ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Surat RTO APK ફ્રોડમાં જામતારા ગેંગનો પર્દાફાશ : ગેંગ લીડર સરફરાઝ સહિત 3 ઝડપાયા

સુરત : સુરતમાં વધતા સાયબર ફ્રોડને ( Surat RTO APK ) રોકવા માટે સાયબર ક્રાઇમ સેલે મોટી કામગીરી કરી છે. RTO e-ચલણની બોગસ APK ફાઇલ ડાઉનલોડ કરાવીને સિનિયર સિટીઝન્સને લૂંટતા ઝારખંડના જામતારા આધારિત કુખ્યાત 'જામતારા' ગેંગના લીડર સહિત ત્રણ આરોપીઓને ફિલ્મી ઢબે ધરપકડ કરવામાં આવી છે. આ ગેંગે WhatsApp દ્વારા ભારતના અલગ-અલગ રાજ્યોમાંથી લોકોને ટાર્ગેટ કરીને APK ફાઇલ મોકલી તેમના મોબાઇલને હેક કરીને બેંક ડેટા ચોરીને લાખો-કરોડો રૂપિયાની છેતરપિંડી કરી હતી. સુરતના એક વૃદ્ધના 2.45 લાખના ફ્રોડમાંથી 1 લાખ કેનેરા બેંકમાં જમા થયા હતા, જેની તપાસમાં આ ગેંગ સામે આવ્યું છે.
08:34 PM Nov 12, 2025 IST | Mujahid Tunvar
સુરત : સુરતમાં વધતા સાયબર ફ્રોડને ( Surat RTO APK ) રોકવા માટે સાયબર ક્રાઇમ સેલે મોટી કામગીરી કરી છે. RTO e-ચલણની બોગસ APK ફાઇલ ડાઉનલોડ કરાવીને સિનિયર સિટીઝન્સને લૂંટતા ઝારખંડના જામતારા આધારિત કુખ્યાત 'જામતારા' ગેંગના લીડર સહિત ત્રણ આરોપીઓને ફિલ્મી ઢબે ધરપકડ કરવામાં આવી છે. આ ગેંગે WhatsApp દ્વારા ભારતના અલગ-અલગ રાજ્યોમાંથી લોકોને ટાર્ગેટ કરીને APK ફાઇલ મોકલી તેમના મોબાઇલને હેક કરીને બેંક ડેટા ચોરીને લાખો-કરોડો રૂપિયાની છેતરપિંડી કરી હતી. સુરતના એક વૃદ્ધના 2.45 લાખના ફ્રોડમાંથી 1 લાખ કેનેરા બેંકમાં જમા થયા હતા, જેની તપાસમાં આ ગેંગ સામે આવ્યું છે.

સુરત : સુરતમાં વધતા સાયબર ફ્રોડને ( Surat RTO APK ) રોકવા માટે સાયબર ક્રાઇમ સેલે મોટી કામગીરી કરી છે. RTO e-ચલણની બોગસ APK ફાઇલ ડાઉનલોડ કરાવીને સિનિયર સિટીઝન્સને લૂંટતા ઝારખંડના જામતારા આધારિત કુખ્યાત 'જામતારા' ગેંગના લીડર સહિત ત્રણ આરોપીઓને ફિલ્મી ઢબે ધરપકડ કરવામાં આવી છે. આ ગેંગે WhatsApp દ્વારા ભારતના અલગ-અલગ રાજ્યોમાંથી લોકોને ટાર્ગેટ કરીને APK ફાઇલ મોકલી તેમના મોબાઇલને હેક કરીને બેંક ડેટા ચોરીને લાખો-કરોડો રૂપિયાની છેતરપિંડી કરી હતી. સુરતના એક વૃદ્ધના 2.45 લાખના ફ્રોડમાંથી 1 લાખ કેનેરા બેંકમાં જમા થયા હતા, જેની તપાસમાં આ ગેંગ સામે આવ્યું છે. તપાસમાં 179 કેસો અને 1.02 કરોડથી વધુની ઠગાઈ સામે આવી છે. આરોપીઓને 8 દિવસના રીમાન્ડ પર લઈને વધુ તપાસ ચાલુ છે.

APK ફાઇલથી મોબાઇલ હેક અને બેંક લૂંટ

27 ઓગસ્ટ, 2025ના રોજ સુરતના ડુમાસ વિસ્તારમાં રહેતા એક 70 વર્ષીય વૃદ્ધના મોબાઇલ પર અજાણ્યા નંબરથી WhatsApp દ્વારા RTO e-ચલણની બોગસ APK ફાઇલ આવી હતી. ફરિયાદ મુજબ, વૃદ્ધને ચલણની નોટિસ આવી છે તેવું કહીને APK ડાઉનલોડ કરાવવામાં આવી હતી. વૃદ્ધે એપમાં નામ, જન્મતારીખ, ક્રેડિટ કાર્ડ વિગતો અને પેમેન્ટ ઓપ્શન ક્લિક કરતાં એપ બંધ થઈ ગઈ. તરત જ તેમના કાર્ડમાંથી 4 ટ્રાન્ઝેક્શનમાં 50,000 રૂપિયા દરેક અને એકમાં 45,000 કુલ 2.45 લાખ ઉપડી ગયા. આ APK માલવેર હતી, જે મોબાઇલને હેક કરીને બધો ડેટા એક્સેસ કરી લેતી અને બેંક ટ્રાન્સફર કરી દેતી હતી.

સાયબર સેલને ફરિયાદ મળ્યા પછી ટેક્નિકલ સર્વેલન્સથી તપાસ શરૂ થઈ. તપાસમાં ફ્રોડના રૂપિયા કોલકાતાના બે યુવાનોના ખાતામાં જમા થયા હોવાનું સામે આવ્યું. એક મહિના પહેલાં કોલકાતાથી લઈક નફીઝ, એમડી નફીઝ અને મોહમ્મદ અસલમ ઉર્ફે ગુડ્ડુ (મકબુલ ઉર્ફે હારુન અન્સારી)ની ધરપકડ થઈ હતી, જેમના ખાતામાં 1 લાખ જમા થયા હતા. તેમની પૂછપરછમાં જામતારા ગેંગના લીડર મોહમ્મદ સરફરાઝ યાસીન અન્સારીનું નામ આવ્યું, જે ઝારખંડના જામતારામાંથી કામ કરતો હતો.

ધરપકડ અને ગેંગનું નેટવર્ક : કોલકાતાથી જામતારા સુધી

સાયબર સેલની ટીમે ઝારખંડના જામતારા પહોંચીને 3 દિવસની વોચ પછી ફિલ્મી ઢબે ધરપકડ કરી છે. પોલીસે સ્થાનિક રહેવાસીનો વેશ ધારણ કરીને આરોપીઓને ઝડપ્યા, પરંતુ તે પહેલાં આરોપીઓએ મોબાઇલ ડેટા ડિલીટ કરી દીધો. હાલ ડેટા રિકવરીની કાર્યવાહી ચાલુ છે. ધરપકડ કરાયેલા આરોપીઓ નીચે પ્રમાણે છે.

મોહમ્મદ સરફરાઝ યાસીન અન્સારી – ગેંગ લીડર, બેંક ખાતા મેળવવા અને વિડ્રો કરવાનું કામ કરતો. તેના SBI ખાતામાં 7.69 લાખ, Axisમાં 13.54 લાખ અને PNBમાં 6.76૬ લાખના ટ્રાન્ઝેક્શન મળ્યા.
રિયાઝ અન્સારી (મોહમ્મદ કલીમ મિયા) – લોકોને પૈસાની લાલચ આપીને તેમના બેંક એકાઉન્ટ લેતો.
શહાઝાદ અન્સારી (નૂર મોહમ્મદ) – ફ્રોડ નાણાં વિડ્રો કરવાનું કામ કરતો .

ગેંગનું નેટવર્ક : સરફરાઝ ફરાર સંતોષ મંડલ અને સિકંદર મંડલ સાથે મળીને કામ કરતો હતો. તેઓ કોલકાત્થી 'મ્યુલ' એકાઉન્ટ્સ (ગુડ્ડુ, લઈક, સદ્દામ)માં નાણાં જમા કરાવતા હતા. વિડ્રો પછી 25% કમિશન કાઢીને બાકીના સંતોષ-સિકંદરને મોકલવામાં આવતા હતા. NCCRP પોર્ટલ પર 179 ફરિયાદોમાં 1.02 કરોડથી વધુની ઠગાઈ સામે આવી, જે ગુજરાતથી છત્તીસગઢ સુધી ફેલાયેલી છે.

વહીવટી કાર્યવાહી અને જાગૃતિ : ફરાર આરોપીઓની શોધ

સુરત કોર્ટે આરોપીઓને 8 દિવસના રીમાન્ડ પર આપ્યા છે, જેમાં વધુ ગુનાહિતો અને ફરાર આરોપીઓ (સંતોષ મંડલ, સિકંદર મંડલ, સદ્દામ)ની તપાસ થશે. સાયબર સેલના PIએ જણાવ્યું કે, "આ ગેંગ APK દ્વારા હેકિંગ કરીને ડેટા ચોરી કરતો હતો. તપાસમાં વધુ કેસો ઉકેલાશે." જામતારા સાયબર ક્રાઇમનું હબ છે, જ્યાં 'ડીકે બોસ' જેવા ગેંગ્સ AI અને ChatGPT વાપરીને માલવેર બનાવે છે.

આ પણ વાંચો- Rajkot : ગેંગવોર ફાયરિંગ કેસમાં ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા- મુરઘા ગેંગના મુખ્ય સૂત્રધાર સમીર મુરઘા સહિત ત્રણ ઝડપાયા

Tags :
#CyberCell#JamtaraGang#JharkhandRaid#RTOAPK#SarfarazAnsari#SuratCyberFraudSeniorCitizenScamSurat RTO APK
Next Article