ઝારખંડના Manishi એ ફર્સ્ટ કલાસ ક્રિકેટમાં રચ્યો ઇતિહાસ, તમામ 6 બેટસમેનોને કર્યા LBW આઉટ
- દિલીપ ટ્રોફીમાં ઝારખંડના Manishi એ રચ્યો ઇતિહાસ,
- તમામ 6 બેટસમેનોને કર્યા LBW આઉટ
- ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં માત્ર પાંચ બોલરોએ આવી સિદ્ધિ હાંસિલ કરી છે
ઝારખંડની 21 વર્ષીય ડાબોડી સ્પિનર મનીષીએ દુલીપ ટ્રોફી 2025માં ઇતિહાસ રચ્યો છે. નોર્થ ઝોન અને ઈસ્ટ ઝોન વચ્ચેની મેચમાં તેણે એવી અદ્ભુત બોલિંગ કરીને તેણે વર્લ્ડ રેકોર્ડની બરાબરી કરી. ઈસ્ટ ઝોન તરફથી રમતી મનીષીએ નોર્થ ઝોન સામેની મેચમાં પ્રથમ ઇનિંગમાં કુલ 6 વિકેટ લીધી.મનીષીએ વર્ષ 2022માં પોતાનું પહેલું ફર્સ્ટ ક્લાસ ડેબ્યૂ કર્યું હતું. ત્યારથી, તેણે અત્યાર સુધી 9 મેચ રમી છે. મનીષીએ માત્ર 20 વર્ષની ઉંમરે ડેબ્યૂ કર્યું હતું, પરંતુ તે પછી તેને તેની આગામી ફર્સ્ટ ક્લાસ મેચ રમવા માટે 2 વર્ષ રાહ જોવી પડી હતી. જોકે, જ્યારે તેને તક મળી, ત્યારે તેણે જોરદાર પ્રદર્શનથી બધાને આશ્ચર્યચકિત કરી દીધા.
Manishi એ રચ્યો ઇતિહાસ
ઝારખંડના લેફ્ટ-આર્મ સ્પિનર મનીષીએ બેંગલુરુમાં રમાઈ રહેલી દુલીપ ટ્રોફી 2025માં ઇતિહાસ રચ્યો. તેણે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં પ્રથમ ભારતીય બોલર તરીકે એક ઇનિંગમાં તમામ 6 બેટ્સમેનોને LBW આઉટ કરીને વિશ્વ રેકોર્ડની બરાબરી કરી. ઈસ્ટ ઝોન અને નોર્થ ઝોન વચ્ચેની ક્વાર્ટર ફાઇનલ મેચમાં, મનીષીએ પોતાના પહેલા જ બોલ પર નોર્થ ઝોનના ઓપનર અંકિત કુમારને આઉટ કર્યો. ત્યારબાદ તેણે શુભમ ખજુરિયા, યશ ધુલ, કન્હૈયા વાધવાન, આકિબ નબી અને હર્ષિત રાણાને LBW આઉટ કરીને શાનદાર પ્રદર્શન કર્યું.
Manishi એ રેકોર્ડ કરીને આ વિશ્વના આ બોલરોના રેકોર્ડની કરી બરાબરી
નોંધનીય છે કે ઈસ્ટ ઝોનના કેપ્ટન રાયન પરાગે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. મનીષીએ 22.2 ઓવરમાં 111 રન આપીને 6 વિકેટ લીધી. આ પહેલાં ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં માત્ર પાંચ બોલરોએ આવી સિદ્ધિ હાંસલ કરી હતી, જેમાં ઇંગ્લેન્ડના માર્ક એલિયટ (1995), શ્રીલંકાના ચામિંડા વાસ (2004-05), પાકિસ્તાનના તાબીશ ખાન (2011-12), ઇંગ્લેન્ડના ઓલી રોબિન્સન (2021) અને ક્રિસ રાઈટ (2021)નો સમાવેશ થાય છે. મનીષીએ આ યાદીમાં પોતાનું નામ ઉમેર્યું છે.જોકે, મનીષીના આ શાનદાર પ્રદર્શન છતાં, નોર્થ ઝોને પહેલી ઇનિંગમાં 405 રન બનાવ્યા. મનીષીનું આ પ્રદર્શન ચાહકો માટે યાદગાર રહેશે અને તે તેની કારકિર્દીમાં એક મહત્વનો સીમાચિહ્ન છે.
આ પણ વાંચો: DPL 2025: ચાલુ મેચમાં નીતિશ રાણા અને દિગ્વેશ રાઠી વચ્ચે ભારે બબાલ,જુઓ વીડિયો


