Jamnagar ના શ્રાવણી લોક મેળાના આયોજન પર કોર્ટનો હંગામી સ્ટે
- જામનગરના શ્રાવણી મેળાના આયોજન સામે કોર્ટનો સ્ટે
- રાઇડ્સની સુરક્ષા મામલે આયોજકો પાસે પુરાવા માંગ્યા
- પુરાવા રજુ કર્યે હંગામી સ્ટે હટી શકે છે
Jamnagar : સૌરાષ્ટ્રના લોકમેળાઓની પરંપરાને જાળવી રાખતા, જામનગર મહાનગરપાલિકા (Jamnagar Palika) દ્વારા આ વર્ષે પણ પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે ભવ્ય લોકમેળા (Shravani Lokmela - Jamnagar) નું આયોજન કરવામાં આવ્યું છે. આ ભવ્ય આયોજનમાં ભાગ લેવા માટે અને તેને માણવા માટે લોકો દુર દુરથી આવતા હોય છે. આજની સ્થિતી પ્રમાણે શ્રાવણી લોક મેળાના આયોજન પર કોર્ટે સ્ટે આપ્યો છે. જેને પગલે આયોજકો ચિંતામાં મુકાયા છે. જામનગરની સેશન્સ કોર્ટમાં આજે પાલિકાના ઉચ્ચ અધિકારી ડેપ્યુટી કલેક્ટરની હાજરીમાં બે કલાક જેટલો સમય દલીલો ચાલી હતી. કોર્ટ દ્વારા રાઇડ્સની મજબુતાઇ અને સલામતીના પુરાવા માંગવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. હવે આ મામલે આગળ શું થાય છે તેના પર સૌ કોઇની નજર રહેશે.
રાઇડ્સની મજબુતાઇ અને સલામતીના પુરાવાઓ રજુ કરવા જણાવ્યું
જાનનગરમાં દર શ્રાવણ માસમાં શ્રાવણી લોક મેળા (Shravani Lokmela - Jamnagar) નું મોટું આયોજન કરવામાં આવતું હોય છે. જામનગરના પ્રદર્શન મેદાનમાં લોક મેળાના આયોજનની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી હતી. તે દરમિયાન સેશન્સ કોર્ટ દ્વારા લોક મેળો યોજવા સામે હંગામી સ્ટે આપ્યો છે. જેને પગલે ચિંતા વ્યાપી છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે,. આજે જામનગરની સેશન્સ કોર્ટમાં પાલિકાના ઉચ્ચ અધિકારી ડેપ્યુટી કલેક્ટરની હાજરીમાં બે કલાક દલીલો ચાલી હતી. જેમાં કોર્ટ દ્વારા લોક મેળામાં મુકવામાં આવનાર રાઇડ્સની મજબુતાઇ અને સલામતીના તમામ પુરાવાઓ રજુ કરવા માટે જણાવ્યું છે.
બે સપ્તાહ સુધી ચાલશે લોક મેળો
રાહતની વાત એ છે કે, કોર્ટ દ્વારા પુરાવા રજુ કર્યે મેળા પરથી હંગામી સ્ટે ઉઠાવી લેવાની વાત કહેવામાં આવી છે. જે બાદ વહીવટી તંત્ર રાઇડ્સની મજબુતાઇ અને સલામતીના પુરાવાઓ એકત્ર કરવામાં લાગ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. અત્રે નોંધનીય છે કે, આગામી 10મી ઓગસ્ટથી 24મી ઓગસ્ટ સુધી બે સપ્તાહ ચાલનારા આ મેળામાં લોકોની સુરક્ષાને પ્રાધાન્ય આપવા માટે, મનપા દ્વારા રૂ. 10 કરોડનો વીમો ઉતારવામાં આવ્યો છે. આ રકમ ગયા વર્ષના રૂ. 5 કરોડના વીમા કરતાં બમણી છે.
આ પણ વાંચો ----Jamnagar ના લાલપુર તાલુકાના જોગવડ ગામ કોલેરાગ્રસ્ત જાહેર, ગામમાં કોલેરાનો પોઝિટીવ કેસ મળતા લેવાયો નિર્ણય