Rajkot:તમારા બાળકને એકલું ના મૂકો! જસદણની જીવન શાળાની હોસ્ટેલનો બનાવ, ગૃહપતિ પર ગંભીર આક્ષેપો
- જસદણનાં આંબરડી ગામની જીવન શાળા હોસ્ટેલનો બનાવ
- જીવન શાળાનાં ગૃહપતિ પર વિદ્યાર્થીઓએ લગાવ્યા આરોપ
- જસદણ પોલીસે ગુનો નોંધી ગૃહપતિની કરી ધરપકડ
- આચાર્યને રજૂઆત કરતા ઉદ્ધતાઈ ભર્યો જવાબ મળ્યોઃ વાલી
જસદણના આંબરડી ગામે આવેલ જીવનશાળા અર્ધસરકારી સ્કૂલ અને હોસ્ટેલ ખાતે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સાથે શાળાનાગૃહપતિ એ સુષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું જેની ફરિયાદ વિદ્યાર્થીના વાલી દ્વારા જસદણ પોલીસ સ્ટેશનમાં પોસકો એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ફરીદ નોંધવામાં આવી છે. જસદણ પોલીસ મુખ્ય અરોપી કિશન ગાંગડીયાની ધડપકડ કરી છે.
વિદ્યાર્થીઓ પાસે કપડા ધોવડાવવામાં આવતાઃ વાલીઓ
આ બાબતે વાલીએ જણાવ્યું હતું કે, એફઆઈઆરમાં જીવન શાળા આંબરડી સંસ્થા છે. જેમાં પાંચ થી છ છોકરાઓને અલગ સુવડાવવામાં આવતા હતા. અને એ લોકોને ત્યાંનાં ગૃહપતિ કિશનભાઈ ગાંગડીયા દ્વારા રાત્રે દસ વાગ્યા બાદ પોતાના રૂમમાં લઈ જઈ સેક્સ્યુઅલી હેરેસમેન્ટ કરવામાં આવતા હતા. તેમજ છોકરાઓને જબરજસ્તી પાનમાવા ખવડાવવામાં આવે છે. ત્યારે એક બે છોકરાઓએ પાન માવા ખાતા તેઓને ઉલટી થઈ તો પણ માર મારીને ખવડાવ્યા હતા. અને છોકરાઓને વારા ફરતી પોતાનાં કપડા ધોવડાવે છે. તેમજ આચાર્યને આ બાબતે જાણ કરતા આચાર્ય દ્વારા કહેવામાં આવ્યું હતું કે, અમારી સંસ્થામાં આવું ચાલશે. તમારે ભણાવવા હોય તો ભણાવો નહી તો લઈ જાઓ.
મારૂ નામ તો બદનામ કરવા માટે હોય એવું લાગે છેઃ આચાર્ય
આ બાબતે જીવન શાળાનાં આચાર્ય રતનાભાઈ રાઘવાણીએ જણાવ્યું હતું કે, મારા વિરૂદ્ધ જસદણ પોલીસ મથકે નોંધાયેલ ફરિયાદ બાબતે હું કંઈ જાણતો નથી. તેમજ તમારી સામે તેમજ ગૃહપતિનું નામ ફરિયાદમાં લખવામાં આવ્યું છે. મારૂ નામ તો બદનામ કરવા માટે હોય એવું લાગે છે. બાકી હું આ બાબતે કંઈ જાણતો નથી. તેમજ વિદ્યાર્થીઓને અલગ રૂમમાં લઈ જવા બાબતે પૂછતા આચાર્ય દ્વારા આ બાબતે કંઈ જ જાણતા ન હોવાનું જણાવ્યું હતું. તેમજ વિદ્યાર્થીએ આ બાબતે કંઈ ફરિયાદ પણ કરી નથી. તેમજ પોલીસ દ્વારા મારી કોઈ પૂછપરછ કરી નથી.
આ પણ વાંચોઃ Rajkot: સ્વામિનારાયણ સંપ્રદાયના વધુ એક સ્વામીનો બફાટ, હિન્દુ દેવી-દેવતાઓ વિશે કરી ટિપ્પણી
પોલીસે કાર્યવાહી હાથ ધરી
વાલી દ્વારા ગૃહપતિ અને શાળાના આચાર્ય વિરુદ્ધ જસદણ પોલીસ સ્ટેશનમાં એટ્રોસીટી એક્ટની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. હાલ કિશન ભરત ગાંગડીયા ગૃહપતિ ની પોલીસે ધરપકડ કરી છે. અને રત્નાભાઇ રાઘવાણી શાળાના આચાર્યની ધરપકડ કરવાની બાકી છે. આગળની કાર્યવાહી જસદણ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.
આ પણ વાંચોઃ Gondal: રાજકુમાર જાટનું મોત કે હત્યા, બે PM રિપોર્ટમાં અનેક વિસંગતતાઓ, પોલીસની તપાસ શંકાના દાયરામાં


