J&K Pahalgam Attack : આ રહ્યાં નિર્દોષ પર્યટકોને મોતને ઘાટ ઉતારનાર આતંકી! સ્કેચ જાહેર કરાયા
- પર્યટકોની પૂછપરછ બાદ સ્કેચ તૈયાર કરાયા (J&K Pahalgam Attack)
- 2 આતંકીઓ પશ્તોનમાં વાતચીત કરતા હતા
- હુમલાખોરોમાં બે વિદેશી આતંકી સામેલ હોવાનાં અહેવાલ
- સ્થાનિક આતંકી બિજબેહરા અને ત્રાલના હોવાની માહિતી
J&K Pahalgam Attack : J&K નાં પહેલગામમાં પર્યટકો પર આતંકવાદી હુમલાને લઈ મોટા સમાચાર આવ્યા છે. પર્યટકોની પૂછપરછ બાદ સ્કેચ (Tourist Sketch) તૈયાર કરાયા છે. આ સ્કેચ હવે જાહેર કરાયા છે.પર્યટકોનાં જણાવ્યા અનુસાર, 2 આતંકી પશ્તોન ભાષામાં વાતચીત કરતા હતા. હુમલાખોરોમાં બે વિદેશી આતંકી પણ સામેલ હોવાની વાત સામે આવી છે. જ્યારે, સ્થાનિક આતંકી બિજબેહરા અને ત્રાલના હોવાની માહિતી છે. આતંકીઓએ નિર્દોષ પર્યટકો પર AK-47 થી ફાયરિંગ કર્યુ હતું.
આ પણ વાંચો - પહેલગામ હુમલાના એક દિવસ બાદ બારામૂલામાં ઘૂસણખોરી કરતાં 2 આતંકીઓ ઠાર
પહેલગામમાં આતંકી હુમલામાં 27 લોકોનાં મોત!
જમ્મુ-કાશ્મીરનાં પહેલગામમાં રજાઓ માણવા આવેલા પ્રવાસીઓ પર કેટલાક આતંકીઓએ હુમલો (J&K Pahalgam Attack) કર્યો હતો. સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, આંતકવાદીઓ પોલીસ અને આર્મીની યુનિફોર્મમાં ત્યાં આવ્યા હતા અને પર્યટકોને ધર્મનું પૂછીને ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં 27 પ્રવાસીઓનાં મોત નીપજ્યા છે. જ્યારે 17 થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
આ પણ વાંચો - Pahalgam Terrorist Attack: J&K માં દહેશતનો માહોલ, આજે બધી શાળાઓ બંધ
2 આતંકીઓ પશ્તોનમાં બોલતા હતા, બે વિદેશી પણ સામેલ હોવાની વાત
જો કે, હવે પ્રવાસીઓ પર હુમલો કરનારા ત્રણ આતંકીઓનાં સ્કેચ (Tourist Sketch) જાહેર કરવામાં આવ્યા છે. પ્રવાસીઓની પૂછપરછમાં જાણવા મળ્યું કે, હુમલાની ઘટના દરમિયાન 2 આતંકી પશ્તોન ભાષામાં વાત કરતા હતા. જ્યારે હુમલાખોરોમાં બે વિદેશી પણ સામેલ હોવાનું ખુલ્યું છે. સ્થાનિક આતંકી બિજબેહરા અને ત્રાલના હોવાની માહિતી છે. આતંકીઓએ નિર્દોષ પર્યટકો પર AK-47 થી ફાયરિંગ કર્યુ હતું.
આ પણ વાંચો - Pahalgam Attack : PM મોદી ભારત પહોંચ્યા, NSA અજિત ડોભાલ, વિદેશ મંત્રી એસ.જયશંકર સાથે કરી વાત