Junagadh: લોક સાહિત્યકાર રાજભા ગઢવીના પિતા આલસુરભાઈનું નિધન
- ગુજરાતના લોક સાહિત્યકાર રાજભા ગઢવીના પિતાનું અવસાન
- રાજભાના પિતા આલસુરભાઈનું 70 વર્ષે અવસાન થયું છે
- આલસુરભાઈ સામતભાઈ ગઢવી છેલ્લા થોડા દિવસોથી બિમાર હતા
ગુજરાતના લોક સાહિત્યકાર રાજભા ગઢવીના પિતાનું 70 વર્ષે અવસાન થયું છે. આલસુરભાઈ સામતભાઈ ગઢવી છેલ્લા થોડા દિવસોથી બિમાર હતા.
રાજભાને લખતા વાચતા પિતાએ શીખવાડ્યું હતું, સાહિત્યનો રસ પણ રાજભા ગઢવીને પિતા તરફથી મળ્યો હતો. તેઓ ગીરમાં લીલાપાણી નેસમાં પશુપાલન સાથે સંકળાયેલા હતા.
રાજભા, સાહિત્ય પિતા પાસેથી શીખ્યા
રાજભા ગઢવી પિતાને બાપા કહીને સંબોધતાં હતા. રાજભા કંઈ ભણેલા નથી પરંતુ પિતા પાસેથી જ લોકસાહિત્યનો વારસો મળ્યો હતો. રાજભા ગઢવી અગાઉ કહી ચૂક્યાં છે કે લોકસાહિત્યકાર પદ્મશ્રી ભીખુદાનભાઇ ગઢવી તેમના માનસ ગુરુ છે પરંતુ સાહિત્યનો સાચો વારસો તો તેમને પિતા પાસેથી મળ્યો હતો. રાજભા ભણ્યાં નથી પરંતુ પિતા પાસેથી સાહિત્યની વાતો સાંભળી હતી.
રાજભાના પિતા લીલાપાણી નેસમાં પશુપાલન કરતાં
આલસુરભાઈ સામત ગીરના જંગલની વચ્ચોવચ્ચ આવેલા લીલાપાણીના નેસમાં પશુપાલનનું કામ કરતાં હતા.
એક ડાયરાના સાડા પાંચ લાખ રૂપિયા
રાજભા ગઢવી ગુજરાતના નામાંકિત લોક ગાયક કમ સાહિત્યકાર છે. જાણીને નવાઈ લાગશે કે રાજભાને પહેલા ડાયરા માટે ફકત 30 રૂપિયા મળ્યા હતા પરંતુ આજે તેમને ટંકશાળ પડી છે અને એક ડાયરાના સાડા પાંચ લાખ રૂપિયા લે છે.
રાજભાનો જન્મ ગીરના લીલાપાણી નેસમાં થયો
રાજભા ગઢવીનો જન્મ 1980માં ગીરના લીલાપાણી નેસમાં થયો હતો અને તેમને બાળપણથી કુદરતનો ખોળો મળ્યો હતો. પ્રકૃતિ અને વન્ય પ્રાણીઓ વચ્ચે મોટા થયા હતા.
રાજભા ગઢવીના પરિવારમાં કેટલા સભ્યો
રાજભા ગઢવીના પરિવારમાં આંઠ સભ્યો છે. જેમાં ત્રણ બહેનો છે તેમના લગ્ન થઈ ગયા છે.
આ પણ વાંચો: Gandhinagar: અક્ષરધામમાં ગૃહમંત્રી હર્ષ સંઘવી અને આરોગ્યમંત્રીના હસ્તે મેડિકલ વાનનું લોકાર્પણ


