Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

કન્નડ ફિલ્મોના સુપરસ્ટારની પત્નીનું બેંગકોકમાં રહસ્યમય સંજોગોમાં મોત 

કન્નડ ફિલ્મ (Kannada film) અભિનેતા અને નિર્દેશક વિજય રાઘવેન્દ્રની પત્ની બેંગકોક ( Bangkok) માં મૃત હાલતમાં મળી આવી હતી.  સ્પંદના 44 વર્ષની હતી. તે પતિ રાઘવેન્દ્ર અને તેના કેટલાક પિતરાઈ ભાઈઓ સાથે થાઈલેન્ડની રાજધાની પહોંચી હતી. રાઘવેન્દ્ર પોતાનું શૂટિંગ શિડ્યુલ...
કન્નડ ફિલ્મોના સુપરસ્ટારની પત્નીનું બેંગકોકમાં રહસ્યમય સંજોગોમાં મોત 
Advertisement
કન્નડ ફિલ્મ (Kannada film) અભિનેતા અને નિર્દેશક વિજય રાઘવેન્દ્રની પત્ની બેંગકોક ( Bangkok) માં મૃત હાલતમાં મળી આવી હતી.  સ્પંદના 44 વર્ષની હતી. તે પતિ રાઘવેન્દ્ર અને તેના કેટલાક પિતરાઈ ભાઈઓ સાથે થાઈલેન્ડની રાજધાની પહોંચી હતી. રાઘવેન્દ્ર પોતાનું શૂટિંગ શિડ્યુલ પૂરું કરીને ત્યાં પહોંચ્યો હતો. તેને ખબર નહોતી કે આ વેકેશન તેની પત્ની સાથેની તેની છેલ્લી સફર હશે. તેમના મૃત્યુનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ તેમને શંકા છે કે લો બ્લડપ્રેશરના કારણે તેમની તબિયત લથડી હતી.
કોંગ્રેસના MLC બીકે હરિપ્રસાદની ભત્રીજી હતી
અભિનેતા રાઘવેન્દ્રના ભાઈ શ્રી મુરલીએ જણાવ્યું કે, તે ગઈકાલે રાત્રે આરામથી સૂઈ ગઈ હતી પરંતુ સવારે જાગી નહોતી. અમને લાગે છે કે લો બ્લડ પ્રેશરને કારણે તેમની તબિયત બગડી હતી. જણાવી દઈએ કે સ્પંદના રિટાયર્ડ પોલીસ ઓફિસર બીકે શિવરામની પુત્રી અને કોંગ્રેસના MLC બીકે હરિપ્રસાદની ભત્રીજી હતી. તેણે કહ્યું કે સ્પંદના સવારે જાગી નહોતી...તેઓ કહી રહ્યા છે કે તેને હાર્ટ એટેક આવ્યો હતો. મુખ્યમંત્રી સિદ્ધારમૈયા, નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમાર અને અન્ય ઘણા લોકોએ સ્પંદનાના આકસ્મિક નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.

બંનેએ વર્ષ 2007માં લગ્ન કર્યા હતા
અભિનેતા વિજય રાઘવેન્દ્રની પત્ની સ્પંદનાએ પણ ફિલ્મોમાં કામ કર્યું હતું. તે કેમિયો રોલમાં જોવા મળી છે. વિજય રાઘવેન્દ્ર અને સ્પંદના આ મહિને તેમના લગ્નની 16મી વર્ષગાંઠ ઉજવવાના હતા. બંનેએ વર્ષ 2007માં લગ્ન કર્યા હતા અને બંનેને શૌર્ય નામનો પુત્ર છે.
કોણ છે વિજય રાઘવેન્દ્ર?
વિજય રાઘવેન્દ્ર વિશે વાત કરીએ તો, તે કન્નડ સિનેમા સ્ટાર ડૉ. રાજકુમાર અને નિર્માતા એસ.એ.ના ભત્રીજા છે. ચિન્ની ગોડાના પુત્ર છે. વિજય રાઘવેન્દ્રએ 1982 માં બાળ કલાકાર તરીકે તેમની અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી. તેણે 2002માં આવેલી ફિલ્મ નિનાગીમાં તેની પ્રથમ મુખ્ય ભૂમિકા ભજવી હતી.
Advertisement
Tags :
Advertisement

.

×