રૂમમાં 2023ની બેચના તબીબી વિદ્યાર્થી વિવેક પરમારે ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો હોવાની ઘટનાએ તબીબી આલમમાં ડરનો માહોલ ઉભો થયો છે. આ ઘટના બાદ પોલીસે આપઘાતના કારણો જાણવા અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

મળી રહેલી માહિતી અનુસાર, વિવેક પરમાર જે 2023ની બેચનો MBBSનો વિદ્યાર્થી હતો, તેણે મેડિકલ કોલેજના હોસ્ટેલના C-21 રૂમમાં ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું છે. આ ઘટનાની જાણ થતાં જ કોલેજના અધિકારીઓ અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે વિવેકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધો છે અને આપઘાતના કારણોની તપાસ શરૂ કરી છે. હાલમાં, કોઈ સ્યુસાઈડ નોટ મળી નથી, જેના કારણે આપઘાતનું ચોક્કસ કારણ અકબંધ રહ્યું છે.

Advertisement

આ પણ વાંચો- Dahod : વન વિભાગના બે કર્મચારીઓએ ઢોર ચરાવવા માટે માંગ્યા 11000 રૂપિયા, ACBએ ઝડપી પાડ્યા

જામનગરની એમ.પી. શાહ મેડિકલ કોલેજમાં આ પ્રકારની આ બીજી ઘટના છે, જે દેશભરમાં તબીબી વિદ્યાર્થીઓમાં વધતા માનસિક દબાણ અને આપઘાતના કેસો પર પ્રકાશ પાડે છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરો (NCRB)ના 2022ના અહેવાલ મુજબ, ભારતમાં વિદ્યાર્થીઓના આપઘાતના કેસોમાં 64%નો વધારો થયો છે, જેમાં મેડિકલ વિદ્યાર્થીઓનું પ્રમાણ નોંધપાત્ર છે. RTIના જવાબમાં ખુલાસો થયો છે કે 2018થી 2022 દરમિયાન 122 મેડિકલ વિદ્યાર્થીઓએ આપઘાત કર્યો, જેમાં 64 MBBS અને 58 પોસ્ટ-ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.

અગાઉ, જામનગરની એમ.પી. શાહ મેડિકલ કોલેજમાં 2017માં તુષાર દેસાઈ નામના વિદ્યાર્થીએ પરીક્ષામાં નિષ્ફળતાના કારણે આપઘાત કર્યો હતો, જેનું કારણ શૈક્ષણિક દબાણ હોવાનું જણાવાયું હતું. આ ઘટનાઓ તબીબી શિક્ષણના તણાવ, માનસિક આરોગ્યની અવગણના અને સપોર્ટ સિસ્ટમની ખામીઓને ઉજાગર કરે છે.

એમ.પી. શાહ મેડિકલ કોલેજના ડીન ડો. નંદિની દેસાઈએ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે અને જણાવ્યું કે, “વિવેક એક પ્રતિભાશાળી વિદ્યાર્થી હતો, અને આ ઘટના અત્યંત દુઃખદ છે. અમે પોલીસ તપાસમાં સંપૂર્ણ સહકાર આપી રહ્યા છીએ.” કોલેજે વિદ્યાર્થીઓ માટે કાઉન્સેલિંગ સેવાઓ શરૂ કરવાની જાહેરાત કરી છે, જેથી માનસિક સ્વાસ્થ્યની સમસ્યાઓનો સામનો કરી શકાય.

આ પણ વાંચો- અહીં હજુ પણ ગવાય છે પૌરાણિક રાગ પર રચાયેલ ગરબા, ચાલે છે પ્રાચીન ગરબીની પરંપરા

Tags :
Advertisement

.

×