Live Streaming માં ક્રિએટરનું મોત, ચેલેન્જ પૂરી કરતા જીવન હાર્યું
- ઓનલાઇન સ્ટ્રીમીંગના જીવલેણ જોખમો સામે આવ્યા
- ક્રિએટર જોડે અમાનવીય વર્તન કરતા ચેલેન્જ દરમિયાન મોત
- લાઇવ સ્ટ્રીમીંગ પર લગામ કસવા માટે સરકારોએ વધારે મહેનત કરવી પડશે
Jean Pormanove Death : ફ્રેન્ચ પ્રભાવક જીન પોરમાનોવના મૃત્યુથી (Jean Pormanove Death) લાઈવ સ્ટ્રીમિંગ સંબંધિત નિયમોમાં ફેરફાર અંગે નવી ચર્ચા શરૂ થઈ છે. પોરમાનોવ ઘણીવાર કેમેરા સામે ખતરનાક સ્ટ્રીમિંગ કરતો હતો, જેમાં તે પોતાના પર અત્યાચાર કરતો જોવા મળે છે. મોટાભાગની સ્ટ્રીમિંગમાં તેની સાથે અમાનવીય વર્તન કરવામાં આવતું હતું. આવા જ એક સ્ટ્રીમિંગ દરમિયાન તેનું મૃત્યુ થયું હતું. 46 વર્ષીય જીન 10 દિવસ અને 10 રાત સ્ટ્રીમિંગ કરી રહ્યો હતો, જેમાં તેની સાથે અમાનવીય વર્તન કરવામાં આવી રહ્યું હતું.
🚨🇫🇷🕊️
"IL ME SÉQUESTRE"
Voici ce qu’a envoyé Jean Pormanove à sa maman quelques jours avant son décès :
« Salut maman. Comment tu vas ? Coincé à la mort avec son jeu. Ça va trop loin. J’ai l’impression d’être séquestré avec leur concept de merde. J’en ai marre je veux me… https://t.co/WtPWZcvw0T pic.twitter.com/QJdkeiBdaC
— Impact (@ImpactMediaFR) August 18, 2025
કેમેરા સામે તેનું મૃત્યુ થયું
જીન પોરમાનોવનું સાચું નામ રાફેલ ગ્રેવન હતું. તે ખતરનાક સ્ટ્રીમિંગ (Dangerous Live Streaming) કરવા માટે ખૂબ જ લોકપ્રિય હતો. 18 ઓગસ્ટની સવારે, આવા જ એક સ્ટ્રીમિંગ દરમિયાન કેમેરા સામે તેનું મૃત્યુ થયું હતું. તે ફ્રાન્સના કોન્ટેસમાં તેના ભાડાના ઘરમાંથી સ્ટ્રીમિંગ કરી રહ્યો હતો. આ દરમિયાન તેનું મૃત્યુ થયું હતું. તેની કારકિર્દીનું છેલ્લું સ્ટ્રીમિંગ તેના મૃત્યુ સાથે સમાપ્ત થયું હતું.
ખતરનાક સ્ટ્રીમિંગની સંસ્કૃતિ પર પ્રશ્નો ઉભા થયા
આ ઘટના પછી, ચાહકો અને જવાબદાર અધિકારીઓ ફ્રાન્સની ખતરનાક સ્ટ્રીમિંગ સંસ્કૃતિ પર પ્રશ્નો ઉભા કરી રહ્યા છે. આવી સ્ટ્રીમિંગમાં જીન (Jean Pormanove Live Streamer) સાથે અમાનવીય વર્તન કરવામાં આવ્યું હતું. જીને 10 દિવસ અને 10 રાતની ચેલેન્જ હાથ પર લીધી હતી. આ સમય દરમિયાન, તે સતત 300 કલાક સુધી સ્ટ્રીમિંગ કરતો રહ્યો હતો. મીડિયા અનુસાર, આ સમય દરમિયાન જીનને ઘણી શારીરિક હિંસાનો ભોગ બનવું પડ્યું હતું. તેને સૂવા દેવામાં આવતો ન્હતો અને તેને ઝેરી પદાર્થો પણ ખવડાવવામાં આવતા હતા.
તેણે ખતરનાક સ્ટ્રીમિંગ દ્વારા પોતાની ઓળખ બનાવી
જીને (Jean Pormanove Live Streamer) ખતરનાક સ્ટ્રીમિંગ દ્વારા ફ્રાન્સમાં ચાહકોમાં પોતાની ઓળખ બનાવી હતી. તેના જૂના સ્ટ્રીમિંગમાં પણ તેને ઘણીવાર થપ્પડ મારવામાં આવતી હતી. તેના પર થૂંકવામાં આવ્યું હતું. તેનું ગળું દબાવવામાં આવતું હતું અને તેના પર વસ્તુઓ ફેંકવામાં આવતી હતી. ઘણીવાર આ વસ્તુઓને ચેલેન્જ તરીકે રજૂ કરવામાં આવતી હતી. આ સાથે, આ પ્રેક્ષકોના મનોરંજન માટે પણ કરવામાં આવતું હતું.
જીનને માર મારવામાં આવ્યો હતો
અહેવાલ અનુસાર, જીન (Jean Pormanove Live Streamer) અગાઉ સૈનિક હતો. જો કે, સ્ટ્રીમિંગમાં તેના બે સાથીઓ ઘણીવાર તેની સાથે અમાનવીય વર્તન કરતા હતા. નારુતો અને સફિન તેના પર વસ્તુઓ ફેંકતા જોઈ શકાય છે. ઘણી વાર, તેને દોરડાથી બાંધી દેવામાં આવતો હતો અને તેના મોંમાં ખોરાક પણ ભરેલો હતો અને તેના પર પેઇન્ટબોલ બંદૂકથી પણ ગોળી ચલાવવામાં આવતી હતી. જાન્યુઆરી 2025 માં, નારુતો અને સૈફીનની નબળા લોકો સામે હિંસા બદલ ધરપકડ કરવામાં આવી હતી. જો કે, બંનેને પછીથી છોડી મૂકવામાં આવ્યા હતા.
પોતાની પીડા વ્યક્ત કરી
થોડા દિવસ પહેલા જીને (Jean Pormanove Live Streamer) પોતાની પીડા વ્યક્ત કરી હતી. તેણે કહ્યું હતું કે, ક્યારેક તેને એવું લાગે છે કે, તેને બંધક બનાવવામાં આવ્યો છે. તેણે એ પણ સ્વીકાર્યું કે, તે સ્ટ્રીમિંગથી કંટાળી ગયો છે. જીન લગભગ ચાર વર્ષથી આવા ખતરનાક સ્ટ્રીમિંગ કરી રહ્યો હતો. આ દ્વારા, તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લોકપ્રિયતા મેળવી. ખાસ કરીને કિક નામના પ્લેટફોર્મ પર, તેના લાખો ફોલોઅર્સ હતા.
18 ઓગસ્ટના રોજ મોત મળ્યું
18 ઓગસ્ટના રોજ, જીન (Jean Pormanove Live Streamer) અને તેના સાથીઓ ગાદલા પર સૂતા હતા. જ્યારે અન્ય સાથીઓ જાગ્યા, ત્યારે તેઓએ જીનને પણ જગાડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેણે કોઈ જવાબ આપ્યો નહીં. આવી સ્થિતિમાં, સ્ટ્રીમિંગ બંધ કરી દેવામાં આવ્યું. બાદમાં, જીનનો સાથી નારુતોએ જણાવ્યું કે, જીનનું મૃત્યુ થયું છે. આ સાથે તેણે સ્ટ્રીમિંગની છેલ્લી મિનિટો કોઈની સાથે શેર ના કરવાની અપીલ કરી હતી. જીનના મૃત્યુ પછી સ્ટ્રીમિંગ સંબંધિત કડક નિયમોની માંગ તીવ્ર બની છે. સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ કિક પર માર્ગદર્શિકાનું પાલન ના કરવાનો પણ આરોપ મૂકવામાં આવ્યો છે. કિક અધિકારીઓનું કહેવું છે કે, તેમનું પ્લેટફોર્મ પહેલાથી જ સ્વ-નુકસાન, અતિશય હિંસા અથવા કોઈપણ ગેરકાયદેસર સામગ્રી પર પ્રતિબંધ મૂકે છે. જો કે, ટીકાકારોનું કહેવું છે કે, આ નિયમો યોગ્ય રીતે લાગુ કરવામાં આવ્યા ન્હતા.
આ પણ વાંચો ----- Viral : રીલબાજ દીદીનો ડાન્સ નાપસંદ આવતા કપિરાજે પાઠ ભણાવ્યો


