Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

JP Morgan Chase ના CEO ની અમેરિકાને ચેતવણી, કહ્યું, 'સુધરો, નહીં તો યુરોપવાળી થશે'

જેપી મોર્ગન ચેઝની ચેતવણી અમેરિકાના અર્થતંત્ર માટે અત્યંત મહત્વપૂર્ણ છે, કારણ કે, જ્યારે રાષ્ટ્રપતિ ટ્રમ્પ ટેરિફ નીતિઓને આવક વધારવાના સાધન તરીકે ગણાવે છે, ત્યારે તેમની ફુગાવા અને વ્યવસાયિક વાતાવરણ પર નકારાત્મક અસર પડી છે (JP Morgan Chase CEO Warn America). નિષ્ણાતોએ સતત આ નીતિઓની ટીકા કરી છે, તેમને યુએસ અર્થતંત્ર માટે ચિંતાનો વિષય ગણાવ્યા છે.
jp morgan chase ના ceo ની અમેરિકાને ચેતવણી  કહ્યું   સુધરો  નહીં તો યુરોપવાળી થશે
Advertisement
  • ડોનાલ્ડ ટ્રમ્પની નીતિઓનો વિરોધ કરતા JP Morgan Chase ના CEO
  • અમેરિકા ભવિષ્યમાં મંદી તરફ ધકેલાઇ રહ્યું હોવાનો મત વ્યક્ત કર્યો
  • નિવેદનને પગલે આર્થિક મોરચે ખળભળાટ મચી જવા પામ્યો છે

JP Morgan Chase CEO Warn America : યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (US President - Donald Trump) દ્વારા લાદવામાં આવેલા ટેરિફથી વૈશ્વિક વેપારમાં (USA Tarrif War) વિક્ષેપ પડ્યો છે, અને તેની અસરો આજદીન સુધી ચાલુ છે. ભારત, જાપાન અને ચીન જેવા દેશો સાથે તો વેપાર યુદ્ધો ફાટી નીકળે તેવી સ્થિતી સર્જાઇ છે. તેવામાં JPMorgan Chase ના CEO જેમી ડિમોને યુએસની વેપાર નીતિઓ અંગે ગંભીર ચેતવણી આપી છે (JP Morgan Chase CEO Warn America). તેમનું કહેવું છે કે, જો યુએસની વેપાર વિરોધી નીતિઓ ચાલુ રહેશે, તો યુરોપમાં જોવા મળતી આર્થિક મંદી જેવી જ મંદીનો સામનો કરવો પડી શકે છે. તેમના આ નિવેદનના કારણે આર્થિક મોરચે ખળભળાટ મચી જવા પામ્યો છે.

તાત્કાલિક પગલાં લેવામાં નહીં આવે તો......

મિયામીમાં એક બિઝનેસ ફોરમમાં બોલતા, ડિમોને કહ્યું કે, આ નીતિઓ અમેરિકન કંપનીઓને તેમના શહેરો અને રાજ્યો છોડી દેવાનું કારણ બની રહી છે (JP Morgan Chase CEO Warn America). આનાથી યુરોપમાં જોવા મળતી ગંભીર આર્થિક કટોકટી આવી શકે છે. તેમણે ચેતવણી આપી હતી કે, જો તાત્કાલિક પગલાં લેવામાં નહીં આવે, તો આગામી વર્ષોમાં યુએસ યુરોપની દિશામાં આગળ વધી શકે છે.

Advertisement

ઘટતો GDP એક મોટો પડકાર

તેમણે યુરોપિયન દેશોમાં ઘટતા GDP વૃદ્ધિને ચેતવણી તરીકે ટાંકતા, વધુ પડતા કરવેરા અને વધુ પડતા નિયમોને દોષી ઠેરવ્યા હતા. તેમનું માનવું છે કે, યુએસના શહેરો અને રાજ્યોએ સ્પર્ધાત્મક રહેવા માટે હમણાં જ પગલાં લેવા જોઈએ (JP Morgan Chase CEO Warn America), નહીં તો કંપનીઓ વધુ વ્યવસાય-મૈત્રીપૂર્ણ નીતિઓ ધરાવતા ક્ષેત્રોમાં જશે. ડિમોને એ પણ નિર્દેશ કર્યો કે, વેપાર વિરોધી નીતિઓ ફક્ત મોટા કોર્પોરેશનો માટે જ નહીં પરંતુ, નાના વ્યવસાયો અને ઓછી આવક ધરાવતા વ્યક્તિઓ માટે પણ નુકસાનકારક હોઈ શકે છે. તેમણે દલીલ કરી હતી કે, આ નીતિઓ કર આધારને નષ્ટ કરશે, અને તે લોકોને નુકસાન પહોંચાડશે, જેમને તેઓ મદદ કરવા માટે બનાવાયેલા હતા.

Advertisement

યુએસ અર્થતંત્ર માટે ચિંતાનો વિષય

જેપી મોર્ગન ચેઝની ચેતવણી યુએસ માટે મહત્વપૂર્ણ છે કારણ કે, જ્યારે રાષ્ટ્રપતિ ટ્રમ્પ ટેરિફ નીતિઓને આવક વધારવાના સાધન તરીકે ગણાવે છે, ત્યારે તેમની ફુગાવા અને વ્યવસાયિક વાતાવરણ પર નકારાત્મક અસર પડી છે (JP Morgan Chase CEO Warn America). નિષ્ણાતોએ સતત આ નીતિઓની ટીકા કરી છે, તેમને યુએસ અર્થતંત્ર માટે ચિંતાનો વિષય ગણાવ્યા છે.

વ્યાપાર ક્ષેત્ર પર નકારાત્મક અસર

તેમની ચેતવણી ખાસ કરીને મહત્વપૂર્ણ છે, કારણ કે, ટ્રમ્પ વહીવટીતંત્રે યુએસની તિજોરી ભરવાના માર્ગ તરીકે ટેરિફનો ઉપયોગ કર્યો હતો, પરંતુ તેના પરિણામે ફુગાવો અને વ્યવસાય ક્ષેત્ર પર નકારાત્મક અસર પડી હતી. નિષ્ણાતોએ સતત આ નીતિઓની ટીકા કરી છે (JP Morgan Chase CEO Warn America), ત્યારે ડિમોનનું નિવેદન યુનાઇટેડ સ્ટેટ્સની આર્થિક દિશા વિશે ગંભીર ચિંતાઓ ઉભી કરે છે.

આ પણ વાંચો -----  BSNL Silver Jubilee Plan : ગ્રાહકોને ઓછી કિંમતે મહત્તમ ફાયદો આપવાનો પ્રયાસ

Tags :
Advertisement

.

×