ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Junagadh : આજથી સાસણની જંગલ સફારીનો પ્રારંભ, સિંહ, દીપડા, પ્રકૃતિ, નિહાળી પ્રવાસીઓ ખુશ થયા

આ વખતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનાં આગમનના કારણે ગુજરાતની તમામ જંગલ સફારીઓ 9 દિવસ વહેલા શરૂ કરી દેવામાં આવી છે.
12:11 AM Oct 08, 2025 IST | Vipul Sen
આ વખતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનાં આગમનના કારણે ગુજરાતની તમામ જંગલ સફારીઓ 9 દિવસ વહેલા શરૂ કરી દેવામાં આવી છે.
Junagadh Safari_Gujarat_first main
  1. જુનાગઢમાં (Junagadh) આજથી સાસણની જંગલ સફારીનો પ્રારંભ થયો
  2. ચોમાસાનાં કારણે જંગલ સફારી બંધ હતી
  3. પ્રથમવાર 16 ઓક્ટોબરને બદલે 7 ઓક્ટોબરે સફારી શરૂ કરાઈ
  4. દર વખતે ચાર માસ જંગલ સફારી બંધ રહે છે
  5. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાસણ ગીરની મુલાકાતે આવશે

Junagadh : જુનાગઢ જિલ્લામાં આજથી સાસણ જંગલ સફારીનો (Sasan Jungle Safari) પ્રારંભ થયો છે. સવારની ટ્રીપમાં ગયેલા ગુજરાત તથા અન્ય રાજ્યનાં પ્રવાસીઓએ સિંહ, દીપડા, પ્રકૃતિ, ઝરણા, પક્ષીઓને નિહાળી ખુશખુશાલ થઈ ગયા છે. ચોમાસાનાં 4 માસ જંગલ સફારી બંધ રહે છે. આ વખતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનાં (President Draupadi Murmu) આગમનના કારણે ગુજરાતની તમામ જંગલ સફારીઓ 9 દિવસ વહેલા શરૂ કરી દેવામાં આવી છે.

આ પણ વાંચો - Bhavnagar : જયપુરની SMS હોસ્પિટલમાં આગમાં 8 નાં મોત, મોરારીબાપુએ શ્રદ્ધાંજલિ પાઠવી 

Junagadh માં આજથી સાસણની જંગલ સફારીનો પ્રારંભ

જૂનાગઢ જિલ્લામાં આજથી શરૂ થયેલી જંગલ સફારીમાં (Sasan Jungle Safari) સાસણ ખાતે DCF, સરપંચ સહિતનાઓએ લીલી ઝંડી બતાવી જંગલ સફારીને ખુલ્લી મૂકી હતી. જંગલ સફારીનો લ્હાવો લેવા આવેલા પ્રવાસીઓ જંગલ સફારી કરી સિંહ, દીપડા, પક્ષી, પ્રકૃતિ, ઝરણા, નદી-નાળા સહિતની કુદરતી પ્રકૃતિ જોઈ ખુશખુશાલ થઈ ગયા હતા. તો બીજી તરફ વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફર દ્વારા વન્યપ્રાણીઓ તેમ જ ગિરી કંદરાને પોતાનાં કેમેરામાં કેદ કર્યા હતા. વન વિભાગ દ્વારા આજથી શરૂ થયેલી જંગલ સફારી માટે રસ્તાઓ સહિતની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.

આ પણ વાંચો - Vadodara : પશ્ચિમ રેલવે પોલીસે સ્નિફર ડોગની મદદ લઈ 2 ટ્રેનમાં ચેકિંગ કર્યું, પછી બેગમાંથી..!

10 અને 11 ઓક્ટોબરે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાસણ ગીરની મુલાકાતે

જો કે, આગામી ત્રણ દિવસ બાદ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ (President Draupadi Murmu) પણ જંગલ સફારીની મુલાકાતે આવી રહ્યા છે. 10 અને 11 ઓક્ટોબરે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાસણ ગીરની મુલાકાતે આવશે. આ પહેલા ગુજરાત તથા ગુજરાત બહારનાં પ્રવાસીઓએ જંગલ સફારીનાં પ્રથમ દિવસની પ્રથમ ટ્રીપમાં જંગલનો અદભુત નજારો નિહાળ્યો છે. ઓડિશાનાં (Odisha) પુરા પરિવાર સાથે આવેલ પ્રવાસીએ જણાવ્યું હતું કે, અમારા વિસ્તારમાં ટાઈગર સફારી છે પરંતુ, સિંહ જોવા માટે એકમાત્ર સાસણ જંગલ સફારી જ છે. આજે તેઓ પોતાનાં પરિવાર સાથે આવ્યા હતા અને જંગલ સફારી દરમિયાન સિંહ સહિતનાં અન્ય પ્રાણીઓ જોવા આતુર બન્યા હતા.

આ પણ વાંચો - Arvalli: ફાર્મ હાઉસમાં 3 લાખની લૂંટ કરનારા બુકાનીધારી 6 ઝડપાયા

Tags :
Giri KandraGUJARAT FIRST NEWSJunagadhLeopardslionsOdishaPresident Draupadi MurmuSasan Jungle SafariTop Gujarati Newswild life
Next Article