ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Junagadh: માંગરોળમાં થયો જળબંબાકાર, ઓઝત નદી પરનો પાળો તૂટતા 18 ગામ સંપર્કવિહોણા

Junagadh: રાજ્યમાં અત્યારે ધોરમાર વરસાદ થઈ રહી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો અત્યારે જૂનાગઢમાં ભારે વરસાદ નોંધાયો છે. મળતી જાણકારી પ્રમાણે જૂનાગઢ (Junagadh)ના માંગરોળમાં ભારે વરસાદ બાદ જળબંબાકાર જોવા મળ્યો છે. ભારે વરસાદના કારણે માંગરોળના બામણસા ગામ પાસે...
05:43 PM Jul 02, 2024 IST | VIMAL PRAJAPATI
Junagadh: રાજ્યમાં અત્યારે ધોરમાર વરસાદ થઈ રહી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો અત્યારે જૂનાગઢમાં ભારે વરસાદ નોંધાયો છે. મળતી જાણકારી પ્રમાણે જૂનાગઢ (Junagadh)ના માંગરોળમાં ભારે વરસાદ બાદ જળબંબાકાર જોવા મળ્યો છે. ભારે વરસાદના કારણે માંગરોળના બામણસા ગામ પાસે...
Water bombardment in Mangrol - Junagadh

Junagadh: રાજ્યમાં અત્યારે ધોરમાર વરસાદ થઈ રહી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો અત્યારે જૂનાગઢમાં ભારે વરસાદ નોંધાયો છે. મળતી જાણકારી પ્રમાણે જૂનાગઢ (Junagadh)ના માંગરોળમાં ભારે વરસાદ બાદ જળબંબાકાર જોવા મળ્યો છે. ભારે વરસાદના કારણે માંગરોળના બામણસા ગામ પાસે ઓઝત નદી પરનો પાળો તૂટી ગયો છે. નોંધનીય છે કે, ઓઝત નદી પરનો પાળો તૂટતા 18 ગામ અત્યારે સંપર્કવિહોણા થઈ ગયા છે.

18 જેટલા ગામના જોડતા રસ્તાઓ બંધ થઈ ગયા

મળતી વિગતો પ્રમાણે પંધરપુર, હન્ટરપુર, મેખડી ગામમાં નદીના પાણી ઘૂસ્યા હોવાના સમાચાર મળ્યા હતા. સામાયાડા, પાંધા અને બોડાદર સહિત ગામોમાં પાણી ફરી વળ્યા છે. જેના કારણે અત્યારે ઓઝત નદી પાણી ફરી વળતા તમામ ગામ બેટમાં ફેરવાઈ ગયા છે. નોંધનીય છે કે, અત્યારે અહીં એટલો વરસાદ થઈ રહ્યો છે. જેના કારણે 18 જેટલા ગામના જોડતા રસ્તાઓ બંધ થઈ ગયા છે. જેથી અત્યારે લોકોમાં ભારે ભયનો માહોલ ફેલાયો છે.

મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોઈ લોકોના શ્વાસ અદ્ધર

વધુ વિગતે વાત કરવામાં આવે તો જૂનાગઢ (Junagadh)માં ગત રાત્રીએ મેઘરાજાએ રૌદ્ર સ્વરુપ ધારણ કરતાં લોકોના શ્વાસ અદ્ધર થઇ ગયા હતા. દામોદર કુંડ , નરસિંહ કુંડ અને વેલિંગ્ડન ડેમ ઓવરફ્લો થયા છે. ભારે વરસાદના કારણે પાણીનો પ્રવાહ જૂનાગઢના રસ્તાઓ પર વહેવા માંડ્યો હતો. બીજી તરફ હજું પણ આગામી 5 દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

5 દિવસ સુધી ભારે વરસાદની આગાહી

આ સાથે સાથે રાજ્યમાં આગામી 5 દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હાલ દક્ષિણ અને ઉત્તર ગુજરાત તરફ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે જેથી કચ્છ, જામનગર, દ્વારકા, પોરબંદરમાં ઓરેન્જ એલર્ટ તથાં જૂનાગઢ, સૂરત, નવસારી, વલસાડમાં પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. નોંધનીય છે કે, ગુજરાતમાં અત્યારે ભારે વરસાદ થઈ રહ્યો છે. ખાસ કરીને જૂનાગઢના વાત કરવામાં આવે તો અત્યારે ત્યા સમગ્ર વિસ્તારોમાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે.

આ પણ વાંચો: https://www.gujaratfirst.com/read/gujarat-read/chhotaudepur-massive-land-scam-exposed-1238-acres-of-kukarda-village-sri-sarkar/

આ પણ વાંચો: Mehsana : યુવકના આપઘાત કેસમાં મોટો ખુલાસો! કબૂતરબાજ, વ્યાજખોર સહિત 10 સામે ગુનો

આ પણ વાંચો: Kheda : કોન્ટ્રાક્ટર કનુ પટેલના આપઘાતથી કોન્ટ્રાક્ટર્સ એસો. લાલઘુમ, CM ને કરી આ રજૂઆત

Tags :
Gujarati NewsGujarati SamacahrJunagadhJunagadh Latest NewsJunagadh NewsMangrolMangrol NewsVimal PrajapatiWater bombardment in Mangrol
Next Article