Junagadh: કેશોદના 'સાંઈરામ મોબાઈલ' શો રૂમમાં રુ. 29 લાખની ચોરી, કીમિયો જાણી ચોકી જશો!
- Junagadh: કેશોદમાં મોબાઇલ શોરૂમમાં 29 લાખની ચોરી
- 70થી 80 એન્ડ્રોઇડ ફોન સાથે રૂ.4 લાખની ચોરી
- તાલુકા પંચાયત સામેના શોરૂમમાં ચોરોની ઘટના
- નવા મોબાઇલના ખોખા દુકાનમાં જ ફેંકી ચોર ફરાર
- ચોરીની આખી ઘટના CCTVમાં કેદ થઈ છે
- સીસીટીવીના આધારે પોલીસ તપાસ હાથ ધરી
પ્રાપ્ત માહિતી અનુસાર કેશોદ ખાતે તાલુકા પંચાયત કચેરીની બરાબર સામે આવેલ "સાંઈરામ મોબાઇલ" નામના શો રૂમમાં ગત રાત્રે ચોરીની આ ઘટના બની હતી. વહેલી સવારે જ્યારે શો રૂમના માલિક અને કર્મચારીઓ દુકાને પહોંચ્યા ત્યારે શટર તૂટેલા જોઈ તેમને ચોરી થયાની જાણ થઈ હતી.
રુ. 29 લાખના મુદ્દામાલની ચોરી
અજાણ્યા ચોર શખ્સોએ શો રૂમમાં પ્રવેશ કરીને ગણતરીની મિનિટોમાં જ તેમનો હાથફેરો કર્યો હતો. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે ચોરોએ દુકાનમાંથી 70 થી 80 જેટલા મોંઘાદાટ એન્ડ્રોઇડ મોબાઇલ ફોન અને અન્ય એસેસરીઝની ચોરી કરી છે. આ તમામ મોબાઇલ અને એસેસરીઝની અંદાજિત કિંમત રુ. 25 લાખ જેટલી આંકવામાં આવી રહી છે. જોકે, ચોરો માત્ર મોબાઇલ પૂરતા સીમિત નહોતા રહ્યા. તેમણે દુકાનના ગલ્લામાં અને અન્ય જગ્યાએ રાખવામાં આવેલી રુ. 4 લાખની રોકડ રકમ પર પણ હાથ સાફ કર્યો હતો. આમ, મોબાઇલ, એસેસરીઝ અને રોકડ સહિત કુલ રુ.29 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.
Junagadh | મોબાઇલ શોરૂમમાં થઇ
29 લાખની ચોરી...! | Gujarat Firstકેશોદમાં મોબાઇલ શોરૂમમાં 29 લાખની ચોરી
70થી 80 એન્ડ્રોઇડ ફોન સાથે રૂ.4 લાખની ચોરી
તાલુકા પંચાયત સામેના શોરૂમમાં ચોરોની ઘટના
નવા મોબાઇલના ખોખા દુકાનમાં જ ફેંકી ચોર ફરાર
ચોરીની આખી ઘટના CCTVમાં કેદ થઈ છે
CCTVના… pic.twitter.com/82gF7iWl5d— Gujarat First (@GujaratFirst) December 4, 2025
ખાલી ખોખા ફેંકી ચોરોએ પોલીસને પડકાર ફેંક્યો
આ ચોરીની સૌથી ચોંકાવનારી બાબત ચોરોની મોડસ ઓપરેન્ડી રહી છે. તસ્કરોએ ભારે માત્રામાં ચોરી કરેલા તમામ નવા મોબાઇલ ફોનને તેમના બોક્સમાંથી બહાર કાઢી લીધા હતા અને ખાલી બોક્સ તેમજ ખોખાને શો રૂમની અંદર જ વેરવિખેર હાલતમાં ફેંકી દીધા હતા.
CCTV ફૂટેજ અને પોલીસ તપાસ
ચોરીની સમગ્ર ઘટના શો રૂમમાં લગાવેલા CCTV કેમેરામાં કેદ થઈ છે. માહિતી મળતાં જ કેશોદ પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે તાત્કાલિક CCTV ફૂટેજ કબજે કરીને તેના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ ફૂટેજમાં કેટલા તસ્કરો હતા, તેઓ કયા સમયે આવ્યા અને કેવી રીતે દુકાનમાં પ્રવેશ્યા તે અંગેની વિગતો મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચોઃ Junagadh: ગીરમાં સફારી બુકિંગ કૌભાંડનો પર્દાફાશ, જાણો
આ પણ વાંચોઃ Jamnagar: જામ સાહેબ દિગ્વિજયસિંહજીને ‘ભારત રત્ન’ આપવાની માંગે જોર પકડ્યું, સાંસદના સૂરને જામનગરનો ટેકો


