Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

શું Jamnagar માં ભૂમાફિયાઓએ અમિત શાહની જમીન બારોબાર વેચી મારી? જાણો શું છે મામલો

Jamnagar : ગુજરાતમાં જમીન માફિયાઓના સમાયાંતરે અલગ-અલગ ચહેરા સામે આવતા રહ્યાં છે, હવે એક વખત ફરીથી જમીન માફિયાઓ દ્વારા પ્લાનિંગ સાથે એક એનઆરઆઈ વ્યક્તિની કરોડો રૂપિયાની જમીન બારોબાર વેચી દેવાનો ઘટસ્ફોટ થયો છે. આ જમીન વેચવા માટે ભૂમાફિયાઓએ સરકારથી લઈને જમીન વેચવા સુધીના અનેક લોકોને અંધારામાં કેવી રીતે રાખ્યા તે જાણવા માટે વિસ્તારપૂર્વક વાંચો આર્ટિકલ
શું jamnagar માં ભૂમાફિયાઓએ અમિત શાહની જમીન બારોબાર વેચી મારી  જાણો શું છે મામલો
Advertisement
  • Jamnagar માં NRIની કરોડોની જમીનનું કૌભાંડ : બોગસ દસ્તાવેજોથી વસઈ ગામની જમીન બારોબાર વેચાઈ!
  • Jamnagar પાસેની જમીનના બોગસ વેચાણનું કારનામું ખુલ્યું
  • સિક્કા પોલીસની કાર્યવાહી : NRI જમીન કૌભાંડમાં બે આરોપીઓ પકડાયા, મુંબઈ કનેક્શન સામેલ
  • બોગસ ખેડૂતથી શરૂ થયું કરોડોનું કૌભાંડ : જામનગર NRIની વસઈ જમીનનું વેચાણ બહારથી!
  • ગુજરાતમાં જમીન માફિયાનો નવો ચહેરો : NRI વૃદ્ધની તપાસથી ખુલ્યું વસઈ ગામનું બોગસ વેચાણ

Jamnagar : ગુજરાતના જામનગર જિલ્લાના વસઈ ગામમાં એક આખરી કૌભાંડ ખુલ્યું છે, જેમાં યુનાઇટેડ કિંગડમ (યુકે)માં વસતા એક વૃદ્ધ NRIની કરોડો રૂપિયાની જમીનને બોગસ દસ્તાવેજો બનાવીને બારોબાર વેચી દેવામાં આવી હતી. આ કારનામામાં સીટી સર્વે કચેરીમાં બોગસ ખેડૂતને ઉભો કરવામાં આવ્યો હતો.આ ઘટનાના કારણે NRI સમુદાયમાં પોતાની પ્રોપર્ટીને લઈને ભય અને અસુરક્ષાનું વાતાવરણ ઉભું થઈ શકે છે. સિક્કા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ પછી પોલીસે બે આરોપીઓને પકડી લીધા છે, અને તપાસ ઝડપથી આગળ વધી રહી છે.

કેવી રીતે થયું આ કૌભાંડ?

Advertisement

વસઈ ગામમાં આવેલી 9 વીઘા જમીન, જેની કિંમત કરોડો રૂપિયામાં છે, જે યુકેમાં વસતા એનઆઆરઆઈ અમિત રામજી ભાઈ શાહની NRI ખેડૂતના નામે નોંધાયેલી હતી. તેઓ વર્ષોથી વિદેશમાં રહે છે અને જમીનનું આગામી સમયમાં વેચાણ કરવાની તેમની કોઈ યોજના નહોતી. પરંતુ, આ જમીનના બોગસ દસ્તાવેજો બનાવીને તેને બારોબાર વેચી દેવામાં આવી હતી. આરોપીઓએ સીટી સર્વે કચેરીમાં એક બોગસ ખેડૂતનું પ્રોફાઈલ બનાવ્યું હતું. નકલી આઈડી, નકલી સર્ટિફિકેટ અને નકલી એફિડેવિટ સાથે તમામ ડોક્યુમેન્ટની મદદથી જમીનનું બારોબાર વેચાણ કર્યું હતું . આ બધું એટલી નિપુણતાથી કરવામાં આવ્યું કે, જમીનનું વેચાણ પૂર્ણ થઈ ગયું અને પૈસા આરોપીઓના હાથમાં પણ આવી ગયા હતા.

Advertisement

આ પણ વાંચો- Gujarat First ના પોષણ પ્રેરિત કોન્કલેવ, ‘સરકારી યોજનાઓનો ઉપયોગ નહીં કરો તો તેનો કોઈ અર્થ રહેતો નથી’

આ કૌભાંડની પાછળ મુંબઈના એક વ્યાપારી સહિત ચાર વ્યક્તિઓનો હાથ હોવાનું જાણવા મળ્યું છે. તેઓએ સ્થાનિક માફિયા સાથે મળીને આ યોજના ઘડી હતી. જમીનનું વેચાણ એક ત્રીજી પાર્ટીને કરવામાં આવ્યું હતું, જેને આરોપીઓએ નકલી દસ્તાવેજો દર્શાવીને વિશ્વાસમાં લીધો હતો.

NRI વૃદ્ધની તપાસથી ખુલ્યું રહસ્ય

આ બધું તો ચાલુ હતું, વર્ષો પછી ઘરઆંગણે પહોંચીને આ વૃદ્ધ NRIએ સ્થાનિક વકીલ અને પરિવારજનો સાથે મળીને તપાસ શરૂ કરી હતી. જમીનના રેકોર્ડ તપાસતા જ તેમને ચોંકાવનારી વાત જાણવા મળી હતી. તેમની જમીન કોઈ અજાણ્યા વ્યક્તિના નામે વેચાઈ ગઈ હતી! આ જાણીને તેઓએ તરત સિક્કા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

સિક્કા પોલીસે ફરિયાદ મળતાં જ તપાસ શરૂ કરી અને માત્ર 48 કલાકમાં બે મુખ્ય આરોપીઓને પકડી લીધા હતા. આમાંથી એક મુંબઈનો વ્યાપારી છે, જે નકલી દસ્તાવેજો તૈયાર કરવાના કારોબારમાં સામેલ હતો. પોલીસે તપાસમાં જાણવા મળ્યું કે આ ગેંગ જમીન માફિયાનો ભાગ છે, જે NRIઓને લક્ષ્ય બનાવીને આવા કૌભાંડો કરે છે. બાકીના બે આરોપીઓને પકડવા માટે પોલીસ મુંબઈ અને સુરત તરફ પોતના ચક્રો ગતિમાન કર્યા છે. આ ઘટના પછી જમીન વિભાગે પણ તપાસના આદેશ આપ્યા છે.

NRIઓ માટે ચેતવણી : જમીનની સુરક્ષા કેવી રીતે કરવી?

આ કૌભાંડથી ગુજરાતમાંથી વિદેશ ગયેલા હજારો NRIઓમાં ભયનો માહોલ છે. નિષ્ણાતો કહે છે કે, જમીનના રેકોર્ડ નિયમિત તપાસવા, ડિજિટલ વેરિફિકેશન કરાવવા અને વિશ્વાસપાત્ર વકીલોની મદદ લેવી જરૂરી છે.

આ પણ વાંચો- ગુજરાતમાં 31 વિભાગો છતાં 58 ટકા RTI અરજી શહેરી વિકાસ, ગૃહ અને મહેસૂલમાં થઈ, માહિતી નહીં આપનારાઓ પાસેથી 1.07 કરોડનો દંડ વસૂલાયો

Tags :
Advertisement

.

×