Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

JAMNAGAR : વરવાળામાં સરપંચ પર હુમલો, રાજીનામું આપવા ધમકી

JAMNAGAR : હુમલામાં તેમને ઇજાઓ પહોંચી હોવાનું છે. આ હુમલામાં સ્વરક્ષણ માટે સરપંચે ફાયરીંગ કર્યું હોવાનું પણ સામે આવ્યું છે
jamnagar   વરવાળામાં સરપંચ પર હુમલો  રાજીનામું આપવા ધમકી
Advertisement
  • જામનગરના વરનાળામાં ચોંકાવનારી ઘટના સામે આવી
  • ચૂંટણીનો ખાર રાખીને સરપંચ પર હુમલો કરાયો
  • સરપંચે સ્વબચાવમાં ફાયરિંગ કર્યું

JAMNAGAR : જામનગરના વરવાળા (JAMNAGAR - VARVADA) માં સરપંચ પર હુલાની (ATTACK ON SARPANCH) ઘટના સામે આવી છે. સરપંચ રામસી બેરા પર જીવલેણ હુમલો કરવાનો પ્રયત્ન કરવામાં આવતા પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે. આ ઘટનામાં ઇજાગ્રસ્ત સરપંચને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સ્થાનિક પોલીસ દ્વારા મામલાની ગંભીરતાને ધ્યાને રાખીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. હુમલાખોરો દ્વારા સરપંચને રાજીનામું આપી દેવાની ધમકી આપી હોવાનું સ્થાનિક સુત્રોએ ઉમેર્યું છે.

સ્વરક્ષણ માટે સરપંચે ફાયરીંગ કર્યું

જામનગરના વરવાળામાં સોપો પડી જાય તેવી ઘટના સામે આવી છે. ધોરીયાના માર્ગ પર સરપંચ રામસી બેરા પણ અડધો ડઝન વ્યક્તિઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. જેમાં તેમને ઇજાઓ પહોંચી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ હુમલામાં સ્વરક્ષણ માટે સરપંચે ફાયરીંગ કર્યું હોવાનું પણ સામે આવ્યું છે. અજાણ્યા શખ્સો દ્વારા સરપંચને રાજીનામું આપી દેવા માટેની ધમકી આપી હોવાનું પણ સ્થાનિક સુત્રો ઉમેરી રહ્યા છે. આ ઘટનાને પગલે પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા છે. અને તેમણે તપાસ વેગવંતી બનાવી છે.

Advertisement

ગ્રામ પંચાયતની ચૂંટણીનો ખાર

હાલ ઇજાગ્રસ્ત સરપંચને હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. આ સમગ્ર ઘટના અંગે સરપંચનું કહેવું છે કે, ગ્રામ પંચાયતની ચૂંટણીનો ખાર રાખીને આ હુમલાની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. હવે આ મામલે પોલીસ ક્યાં સુધીમાં આરોપીઓ સુધી પહોંચે છે, અને પોલીસની તપાસમાં શું હકીકતો સામે આવે છે તેના પર સૌ કોઇની નજર રહેશે.

Advertisement

આ પણ વાંચો --- SURENDRANAGAR : ખેતરમાં પશુ આવી જવા મુદ્દે બોલાચાલી બાદ વૃદ્ધની કરપીણ હત્યા

Tags :
Advertisement

.

×