Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

જૂનાગઢની ઐતિહાસિક ધરોહર, નવાબી કાળની ઈમારતો જર્જરિત અવસ્થામાં

અહેવાલ -સાગર ઠાકર ,જૂનાગઢ   જૂનાગઢ એક ઐતિહાસિક શહેર છે, પુરાણોમાં પણ જૂનાગઢનો ઉલ્લેખ જોવા મળે છે અનેક પૌરાણિક અને નવાબી કાળની ઐતિહાસિક ધરોહર અને ઈમારતો અહીં આવેલી છે પરંતુ તેની જાળવણી થતી નથી, જાળવણીના અભાવે ઐતિહાસિક ઈમારતો જર્જરિત બની...
જૂનાગઢની ઐતિહાસિક ધરોહર  નવાબી કાળની ઈમારતો જર્જરિત અવસ્થામાં
Advertisement

અહેવાલ -સાગર ઠાકર ,જૂનાગઢ

Advertisement

જૂનાગઢ એક ઐતિહાસિક શહેર છે, પુરાણોમાં પણ જૂનાગઢનો ઉલ્લેખ જોવા મળે છે અનેક પૌરાણિક અને નવાબી કાળની ઐતિહાસિક ધરોહર અને ઈમારતો અહીં આવેલી છે પરંતુ તેની જાળવણી થતી નથી, જાળવણીના અભાવે ઐતિહાસિક ઈમારતો જર્જરિત બની રહી છે ત્યારે આ ઈમારતોની જાળવણી કરવી જરૂરી બની છે.

Advertisement

રાજ્યનો સૌથી ઉંચો પર્વત એટલે ગિરનાર અને ગિરનારની ગોદમાં વસેલું છે જૂનાગઢ શહેર કે જ્યાં આજે પણ ઇતિહાસની સાક્ષી પુરતાં સ્મારકો હયાત છે. ગિરનાર પર્વત તો પુરાણો છે જ પરંતુ સાથોસાથ જૂનાગઢ શહેરમાં પણ પૌરાણિક અને ઐતિહાસિક ઈમારતો આજે પણ અડીખમ ઉભી છે, શહેરના સર્કલ ચોક, દિવાન ચોક સહિતના વિસ્તારોમાં નવાબી કાળની સુંદર ઈમારતો આવેલી છે, પરંતુ કમનસીબે આ ઈમારતોની કોઈ જાળવણી થતી નથી, પુરાતત્વ વિભાગ દ્વારા અનદેખી થઈ રહી છે, સંબંધિત જવાબદાર તંત્ર અને અધિકારીઓની દુરંદેશી ના અભાવે ઐતિહાસિક ઈમારતો જર્જરિત અવસ્થામાં છે, નષ્ટ થવાના આરે છે અને હજુ પણ જો તંત્ર નહીં જાગે તો બેનમુન કલાકૃતિ ધરાવતી ઐતિહાસિક ઈમારતો નામશેષ થઈ જશે.


એવું નથી કે શહેરમાં ઐતિહાસિક ઈમારતોની જાળવણી નથી થતી, ઉપરકોટ અને મહાબત મકબરાના રિસ્ટોરેશનની કામગીરી કરવામાં આવી છે, સરકારે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવી અને પરિણામે આજે જૂનાગઢના બે સ્મારકો ફરી તેના મૂળ રૂપમાં આવ્યા છે, જો કે હજુ ઉપરકોટ અને મહાબત મકબરા પ્રવાસીઓ માટે ખુલ્લા મુકાયા નથી પરંતુ ટુંક સમયમાં તેને વિધિવત રીતે પ્રવાસીઓ માટે ખુલ્લા મુકાશે અને પ્રવાસીઓને નવું નજરાણું મળશે, મોટી સંખ્યામાં પ્રવાસીઓ આ સ્થળોની મુલાકાત કરશે અને શહેરમાં પ્રવાસનને વેગ મળશે એટલે સરકાર ધારે તે થઈ શકે, સરકાર ધારે તો જૂનાગઢને હેરીટેજ શહેરનો દરજ્જો આપી શકે તેમ છે કારણ કે અહીંયા એક નહીં પરંતુ અનેક ઐતિહાસિક ઈમારતો આવેલી છે, એશિયાનો સૌથી મોટો ગિરનાર રોપવે કાર્યાન્વિત થતાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ જ્યારે જૂનાગઢમાં આવતાં હોય ત્યારે એક ટુરિઝમ સર્કીટ તૈયાર કરીને જૂનાગઢના ઐતિહાસિક વારસાને ઉજાગર કરી શકાય તેમ છે.


જૂનાગઢ શહેરમાં આજે પણ જૂનવાણી દરવાજા અડીખમ ઉભા છે. જે જૂનાગઢની ઓળખ સમાન છે અને ઈતિહાસના સાક્ષી છે, આ ઐતિહાસિક ધરોહર સચવાય રહે તે માટે તેનું નવીનીકરણ કરવામાં આવ્યું જેમાં સરદાર પટેલ દરવાજા અને મજેવડી દરવાજાનો સમાવેશ થાય છે. શહેરની શાન સમા મજેવડી દરવાજા અને સરદાર પટેલ દરવાજા જર્જરીત અવસ્થામાં હતા અને હેરિટેજ ઇમારતો સચવાઈ રહે તે માટે સરકારે કરોડો રૂપીયાની ગ્રાન્ટ ફાળવી ઐતિહાસિક ઈમારતોનું નવિનીકરણ કર્યું, રાત્રીના સમયે જ્યારે સરદાર પટેલ દરવાજામાં લાયટીંગ થાય છે ત્યારે આ જૂનવાણી દરવાજો રોશનીથી ઝળહળી ઉઠે છે અને જોવાલાયક હોય છે,


વિશ્વ ધરોહર દિવસની દર વર્ષે ઉજવણી થતી હોય છે, આપણી ધરોહર આપણી સંસ્કૃતિને ઉજાગર કરતી હોય છે, ઐતિહાસિક સ્મારકો ઈતિહાસની સાક્ષી પુરતાં હોય છે, આપણી ધરોહર સમાન ઐતિહાસિક ઈમારતોની જાળવણી થાય તે જ આ દિવસનો ઉદેશ્ય છે અને તેના થકી પ્રવાસનને પણ વિકસાવી શકાય તેમ છે, જૂનાગઢ શહેરમાં અનેક ઐતિહાસિક ઈમારતો આવેલી છે જેનું નવિનીકરણ તો થઈ રહ્યું છે પરંતુ હજુ એવી ઘણી ઈમારતો છે જેના તરફ હજુ તંત્રનું ધ્યાન ગયું નથી અને આવી ઈમારતો જાળવણીના અભાવે જર્જરીત હાલતમાં છે, નવીનીકરણ થઈ રહ્યું છે તે આવકારદાયક છે સાથે તેની જાળવણી થવી પણ એટલી જ જરૂરી છે, આ માટે જરૂરી છે કે તે ઈમારતોને નિયમિત ઉપયોગમાં લેવામાં આવે જેથી તેનું મેઈન્ટેનન્સ થતું રહે અને કરેલો ખર્ચ એળે ન જાય, જો આ અંગે સ્થાનિક નેતાઓ અને જવાબદાર તંત્ર યોગ્ય પગલાં લેશે તો જૂનાગઢ શહેર ખરા અર્થમાં હેરિટેજ સીટી બની શકશે

આ પણ  વાંચો- રાજકોટના 11 સહિત સૌરાષ્ટ્રના કુલ 197 સ્મારકો સામેલ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.

×