Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Jetpur : શાળાએ ગયેલી કિશોરીને આરોપી બાઇક પર બેસાડી ગેસ્ટ હાઉસ લઈ ગયો અને પછી..!

જેતપુરમાં (Jetpur) શાળાએ ગયેલી કિશોરીને ઉઠાવી દુષ્કર્મ આચર્યાંનો મામલો આરોપીએ તરૂણીને મોબાઇલ અપાવી વાતચીત શરૂ કરી હતી પોકસો, દુષ્કર્મ સહિતનો ગુનો નોંધી આરોપીને પકડવા તજવીજ હાથ ધરાઈ જેતપુરમાં (Jetpur) સતત બીજા દિવસે દુષ્કર્મની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે. ગઈકાલે...
jetpur   શાળાએ ગયેલી કિશોરીને આરોપી બાઇક પર બેસાડી ગેસ્ટ હાઉસ લઈ ગયો અને પછી
Advertisement
  1. જેતપુરમાં (Jetpur) શાળાએ ગયેલી કિશોરીને ઉઠાવી દુષ્કર્મ આચર્યાંનો મામલો
  2. આરોપીએ તરૂણીને મોબાઇલ અપાવી વાતચીત શરૂ કરી હતી
  3. પોકસો, દુષ્કર્મ સહિતનો ગુનો નોંધી આરોપીને પકડવા તજવીજ હાથ ધરાઈ

જેતપુરમાં (Jetpur) સતત બીજા દિવસે દુષ્કર્મની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે. ગઈકાલે કલ્યાણપુર પંથકની (Kalyanpur) યુવતી સાથે તે જ વિસ્તારનાં શખ્સે અવારનવાર દુષ્કર્મ આચર્યાનો બનાવ સામે આવ્યા બાદ આજે 15 વર્ષની તરૂણી પર જેતપુરનાં જ શખ્સે ભગાડી જઈ વિરપુર ગેસ્ટહાઉસમાં (Virpur Guest House) શરીર સબંધ બાંધી દુષ્કર્મ આચરતાં ચકચાર મચી ગઇ છે.

આ પણ વાંચો - ગુજરાત સાયન્સ સિટીમાં દેશનાં પ્રથમ ‘National Space Day’ ની ભવ્ય ઉજવણી, 1 હજાર વિદ્યાર્થીઓએ લીધો ભાગ

Advertisement

આરોપીએ તરૂણીને મોબાઇલ અપાવ્યો હતો

બનાવ અંગે જેતપુર સીટી પોલીસે (Jetpur City Police) ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જેતપુરમાં રહેતી 15 વર્ષની તરૂણીનાં પિતાએ રવી પરમાર નામનાં શખ્સ સામે જેતપુર સિટી પોલીસમાં દુષ્કર્મ સહિતની કલમ હેઠળ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમની 15 વર્ષની પુત્રી અભ્યાસ કરે છે, જેમને તેમની નજીક રહેતાં આરોપીએ મોબાઈલ અપાવ્યો હતો. બાદમાં બંને ફોનમાં અવારનવાર વાત કરતાં હતા. ગઈકાલે તેની પુત્રી સ્કૂલેથી ઘરે પરત ફરી હતી અને આરોપીએ તેની પુત્રી સાથે મોબાઈલમાં વાત કરી હતી અને બાઇક પર ભગાડી ગયો હતો.

Advertisement

આ પણ વાંચો - Surat ની મહિલાએ પાટણનાં તરૂણ બ્રહ્મભટ્ટ સામે નોંધાવી ફરિયાદ, જાણો સમગ્ર મામલો

તરૂણીએ પોતાની સાથે થયેલી ઘટના પરિવારને જણાવી

ત્યાર બાદ વિરપુરમાં આવેલ એક ગેસ્ટ હાઉસમાં (Virpur Guest House) લઈ ગયો હતો, જયાં તેની પુત્રી સાથે આરોપીએ શરીર સબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં આરોપી તેમની પુત્રીને ઘર પાસે મૂકી નાસી છૂટ્યો હતો. ઘરે આવેલી પુત્રીને ઘરેથી આટલો સમય ક્યાં ગઈ હતી, તે અંગે પૂછતાં તરુણીએ પોતાની સાથે થયેલ ઘટના વર્ણવી હતી. બાદમાં પરિવારજનો પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા. બનાવ અંગેની ફરિયાદ પરથી જેતપુર સિટી પોલીસે (Jetpur City Police) ગુનો નોંધી PI એ.ડી.પરમાર અને ટીમે આરોપી રવી પરમારને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતાં.

અહેવાલ : હરેશ, જેતપુર

આ પણ વાંચો - Gandhinagar : ગૃહમાં સ્પીચ દરમિયાન BJP ધારાસભ્યને સિનિયર મહિલા અધિકારી પર આવ્યો જબરદસ્ત ગુસ્સો!

Tags :
Advertisement

.

×