દેશની રક્ષા માટે સજ્જ 'જટાયુ' હવે વિશ્રામ કરશે, વાયુસેનામાં 62 વર્ષ સેવા બાદ MiG 21 નિવૃત્ત
- MiG 21: અદ્વિતિય સાહસનો યુગ સમાપ્ત, Mi G21ને વિદાય
- ચંદીગઢ એરફોર્સ સ્ટેશન ખાતે વિદાય સમારોહ
- સ્ક્વોડ્રન લીડર પ્રિયા શર્માએ ઉડાવશે અંતિમ MiG21
MiG 21: દેશની રક્ષા માટે સજ્જ 'જટાયુ' હવે વિશ્રામ કરશે. વાયુસેનામાં 62 વર્ષ સેવા બાદ મિગ-21 નિવૃત્ત થશે. અદ્વિતિય સાહસનો યુગ સમાપ્ત, મિગ-21ને વિદાય. ચંદીગઢ એરફોર્સ સ્ટેશન ખાતે વિદાય સમારોહ યોજાશે. સ્ક્વોડ્રન લીડર પ્રિયા શર્માએ અંતિમ મિગ-21 ઉડાવશે. 1963માં પ્રથમ મિગ-21 વાયુસેનામાં જોડાયું હતું. જેમાં સાહસ, સમર્પણ અને સેવાના સોનેરી યુગનો અંત!
એરક્રાફ્ટને નિવૃત્ત કરીને એક ગૌરવશાળી અધ્યાયનું સમાપન
ભારતીય વાયુસેના છ દાયકાથી વધુ સમય સુધી આકાશમાં ગર્જના કરનાર તેના સુપ્રસિદ્ધ મિગ-21 ફાઈટર એરક્રાફ્ટને નિવૃત્ત કરીને એક ગૌરવશાળી અધ્યાયનું સમાપન કરવા જઈ રહી છે. ચંદીગઢ એરફોર્સ સ્ટેશન ખાતે ઐતિહાસિક વિદાય સમારોહનું આયોજન કરાયું છે. આ એ જ સ્થળ છે જ્યાં આ શક્તિશાળી વિમાનને 1963માં ભારતીય વાયુસેનામાં સૌપ્રથમવાર સામેલ કરવામાં આવ્યું હતુ. નિવૃત્તિ નિમિત્તે યોજાનારા ભવ્ય ફ્લાયપાસ્ટમાં નંબર 23 સ્ક્વોડ્રનના 6 મિગ-21 વિમાન ભાગ લઈ રહ્યાં છે. લેન્ડિંગ પછી આ વિમાનોને વોટર કેનન સેલ્યૂટ આપવામાં આવશે.
Indian Air Force : દેશની રક્ષા માટે સજ્જ 'જટાયુ' હવે વિશ્રામ કરશે
વાયુસેનામાં 62 વર્ષ સેવા બાદ મિગ-21 નિવૃત્ત
અદ્વિતિય સાહસનો યુગ સમાપ્ત, મિગ-21ને વિદાય
ચંદીગઢ એરફોર્સ સ્ટેશન ખાતે વિદાય સમારોહ
સ્ક્વોડ્રન લીડર પ્રિયા શર્મા ઉડાવશે અંતિમ મિગ-21
1963માં પ્રથમ મિગ-21 વાયુસેનામાં… pic.twitter.com/faA3CviLH2— Gujarat First (@GujaratFirst) September 26, 2025
MiG 21: ઐતિહાસિક ક્ષણના સાક્ષી તરીકે મહિલા સશક્તિકરણનું ઉદાહરણ
આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી તરીકે મહિલા સશક્તિકરણનું ઉદાહરણ પણ જોવા મળશે. જેમાં ભવ્ય ફ્લાયપાસ્ટમાં ભાગ લેનારા પાયલાટ્સમાં સ્ક્વોડ્રન લીડર પ્રિયા શર્મા પણ મુખ્ય ભૂમિકામાં હશે. મિગ-21ના સાહસ, સમર્પણ અને સેવાના સોનેરી યુગનો અંત આવી ગયો છે. 62 વર્ષ સુધી ભારતીય હવાઈ સરહદોનું રક્ષણ કરનારા જટાયુને અંતિમ ઉડાણ બાદ કાયમી ગ્રાઉન્ડેડ કરી દેવામાં આવશે. એરફોર્સમાં આવ્યા બાદ અને નિવૃત્ત થવા વચ્ચે મિગ-21એ ઘણા ઉતાર-ચડાવ જોયા છે પણ સતત ભારતનું રક્ષણ કર્યું છે અને સેવા આપી છે.
કોણ છે સ્ક્વોડ્રન લીડર પ્રિયા શર્મા?
પ્રિયા શર્મા રાજસ્થાનના ઝુંઝુનુ જિલ્લાના વતની છે. પ્રિયા શર્મા વાયુસેનાની સાતમી મહિલા ફાઈટર પાયલટ છે. જેમાં 2018માં ડુંડિગલ એરફોર્સ એકેડેમીમાંથી ગ્રેજ્યુએટ થયા છે. પિતાના પગલે ચાલીને વાયુસેનામાં જોડાયા હતા. હકીમપેટ એરફોર્સ સ્ટેશન પર શરૂઆતમાં સેવા આપી હતી. જેમાં બિદર એરફોર્સ સ્ટેશનમાં ફાઈટર ટ્રેનિંગ મેળવી હતી. નાલમાં મિગ-21 વિદાય સોલ્ટીઝમાં ઉડાન ભરી હતી.
આ પણ વાંચો: USA: Donald Trump ના નિશાને હવે વિદેશી ફાર્મા સેક્ટર, ફાર્મા પ્રોડક્ટ્સ પર 100 ટકા Tariff


