Kadi : શિષ્યવૃત્તિ વિતરણ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી Amit Shah ની હાજરી, કહી આ વાત!
- કડી ખાતે શિષ્યવૃત્તિ વિતરણ કાર્યક્રમ યોજાયો
- કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, CM ભૂપેન્દ્ર પટેલ રહ્યા હાજર
- 'નમો લક્ષ્મી', 'નમો સરસ્વતી' વિજ્ઞાન સાધના યોજના હેઠળ શિષ્યવૃત્તિનું વિતરણ
- 11 લાખ લાભાર્થીઓને શિષ્યવૃત્તિનું વિતરણ
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આજે ગુજરાતનાં પ્રવાસે છે. દિવસ દરમિયાન તેમણે આણંદ અને ગાંધીનગરમાં (Gandhinagar) વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી હતી. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ (Amit Shah) સાંજે કડી (Kadi) ખાતે પહોંચ્યા હતા અને અહીં શિષ્યવૃત્તિ વિતરણ કાર્યક્રમમાં 'નમો લક્ષ્મી' 'નમો સરસ્વતી' વિજ્ઞાન સાધના યોજના હેઠળ શિષ્યવૃત્તિનું વિતરણ કર્યું હતું.
11 લાખ લાભાર્થીઓને શિષ્યવૃત્તિનું વિતરણ
મહેસાણા (Mehsana) જિલ્લાનાં કડી તાલુકામાં આજે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ (Amit Shah) પહોંચ્યા હતા. અહીં, તેમણે શિષ્યવૃત્તિ વિતરણ કાર્યક્રમમાં હાજરી આપીને 'નમો લક્ષ્મી' 'નમો સરસ્વતી' વિજ્ઞાન સાધના યોજના હેઠળ 11 લાખ લાભાર્થીઓને શિષ્યવૃત્તિનું વિતરણ કર્યું હતું. આ કાર્યક્રમમાં CM ભૂપેન્દ્ર પટેલ, શિક્ષણમંત્રી કુબેર ડિંડોર (Kuber Dindor), શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયા (Praful Panseria) સહિત અન્ય મંત્રી, કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. દરમિયાન, કેન્દ્રીય ગૃહમંત્રીએ લોકોને સંબોધિત કર્યા હતા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને અભિનંદન પાઠવ્યા હતા.
આ પણ વાંચો - Gandhinagar : BJP માટે 'કાર્યાલય' કામનો આત્મા હોય છે : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ
Live: માનનીય કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહની ગરિમામયી ઉપસ્થિતિમાં નમો લક્ષ્મી અને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના અંતર્ગત શિષ્યવૃત્તિ વિતરણ કાર્યક્રમ. https://t.co/sfnsf5mydB
— Bhupendra Patel (@Bhupendrapbjp) October 22, 2024
10 લાખથી વધુ વિદ્યાર્થીઓને રૂ. 116 કરોડ અપાયા : અમિત શાહ
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ (Amit Shah) એ કહ્યું કે, ભૂપેન્દ્ર ભાઈને પહેલા ખૂબ ખૂબ અભિનંદન... 10 લાખથી વધુ વિદ્યાર્થીઓને 116 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. આ બન્ને યોજના આવનારા દિવસોમાં રાજ્યમાં પરિવર્તન માટેનું મૂળ બનશે. રાજ્યમાં પહેલા ડ્રોપ આઉટ રેશિયો 37 ટકા હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) 'બેટી બચાવો, બેટી પઢાઓ' યોજના શરૂ કરી. તેઓ ગુજરાતનાં CM હતા ત્યારે અમને બધાને દીકરી અને દીકરાઓને સ્કૂલમાં દાખલો કરાવવા અને માતા-પિતાને સમજાવવા માટે મોકલતા હતા. નરેન્દ્રભાઈ વડાપ્રધાન બન્યા ત્યારે એડમિશનનો રેશિયો 98 ટકા થયો હતો. તેમણે કહ્યું કે, આ યોજના ધોરણ 12 સુધીનું શિક્ષણ પૂરું થાય તે ઉદ્દેશ્ય સાથેની છે. નવી શિક્ષા નીતિમાં અનેક આયાનો ઊભા કરવામાં આવ્યા છે. અમિત શાહે કહ્યું કે, 2047 સુધીમાં આ દેશને પૂર્ણ વિકસિત દેશ બનાવવાનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લક્ષ્ય નિર્ધારિત કર્યો છે.
આ પણ વાંચો - Amit Shah Gujarat visit: કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે આણંદમાં NDDB ભવનનો શિલાન્યાસ કર્યો
ગરીબ ઘરનાં બાળકો અભ્યાસ કરે તે માટે વડાપ્રધાનનાં અનેક પ્રયાસ : CM ભૂપેન્દ્ર પટેલ
જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) કહ્યું કે, ગરીબ ઘરનાં દીકરા-દીકરી અભ્યાસ કરે તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અનેક પ્રયાસ કર્યા છે. રાજયમાં કન્યા કેળવણીની પ્રોગ્રામ શરું કરાયા છે. દિવાળીનાં તહેવાર પૂર્વે દીકરીઓને તહેવારની ભેટ આપવામાં આવી છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, રાજ્યનો ડ્રોપ આઉટ રેશિયો 2 ટકા પર આવ્યો છે. દીકરીઓ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ લે અને તેમને અભ્યાસ ના છોડવો પડે તેવા સરકાર દ્વારા પ્રયાસ કરાઈ રહ્યા છે.
આ પણ વાંચો - Birthday Special: અમિત શાહના સ્કૂટર પાછળ બેસીને નરેન્દ્ર મોદી પ્રવાસ કરતા, અત્યારે કહેવાય છે રાજકારણની હિટ જોડી


