Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

JDU : 29મી જૂને લેવાઇ શકે ચોંકાવનારા નિર્ણયો....

JDU : લોકસભા ચૂંટણીના પરિણામોમાં સત્તાધારી ભાજપ બહુમતીના આંકડાને સ્પર્શી શકી નથી. અલબત્ત, એનડીએને બહુમત મળતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગઠબંધન સરકાર ચલાવી રહ્યા છે. વડાપ્રધાને પોતાના મંત્રીમંડળમાં તમામ સાથીપક્ષોને સ્થાન આપ્યું છે પણ ક્યાંકને ક્યાંક સાથી પક્ષો હજું પણ નારાજ...
jdu   29મી જૂને લેવાઇ શકે ચોંકાવનારા નિર્ણયો
Advertisement

JDU : લોકસભા ચૂંટણીના પરિણામોમાં સત્તાધારી ભાજપ બહુમતીના આંકડાને સ્પર્શી શકી નથી. અલબત્ત, એનડીએને બહુમત મળતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગઠબંધન સરકાર ચલાવી રહ્યા છે. વડાપ્રધાને પોતાના મંત્રીમંડળમાં તમામ સાથીપક્ષોને સ્થાન આપ્યું છે પણ ક્યાંકને ક્યાંક સાથી પક્ષો હજું પણ નારાજ હોય તેવી ચર્ચા રાજકીય વર્તુળોમાં ચાલે જ છે. દરમિયાન એક મહત્વના સમાચાર એ મળ્યા છે કે એનડીએના સાથી પક્ષ જનતાદળ યુનાઇટેડ (JDU) એ 29 જૂને દિલ્હીમાં રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક બોલાવી છે જેમાં ઘણા ચોંકાવનારા નિર્ણયો લેવાઇ શકે છે.

સરકારને સુપરત કરવા માટે માંગણીઓનું મેમોરેન્ડમ તૈયાર કરવાનો પ્રસ્તાવ

જનતાદળ યુનાઇટેડ (JDU) એ 29 જૂને દિલ્હીમાં રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક બોલાવી છે. બિહારમાં આ બેઠકને લઈને ઘણી ચર્ચા ચાલી રહી છે અને અનેક પ્રકારની અટકળો લગાવવામાં આવી રહી છે. કેટલાક તો એવું પણ કહી રહ્યા છે કે બિહારના મુખ્યપ્રધાન નીતીશ કુમાર આ કારોબારી બેઠકમાં પીએમ નરેન્દ્ર મોદીની સરકારને સુપરત કરવા માટે માંગણીઓનું મેમોરેન્ડમ તૈયાર કરવાનો પ્રસ્તાવ આપી શકે છે.

Advertisement

જેડીયુને કેન્દ્રીય કેબિનેટમાં ઓછા મહત્વના પોર્ટફોલિયો આપવામાં આવતા નીતિશ નારાજ ?

કેટલાક તો એમ પણ માને છે કે જેડીયુને કેન્દ્રીય કેબિનેટમાં ઓછા મહત્વના પોર્ટફોલિયો આપવામાં આવતા નીતિશ નારાજ છે. એવા લોકો પણ છે જેઓ કહે છે કે નીતીશ ફરીથી બિહાર માટે વિશેષ દરજ્જાનો દાવો કરી શકે છે. નીતિશ તેમના અગાઉના નિર્ણયોથી તેઓ શું કરશે તે સૌ જાણે છે. તેમના સિવાય પાર્ટીના લોકોને પણ ખબર નથી હોતી કે તેઓ શું કરવા જઈ રહ્યા છે. નીતિશની આ ખાસિયતે ચર્ચાઓને જન્મ આપ્યો છે. જોકે, તેઓ છેલ્લા કેટલાક દિવસોથી અસ્વસ્થ હતા. હાલમાં જ પટનાની એક ખાનગી હોસ્પિટલમાં તેની સારવાર કરવામાં આવી હતી. તેમના હાથમાં દુખાવાની ફરિયાદને કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા.

Advertisement

નીતિશ શું કરશે ?

નીતીશની રાજનીતિ અને તેમની કાર્યશૈલીને સમજનારા નિષ્ણાતો માને છે કે નીતિશ એવું કંઈ નહીં કરે જેનું અનુમાન કરવામાં આવી રહ્યું છે. તેઓ એ પણ જાણે છે કે 12 સાંસદો પર ભરોસો કરીને નરેન્દ્ર મોદી પર દબાણ કરવું તેમના માટે ફાયદાકારક નથી. જ્યાં સુધી બિહારને વિશેષ દરજ્જાની માંગની વાત છે તો નીતીશ પહેલાથી જ આની માંગ કરી રહ્યા છે. તેઓ આ માંગ ત્યારે જ ઉઠાવે છે જ્યારે તેઓ એનડીએની બહાર રહે છે. આ વખતે તેઓ એનડીએ સાથે છે તેથી તેની અપેક્ષા અર્થહીન છે. તેઓ એ પણ જાણે છે કે એવું જરૂરી નથી કે તેમને માત્ર માંગવાથી જ કંઈક મળશે. જો કેન્દ્ર સરકારને કંઈક આપવું હોય તો તેઓ આ મામલે પીએમ સાથે સીધી વાત કરી શકે છે. કારણ કે હવે તે એનડીએના મહત્વના ભાગીદાર નથી પરંતુ બિહારમાં એનડીએની સરકાર પણ ચલાવી રહ્યા છે.

આ પણ વાંચો--- સ્પીકર પદ પર NDA માં મતભેદ!, BJP દાવો કરે છે પરંતુ TDP એ આ શરત મૂકી…

Tags :
Advertisement

.

×