જાપાનમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે ફરી કર્યો દાવો, ભારત અને પાકિસ્તાન વચ્ચે સીઝફાયર કરાવ્યું
- Indo -Pak War: USના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી કર્યો દાવો
- ભારત-પાકિસ્તાન વચ્ચે સીઝફાયર કરાવ્યું
- ભારતે ડોનાલ્ડ ટ્રમ્પના આ દાવાને નકાર્યો
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (Trump India Pakistan War Claim) ફરી એકવાર ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ રોકવાનો મોટો દાવો કર્યો છે. જાપાનની મુલાકાતે આવેલા ટ્રમ્પે કહ્યું કે તેમણે ટેરિફનો ઉપયોગ કરીને બે પરમાણુ શક્તિ ધરાવતા દેશો વચ્ચેનું યુદ્ધ અટકાવ્યું હતું.
Indo -Pak War: ભારત-પાકિસ્તાન વચ્ચે સીઝફાયર કરાવ્યું
નોંધનીય છે કે ટ્રમ્પે જાપાનમાં અમેરિકન સૈનિકોને સંબોધતા કહ્યું કે, "આપણા દેશની રાષ્ટ્રીય સુરક્ષા અને મેં જે પણ યુદ્ધો અટકાવ્યા હતા, તે બધા ટેરિફને કારણે હતા. સાચું કહું તો, મેં વેપાર અને ટેરિફ દ્વારા વિશ્વની મોટી સેવા કરી છે. જો તમે ભારત અને પાકિસ્તાનને જુઓ, તો તે સમયે તેઓ એકબીજા સાથે લડી રહ્યા હતા."
Indo -Pak War: વેપારની વાત કરીને યુદ્વ કરાવ્યું બંધ
ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો કે તેમણે તે સમયના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને પાકિસ્તાનના લશ્કરી વડાને સ્પષ્ટપણે કહ્યું હતું કે, "જો તમે યુદ્ધ કરશો, તો અમે તમારી સાથે કોઈ વેપાર કરીશું નહીં.અમેરિકન રાષ્ટ્રપતિએ કહ્યું કે તે સમયે, બે પરમાણુ સશસ્ત્ર દેશો એકબીજાનો સામનો કરવા તૈયાર હતા અને "સાત સુંદર નવા વિમાનોને તોડી પાડવામાં આવ્યા હતા." જોકે, હંમેશની જેમ, તેમણે કયા દેશના વિમાનો તોડી પાડવામાં આવ્યા હતા તે સ્પષ્ટ કર્યું નહોતું. ટ્રમ્પના મતે તેમની કડક ચેતવણી પછી જ પરિસ્થિતિ નિયંત્રણમાં આવી હતી.ટ્રમ્પે પોતાના આ કથિત યોગદાન માટે નોબેલ શાંતિ પુરસ્કારને પાત્ર હોવાનો દાવો પણ કર્યો.તેમણે કહ્યું કે તેમણે પોતાની ટેરિફ નીતિ દ્વારા વિશ્વના આઠ મોટા સંઘર્ષોનો ઉકેલ લાવ્યો અને ભારત-પાકિસ્તાન યુદ્ધને રોકવામાં તેમના યોગદાન બદલ નોબેલ શાંતિ પુરસ્કાર મળવો જોઈએ. તેમણે સ્પષ્ટતા કરી, "જો મેં તે સમયે પગલાં ન લીધા હોત, તો એક મોટું યુદ્ધ ફાટી શક્યું હોત.
Indo -Pak War: ભારતે દાવાને નકાર્યો
નોંધનીય છે કે, ભારતે ડોનાલ્ડ ટ્રમ્પના આ દાવાને ભૂતકાળમાં પણ સતત અને સંપૂર્ણપણે નકારી કાઢ્યો છે. ભારતીય વિદેશ મંત્રાલયે હંમેશા સ્પષ્ટતા કરી છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ઓછો કરવાનો નિર્ણય બંને દેશો વચ્ચેના સીધા રાજદ્વારી સંપર્કો દ્વારા લેવામાં આવ્યો હતો અને તેમાં કોઈ ત્રીજા પક્ષની ભૂમિકા નહોતી.
આ પણ વાંચો: Kenya Plane Crash : ભયાનક વિમાન દુર્ઘટના! 10 થી વધુ લોકોના મોતની આશંકા