જૂનાગઢમાં પોલીસ પતિના ત્રાસથી પરિણીતાએ કરી આત્મહત્યા
- પોલીજૂનાગઢમાં પોલીસકર્મી પતિના ત્રાસથી પરિણીતાએ કરી આત્મહત્યા
- અન્ય સ્ત્રી સાથે સંબંધના કારણે ભાવીશાબેને ગળે ફાંસો ખાધો
- ભેસાણ પોલીસમાં ફરજ બજાવતા પતિ વિરુદ્ધ પિતાએ નોંધાવી ફરિયાદ
- માનસિક ત્રાસથી કંટાળેલી યુવતીએ જૂનાગઢમાં આપી દીધો જીવ
જૂનાગઢમાં મહિલાની આત્મહત્યા : જૂનાગઢ જિલ્લામાં એક દુઃખદ ઘટના સામે આવી છે, જેમાં પતિના માનસિક ત્રાસથી કંટાળેલી એક પરિણીત મહિલાએ આત્મહત્યા કરી લીધી છે. આ ઘટનાએ પરિવાર અને સમાજમાં ચકચાર મચાવી દીધી છે. મૃતક મહિલાના પિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવીને પતિ વિરુદ્ધ આકરા આરોપ લગાવ્યા છે. મળી રહેલી માહિતી અનુસાર, પરણિતાએ એક વીડિયો બનાવીને આત્મહત્યા કરી છે. આ વીડિયોમાં તેણે પોતાના પતિ ઉપર માનસિક ત્રાસ આપતો હોવાનો આરોપ પણ લગાવ્યા હોવાની માહિતી સુત્રો પાસેથી મળી રહી છે.
જાણવા મળ્યું છે કે, મૃતક મહિલાનું નામ ભાવીશાબેન છે. તેઓ પોતાના પતિ આશીષભાઈ દયાતર સાથે રહેતા હતા. આશીષભાઈ ભેસાણ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે. દંપતી વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા, જેનું મુખ્ય કારણ પતિના અન્ય સ્ત્રી સાથેના આડા સંબંધો હોવાનું કહેવાય છે. આ માનસિક ત્રાસથી કંટાળીને ભાવીશાબેને ગળે ફાંસો ખાઈને પોતાનો જીવ આપી દીધો છે.
આ અંગે પોલીસે જણાવ્યું છે કે, પ્રાથમિક માહિતીમાં સામે આવ્યું છે કે, પોલીસ વિભાગમાં ફરજ બજાવતા હેડકોન્સ્ટેબલના અન્ય મહિલાઓ સાથે આડા સંબંધ હોવાના કારણે ઘર કંકાસ થતાં રહેતા હતા. આ ઘર કંકાસમાં અવાર-નવાર હેડકોન્સ્ટેબલ પોતાની પત્ની સાથે મારપીટ કરતો હતો. આ ત્રાસથી કંટાળીને અંતે પરિણીતાએ વીડિયો બનાવીને આત્મહત્યા કરી લીધી છે.
ઘટનાની જાણ થતાંની સાથે જ મહિલાના પિતાએ ભેસાણ પોલીસ સ્ટેશનમાં પહોંચીને આશીષભાઈ દયાતર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં તેમણે આરોપ લગાવ્યો છે કે, પતિએ પોતાની પુત્રીને માનસિક ત્રાસ આપીને મરવા મજબૂર કરી છે. આ ઘટનાએ ફરી એકવાર પારિવારિક વિવાદો અને મહિલાઓની સુરક્ષા પર પ્રશ્ન ઉભા કર્યા છે.
પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી દીધી છે. આવી ઘટનાઓથી સમાજને જાગૃત થવાની જરૂર છે, જેથી પરિવારમાં શાંતિ અને સમજણ જળવાઈ રહે.
આ પણ વાંચો- Gandhinagar ના રાયપુરમાં માસૂમ બાળકીની હત્યા! ગળું દબાવ્યું હોવાની આશંકા


