Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

pakistan janmashtami: પાકિસ્તાનમાં પણ ઉજવાય છે જન્માષ્ટમી ધામધૂમથી,રાવલપિંડીનો આ મંદિર છે ખાસ

pakistan janmashtami ભવ્ય રીતે ઉજવાય છે, ભગવાન કૃષ્ણનું એક પ્રખ્યાત મંદિર આવેલું છે, જેનું નામ કૃષ્ણ મંદિર રાવલપિંડી છે
pakistan janmashtami  પાકિસ્તાનમાં પણ ઉજવાય છે જન્માષ્ટમી ધામધૂમથી રાવલપિંડીનો આ મંદિર છે ખાસ
Advertisement

  • pakistan janmashtami ધામધૂમથી ઉજવાય છે
  • પાકિસ્તાન રાવલપિંડીમાં આવ્યો છે ભવ્ય ભગવાન કૃષ્ણનું મંદિર
  • પાકિસ્તાનના અનેક શહેરોમાં જન્માષ્ટમીની થાય છે ઉજવણી

દેશભરમાં આજે જન્માષ્ટમીના પર્વને લઇને ભકતોમાં અનેરો આનંદ અને ઉત્તસાહ જોવા મળી રહ્યો છે. વિશ્વભર કૃષ્ણ જન્માષ્મીના તહેવારની ઉજવણી કરવા શ્રદ્વાળુઓ તડામાર તૈયારીઓ કરી રહ્યા છે. ભારત સહિત પાકિસ્તાનમાં પણ ભારે ધામધૂમથી જન્માષ્ટમી ઉજવાય છે,હા સાચી વાત છે. પાકિસ્તાનમાં ભગવાન કૃષ્ણનું એક પ્રખ્યાત મંદિર આવેલું છે, જેનું નામ કૃષ્ણ મંદિર રાવલપિંડી છે. તે રાવલપિંડીમાં સૌથી મોટું હિન્દુ મંદિર છે અને આ મંદિર 1897માં બનાવવામાં આવ્યું હતું. તેનું નિર્માણ કાંચી મલ અને ઉજાગર મલ રામ પંચાલે કર્યું હતું, ભાગલા પછી તે થોડા સમય માટે બંધ કરવામાં આવ્યું હતું, પરંતુ પછીથી ફરીથી ખોલવામાં આવ્યું હતું. પાકિસ્તાનમાં, અમરાકોટ, કરાચી, લાહોર અને ક્વેટા જેવા શહેરોમાં પણ જન્માષ્ટમી પર મંદિરોને શણગારવામાં આવે છે અને જન્માષ્ટમીના તહેવારની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે.

pakistan janmashtami: ઉજવણી

જનમાષ્ટમી એક એવો તહેવાર છે જે સમગ્ર વિશ્વમાં હિન્દુ ધર્મના લોકો દ્વારા ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. દેશ ઉપરાંત, વિદેશમાં રહેતા લોકો પણ સંપૂર્ણ ભારતીય પરંપરા સાથે જન્માષ્ટમીનો તહેવાર ખૂબ જ ઉત્સાહથી ઉજવે છે. પાકિસ્તાનની વાત કરીએ તો, 1980 ના દાયકા સુધી, પાકિસ્તાનના ઇસ્લામાબાદમાં રહેતા ભારતીય રાજદૂત પણ રાવલપિંડીમાં સ્થિત હિન્દુ મંદિરમાં શ્રી કૃષ્ણના આ મંદિરમાં પૂજા કરવા આવતા હતા.

Advertisement

pakistan janmashtami આ મંદિરમાં ભવ્ય રીતે ઉજવાય છે

જો આપણે રાવલપિંડીની પછી લાહોરની વાત કરીએ તો, ત્યાં હજુ પણ 20-22 મંદિરો છે, પરંતુ પૂજા ફક્ત બે મંદિરોમાં જ થાય છે. અહીંનું કૃષ્ણ મંદિર કેસરપુરામાં છે, અહીં જન્માષ્ટમી પર વિધિસર પૂજા કરવામાં આવે છે. આ પછી, જો આપણે એબોટાબાદની વાત કરીએ તો, અહીં પણ શ્રી કૃષ્ણનું એક પ્રખ્યાત મંદિર છે, પરંતુ આ મંદિરમાં પૂજા થતી નથી, કારણ કે મંદિરની હાલત ખરાબ છે. આ પછી કરાચીના સ્વામિનારાયણ મંદિરનું નામ આવે છે, આ મંદિરમાં હરે કૃષ્ણ મહારાજ અને રાધા કૃષ્ણદેવની મૂર્તિઓ છે. આ ઉપરાંત, ક્વેટામાં એક ઇસ્કોન મંદિર છે, આ મંદિર પણ ખૂબ પ્રખ્યાત છે.

Advertisement

pakistan janmashtami   રાધે કૃષ્ણનું મંદિર

વિશ્વભરમાં ભગવાન કૃષ્ણના અનુયાયીઓની સંખ્યા કરોડોમાં છે. આને ભક્તો અથવા વૈષ્ણવો પણ કહેવામાં આવે છે, જેઓ કૃષ્ણ અથવા તેમના અન્ય સ્વરૂપો જેમ કે રામ અથવા નારાયણ પ્રત્યે સમર્પિત છે. Krishna.com મુજબ, વિશ્વમાં લગભગ 56 કરોડ વૈષ્ણવો છે. ઇસ્કોન (ઇન્ટરનેશનલ સોસાયટી ફોર કૃષ્ણ કોન્શિયસનેસ) જેવી સંસ્થાઓએ પણ વિશ્વભરમાં, ખાસ કરીને પશ્ચિમી દેશોમાં કૃષ્ણ ભક્તિનો ફેલાવો કર્યો છે.

pakistan janmashtami કયા દેશોમાં કૃષ્ણ મંદિરો છે

વૈષ્ણવ ધર્મમાં, કૃષ્ણને ભગવાન વિષ્ણુનો અવતાર માનવામાં આવે છે. ઇસ્કોનના વિશ્વભરમાં લાખો અનુયાયીઓ છે. 1960 ના દાયકા પછી, ઇસ્કોન જેવા સંગઠનોએ પશ્ચિમી દેશોમાં કૃષ્ણ ભક્તિને લોકપ્રિય બનાવી, જોકે 1980 ના દાયકાથી ઉત્તર અમેરિકા અને પશ્ચિમ યુરોપમાં ઘટાડો થયો છે. ઓસ્ટ્રેલિયાના સિડનીમાં એક સુંદર ઇસ્કોન મંદિર છે અને વિશ્વભરમાં કૃષ્ણ મંદિરો અસ્તિત્વમાં છે. કૃષ્ણ પ્રત્યેની ભક્તિ ભારત અને વિશ્વભરમાં વિવિધ સ્વરૂપોમાં અસ્તિત્વમાં છે, અને તેમના અનુયાયીઓની સંખ્યા સતત વધી રહી છે.

આ પણ વાંચો :  Janmashtami : અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ,જુજવે રૂપે અનંત ભાસે

Tags :
Advertisement

.

×