Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Jio યુઝર્સને ગુગલની મોટી ભેટ, ₹35,100 કિંમતનું Google AI Pro સબ્સ્ક્રિપ્શન તદ્દન ફ્રી!

રિલાયન્સ Jio અને ગૂગલે ભારતમાં AI ને પ્રોત્સાહન આપવા ભાગીદારી કરી છે. Jio Youth Offer હેઠળ 18 થી 25 વર્ષના યુઝર્સને ₹349 કે તેથી વધુના રિચાર્જ પર ₹35,100ની કિંમતનું Google Gemini Pro AI સબ્સ્ક્રિપ્શન 18 મહિના માટે તદ્દન મફત મળશે. આ ઓફરમાં અદ્યતન AI મોડેલો અને 2TB ક્લાઉડ સ્ટોરેજ જેવી પ્રીમિયમ સુવિધાઓનો સમાવેશ થાય છે.
jio યુઝર્સને ગુગલની મોટી ભેટ  ₹35 100 કિંમતનું google ai pro સબ્સ્ક્રિપ્શન તદ્દન ફ્રી
Advertisement
  • Jio-Google: રિલાયન્સ અને ગૂગલે વચ્ચે થઇ મોટી ભાગીદારી
  • Jioના યુઝર્સને Gemini Pro AI નું સબ્સ્ક્રિપ્શન મળશે મફત
  • Jio એ GenZ યુઝર્સ માટે આપી ધમાકેદાર ઓફર
  • Gemini Pro AI 35,100નું સબ્સ્ક્રિપ્શન મફત
  • આજથી એટલે કે 30 ઓક્ટોબરથી આ સેવાનો લાભ લઇ શકો છો

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) અને ગૂગલે ભારતમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે એક મહત્ત્વપૂર્ણ વ્યૂહાત્મક ભાગીદારીની આજે જાહેરાત કરી છે. આ ભાગીદારી હેઠળ Jio ના વપરાશકર્તાઓને ગૂગલ AI પ્રો પ્લાનનું 18 મહિનાનું મફત સબ્સ્ક્રિપ્શન પ્રદાન કરવામાં આવશે, જેની બજાર કિંમત પ્રતિ વપરાશકર્તા આશરે રૂ. 35,100 છે. આ પ્રીમિયમ ઓફરમાં ગૂગલના અદ્યતન AI મોડેલો જેવા કે જેમિની 2.5 પ્રો, નવીનતમ નેનો બનાના અને વીઓ 3.1 નો સમાવેશ થાય છે. આ સાથે, યુઝર્સને અદ્ભુત ઇમેજ અને વીડિયો જનરેશન માટે વિસ્તૃત મર્યાદાઓ, અભ્યાસ અને સંશોધન માટે નોટબુક LM ની વિશેષ ઍક્સેસ અને 2TB ક્લાઉડ સ્ટોરેજ જેવી પ્રીમિયમ સેવાઓ પણ મળશે.

Advertisement

Jio-Google:  Jio એ GenZ યુઝર્સ માટે આપી ધમાકેદાર ઓફર

રિલાયન્સ Jio એ દેશના યુવા વર્ગ એટલે કે GenZ યુઝર્સ માટે એક મહત્વપૂર્ણ અને આકર્ષક ઓફર છે. કંપનીએ 18 થી 25 વર્ષની વયના યુઝર્સ માટે એક ખાસ યોજના શરૂ કરી છે, જેમાં Google ના પાવરફુલ AI મોડેલ Gemini Pro AI નું સબ્સ્ક્રિપ્શન તદ્દન મફત આપવામાં આવશે. ₹35,100ની બજાર કિંમત ધરાવતું આ સબ્સ્ક્રિપ્શન યુઝર્સને અદ્યતન AI સુવિધાઓની મફત ઍક્સેસ આપશે. Google અને Jio વચ્ચેની આ મોટી ભાગીદારીથી દેશના લાખો યુવાનોને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની દુનિયામાં પ્રવેશવાનો મોકો મળશે.

Advertisement

Jio-Google: રિલાયન્સ Jio એ X પર આપી આ માહિતી

નોંધનીય છે કે રિલાયન્સ Jio એ તેના સત્તાવાર X હેન્ડલ દ્વારા આ મોટી જાહેરાત કરી છે. કંપનીએ જણાવ્યું છે કે Jio Youth Offer હેઠળ 18 થી 25 વર્ષના યુવા યુઝર્સને 18 મહિના માટે Google Gemini Pro નું મફત સબ્સ્ક્રિપ્શન ઓફર કરવામાં આવશે. આ સબ્સ્ક્રિપ્શન મેળવવા માટે યુઝર્સને Jio ના અનલિમિટેડ 5G પ્લાન સાથે ₹349 કે તેથી વધુનું રિચાર્જ કરાવવું પડશે. એકવાર પ્લાન એક્ટિવેટ થયા પછી, યુઝર્સને 18 મહિના સુધી Gemini Pro ના તમામ લાભો ઉપલબ્ધ થશે.આ ખાસ ઓફર GenZ યુઝર્સને AI-સંચાલિત ટેક્નોલોજીનો ઉપયોગ કરવાની નવી તક પૂરી પાડશે. આ ઓફરનો લાભ લેવા માટે યુઝર્સે MyJio એપ દ્વારા દાવો (Claim) કરવાનો રહેશે. આ ઓફર આજથી એટલે કે 30 ઓક્ટોબરથી ઉપલબ્ધ થઈ ગઈ છે.

Gemini Pro AI માં કઈ સુવિધાઓ મળશે?

Jio Youth Offer હેઠળ મળતું Gemini AI Pro સબ્સ્ક્રિપ્શન યુઝર્સને Google ની નવીનતમ AI સુવિધાઓ પ્રદાન કરશે. આમાં કંપનીના અદ્યતન મોડેલો જેવા કે 2.5 Pro, Plus અને Deep Research સુવિધાઓનો સમાવેશ થાય છે.

AI વિડિઓ જનરેશન: યુઝર્સ Veo 3 Fast નો ઉપયોગ કરીને અદભૂત AI વિડિઓઝ અને સિનેમેટિક દ્રશ્યો બનાવી શકશે, જે તેમને AI ફિલ્મ નિર્માણ અપનાવવા માટે પ્રોત્સાહિત કરશે.

Nano Banana: યુઝર્સને Gemini-આધારિત Nano Banana ના અદ્યતન સંસ્કરણની ઍક્સેસ મળશે.

ક્લાઉડ સ્ટોરેજ: Gemini Pro સાથે યુઝર્સને 2TB મફત ક્લાઉડ ડેટા સ્ટોરેજ પણ ઓફર કરવામાં આવશે.

આ ભાગીદારી ભારતીય ટેલિકોમ અને ટેકનોલોજી સેક્ટરમાં એક મોટું પગલું છે, જે યુવા શક્તિને AI ક્ષેત્રે આગળ વધારશે.

આ પણ વાંચો:    Vadodara : ડ્રિન્ક એન્ડ ડ્રાઇવના કેસો ડામશે 'કવચ', લોકોની સુરક્ષા માટે

Tags :
Advertisement

.

×